• Home
  • News
  • વિરાટ કોહલીએ કહ્યું- મારા પિતાએ સિલેક્શન માટે લાંચ આપવાની ના પાડીને કહ્યું હતું કે, મહેનત કરો, જે બીજા ના કરી શકે તે કરી બતાવો
post

લૉકડાઉનમાં ઈન્સ્ટાગ્રામ પર ફૂટબોલ કેપ્ટન સુનિલ છેત્રીની વિરાટ કોહલી સાથે વાતચીત

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-19 11:45:43

નવી દિલ્હી: લૉકડાઉનમાં ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી સાથે ઈન્સ્ટાગ્રામ પર આશરે એક કલાક સુધી વાતચીત કરી. આ દરમિયાન વિરાટે કહ્યું કે, એક સમયે મારા પિતાએ જુનિયર સ્ટેટ ટીમમાં સિલેક્શન માટે લાંચ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.


પિતાએ કહ્યું હું કંઈ આપી નહીં શકું
પસંદગીકારોએ તેમને કહ્યું હતું કે, મેરિટની કોઈ મુશ્કેલી નથી, પરંતુ તમારે કંઈક (કદાચ લાંચ) કરવું પડશે. તેઓ શું કહેવા માંગતા હતા, એ મારા પિતા ના સમજ્યા. તેઓ પ્રામાણિક વ્યક્તિ હતા. તેમણે સફળ વકીલ બનવા જીવનભર મહેનત કરી હતી. પસંદગીકારોએ તેમને ફક્ત એટલું કહ્યું કે, તમે કોહલીની પસંદગી કરવા ઈચ્છતા હોવ, તો મેરિટના આધારે કરો. હું કંઈ આપી નહીં શકું. એ ઘટના પછી હું ખૂબ રડ્યો હતો. હું અંદરથી તૂટી ગયો હતો, પરંતુ પિતાએ કહેલી વાતોએ મને ઘણું શીખવ્યું. મને અહેસાસ થયો કે, સફળતા હાંસલ કરવા મારે અસામાન્ય ક્રિકેટર બનવું પડશે. મારા પિતા હંમેશા કહેતા કે, આગળ વધવું હોય, તો એવું કરો જે કોઈ ના કરી શકે. જે કંઈ હાંસલ કરવું હોય એ માટે મહેનત કરો. આ શબ્દો મારા મનમાં વસી ગયા અને પછી હું મારી જાતને તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગયો. 


1996
ના વિશ્વ કપમાં વેંકટેશ પ્રસાદે આમિર સોહેલને ક્લિન બોલ્ડ કર્યો તે યાદગાર ક્ષણ
છેત્રીએ કોહલીને જીવનની યાદગાર ક્ષણ વિશે સવાલ પૂછ્યો. જેના જવાબમાં કોહલીએ કહ્યું કે, 1996ના વિશ્વ કપમાં વેંકટેશ પ્રસાદે આમિર સોહેલને ક્લિન બોલ્ડ કર્યો હતો, જે મારા જીવનની યાદગાર ક્ષણ છે. એ દિવસે હું ઘરે હતો, પરંતુ મેં એવી ખુશી મનાવી હતી, જેવી આજે કોઈ મોટી ટુર્નામેન્ટ જીતીને મનાવું છું. 


અનુષ્કા સાથ આપશે તો મારી બાયોપિકમાં કામ કરીશ
વિરાટે કહ્યું કે, હું મારી બાયોપિકમાં કામ કરવા તૈયાર છું, પરંતુ એ ફિલ્મમાં મારી પત્ની અનુષ્કા પણ કામ કરતી હોવી જોઈએ. હું આજે એક માણસ તરીકે જે કંઈ છું, તેનો ઘણો શ્રેય અનુષ્કાને જાય છે. તેને મળતા પહેલા હું આત્મકેન્દ્રિત હતો અને મારા કમ્ફર્ટ ઝોનમાં જ રહેતો હતો. અનુષ્કાએ મને અહેસાસ કરાવ્યો કે, હું જે સ્તર પર પહોંચ્યો છું, તેના માટે મારે અંદરથી પરિવર્તન કરવું ખૂબ જરૂરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post