• Home
  • News
  • વિરાટ કોહલીના રેકોર્ડબ્રેક ઈનિંગ્સથી RCBની જીત, ટી-20 કારકિર્દીમાં 100મી વખત અર્ધસદી ફટકારી
post

દિનેશ કાર્તિકે 10 બોલમાં અણનમ 28 અને મહિપાલ લોમરોરે 8 બોલમાં 17 રનનું યોગદાન આપ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-26 18:49:27

બેંગલુરુ: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)-2024માં તેની પ્રથમ જીત હાંસલ કરી છે. ટીમે વર્તમાન સિઝનની છઠ્ઠી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)ને 4 વિકેટથી હરાવ્યું હતું. સોમવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુએ 20મી ઓવરમાં 6 વિકેટે 177 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. બેંગલુરુ તરફથી ઓપનિંગ કરવા આવેલા વિરાટ કોહલીએ 49 બોલમાં 77 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે IPLમાં તેની 51મી અડધી સદી ફટકારી હતી. T20 ક્રિકેટમાં કોહલીની આ 100મી અડધી સદી છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય બેટર બન્યો છે.

 

દિનેશ કાર્તિકે ઓલ્ડ ઈઝ ગોલ્ડ ફરી સાબિત કર્યુ:

કોહલી ઉપરાંત દિનેશ કાર્તિકે 10 બોલમાં અણનમ 28 અને મહિપાલ લોમરોરે 8 બોલમાં 17 રનનું યોગદાન આપ્યું હતું. કાગીસો રબાડા અને હરપ્રીત બ્રારે 2-2 વિકેટ લીધી હતી. પંજાબ માટે કેપ્ટન શિખર ધવને 37 બોલમાં 45 રનની ઇનિંગ રમી હતી. જીતેશ શર્માએ 27 રન અને પ્રભસિમરન સિંહે 25 રનનું યોગદાન આપ્યું હતું. છેલ્લી ઓવરોમાં શશાંક સિંહે 8 બોલમાં અણનમ 21 રન બનાવ્યા હતા. બેંગલુરુના મોહમ્મદ સિરાજ અને ગ્લેન મેક્સવેલને 2-2 વિકેટ મળી હતી. યશ દયાલ અને અલ્ઝારી જોસેફને એક-એક વિકેટ મળી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post