• Home
  • News
  • વિરાટ કોહલીએ બનાવ્યો મોટો રેકોર્ડ, ટી20માં 4 હજાર રન પૂરા કરનાર પ્રથમ બેટર બન્યો
post

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર વિરાટ કોહલી ટી20 આંતરરાષ્ટ્રીયમાં 4000 રન પૂરા કરનાર દુનિયાનો પ્રથમ બેટર બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં 42મો રન પૂરા કરતા આ સિદ્ધિ મેળવી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-10 16:59:20

એડિલેડઃ ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા ટી20 વિશ્વકપ 2022માં શાનદાર ફોર્મમાં છે. ટૂર્નામેન્ટમાં તે સર્વાધિક રન બનાવનાર બેટર બની ગયો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 વિશ્વકપની સેમિફાઇનલમાં વિરાટ કોહલીએ એક મોટી સિદ્ધિ હાસિલ કરી છે. કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 42મો રન બનાવતા ટી20 આંતરરાષ્ટ્રીયમાં 4000 રન પૂરા કરનાર વિશ્વનો પ્રથમ બેટર બની ગયો છે. તે ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં સર્વાધિક રન બનાવનાર બેટર છે. તે 4000 રન પૂરા કરી ચુક્યો છે. રોહિત શર્માના નામે 3853, ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલના નામે 3531 અને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના નામે 3323 રન છે. 

વિરાટ કોહલીએ આ મેચ પહેલા 106 ઈનિંગમાં 52.77ની એવરેજ અને 138.15ની સ્ટ્રાઇક રેટથી 3958 રન બનાવ્યા હતા. વિરાટના નામે કુલ 36 અડધી સદી અને એક સદી છે. કોહલીએ ટી20 આંતરરાષ્ટ્રીયમાં 4 હજાર રન પૂરા કરવા માટે 42 રનની જરૂર હતી. 

સેમિફાઇનલમાં કોહલીએ 42મો રન બનાવવાની સાથે તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો હતો. ઈંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ એરોન ફિન્ચના નામે હતો, પરંતુ વિરાટ કોહલીએ હવે તેને પાછળ છોડી દીધો છે. ફિન્ચે 16 ટી20 આંતરરાષ્ટ્રીયમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 619 રન બનાવ્યા છે. તો વિરાટ કોહલીએ આ મેચ પહેલા 19 ઈનિંગમાં 589 રન બનાવ્યા હતા. 

વિરાટ કોહલી આ વિશ્વકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે. કોહલીએ 6 મેચમાં 300 જેટલા રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી મેગા ઈવેન્ટમાં બાંગ્લાદેશ વિરુદ્ધ મુકાબલામાં તે ટી20 વિશ્વકપમાં સર્વાધિક રન બનાવનાર બેટર બન્યો હતો. તેના નામે ટી20 વિશ્વકપમાં 1065 રન છે. કોહલીનો આ પાંચમો ટી20 વિશ્વકપ છે. તેણે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન માહેલા જયવર્ધને (1016 રન) નો રેકોર્ડ તોડ્યો હતો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post