• Home
  • News
  • ઉડ્ડયન સેવા શરૂ થતા વિઝિટર્સની એન્ટ્રી બંધ રહેશે, યાત્રી સામાન ચડાવવા-ઉતારવાના સમયે ડિસઈન્ફેક્શન ટનલમાંથી પસાર કરાશે
post

દિલ્હી એરપોર્ટે લોકડાઉનના એક્ઝિટ પ્લાન તૈયાર કર્યો અને આ માટે ગાઈડલાઈન જારી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 09:55:51

નવી દિલ્હી: દિલ્હી એરપોર્ટે લોકડાઉનના એક્ઝિટ પ્લાન તૈયાર કર્યો છે. તે અંતર્ગત જ્યારે પણ સરકાર ઉડ્ડયન  શરૂ કરવા પરવાનગી આપશે ત્યારે દિલ્હી એરપોર્ટ પર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર ફોલ કરવામાં આવશે. આ માટે રવિવારે જારી કરવામાં આવેલી ગાઈડલાઈનમાં બે વાત પર ભાર આપવામાં આવ્યો છે. એક- સોશિયલ ડિસ્ટન્સિંગ અને બીજું સેનિટાઈઝેશન અથવા ડિઈન્ફેક્શન પ્રોસેસ. ટર્મિનલ પર વિઝીટર્સની એન્ટ્રી બંધ રહેશે. યાત્રીઓના સામાનને અલ્ટ્રા વાયોલેટ ડિસઈન્ફેક્શન ટનલમાંથી પસાર કરવામાં આવશે. એરપોર્ટ પર જ માસ્ક, ગ્લવ્ઝ ખરીદી શકાશે.

એરપોર્ટથી ડિપાર્ચર પર ટચ પોઇન્ટ્સ અને તમારે તે કરવું પડશે

1. દિલ્હી એરપોર્ટ પર ક્યાંથી ઉડ્ડયનો શરૂ થશે?
દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-3 પર કોમર્શિયલ ઉડ્ડયન સેવા શરૂ કરવામાં આવશે. ભીડથી બચવા માટે દરેક એરલાઈનનો એન્ટ્રી ગેટ અલગ હશે. ઉડ્ડાન સેવા શરૂ થયા બાદ વિઝિટર્સની ટર્મિનલમાં એન્ટ્રી બંધ રહેશે. આ અગાઉ ટર્મિનલ-3 પર વિઝિટર એટ્રી પાસ ખરીદવાની સુવિધા હતી. તમે જ્યારે એરપોર્ટના ટર્મિનલ પર જશો ત્યારે સૌથી પહેલા તમારે ટચમાં આવનારી ચીજ બેગ રાખવાની ટ્રોલી હશે, પણ ચિંતા ન કરો, દરેક ઉપયોગ બાદ ટ્રોલી ડિસઈન્ફેક્શન ટનલમાં સેનિટાઈઝ કરવામાં આવશે. ત્યારબાદ તમે સીઆઈએસએફની ટિકિટ ચેકિંગમાંથી પસાર થવાનું રહેશે. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.

 

2. ચેન ઈન કાઉન્ટર

સીઆઈએસએફના ચેકિંગ બાદ તમારે ચેક-ઈન કરવું રહેશે. એરપોર્ટમાં સેલ્ફ ચેક-ઈન મશીન એલોર્ટ કરવામાં આવશે. આ સાથે તમારે બોર્ડિંગ પાસને અગાઉથી જ પ્રિન્ટ કરી લાવવાનો રહેશે. તેમા તમારું નામ અને ફ્લાઈટ ડિટેલ્સને હાઈલાઈટ પણ કરવાની રહેશે, જેથી એરપોર્ટ પર તમારા માટે ઓછામાં ઓછા ટચ પોઇન્ટ રહે. આ સમય દરમિયાન સ્કેન એન્ડ ફ્લાઈ જેવી સુવિધાઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી કોન્ટેક્ટલેસ ચેક ઈન હોય.

 

ટર્મિનલની અંદર, આજુબાજુ અને ચેક ઈન કાઉન્ટર્સ પર સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે ફ્લોર પર માર્કિંગ રહેશે. તમારે આ માર્કનું ધ્યાન રાખવાનું રહેશે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેઈન રહે.

3. સીઆઈએસએફની માફક સિક્યુરિટી ચેક

ચેક-ઈન બાદના પડાવમાં તમારે સીઆઈએસએફની સિક્યુરિટી ચેકમાંથી પસાર થવાનું રહેશે. આ સમય દરમિયાન ફ્લાઈટમાં લઈ જવામાં આવનારી તમામ બેગને અલ્ટ્રા વાયલેટ ડિસન્ફેક્શનલ ટર્નલમાંથી પસાર કરવામાં આવશે. એક્સરે મશીનમાં સામાનની તપાસ માટે ટ્રેનો ઉપયોગ કરવામાં આવશે. આ ટ્રેને પણ એક વખત ઉપયોગ કર્યા બાદ ડિસઈન્ફેક્ટ કરવામાં આવશે.

4. વેઈટિંગ રૂમ, ફૂડ કોર્ટમાં બનાવવી પડશે સોશિયલ ડિસ્ટન્સિંગ

સિક્યુરિટી ચેઈન ઈન બાદ તમે અંદર પહોંચી જશો. અહીં સેટિંગ એરિયામાં નક્કી કરવામાં આવેલા અંતર પર ખુરશી રાખવામાં આવશે, જેથી લોકો એક-બીજાથી અંતર બનાવીને બેસી શકશે.

 

ફૂડ કોર્ટમાં ભોજનના ઓર્ડર માટે લાઈન ન લાગે તે માટે સેલ્ફ ઓર્ડરિંગ કિયોસ્ક બનાવવામાં આવશે. આ સમય દરમિયાન તમારી પાસે એચઓઆઈ એપ ડાઉનલોડ કરવા કહેવામાં આવશે. જેથી કોન્ટેક્ટ-લેસ પેમેન્ટ થાય. ફૂડ કોર્ડમાં તમામ રિટેલ શોપ્સ ખુલ્લી રાખવામાં આવશે, જેથી એક જગ્યા પર ભીડ ન થાય.

જ્યારે તમે પ્લેનમાં દાખલ થવા માટે એયરો બ્રિજ પર જશો ત્યારે ત્યાં પણ કાળી-પીળી પટ્ટી દેખાશે. અહીં પણ તમનારે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે.

અરાઈવલ ટચ પોઇન્ટ્સ

પ્લેનથી દિલ્હી આવનારા યાત્રીઓને ટચ પોઇન્ટ્સ પણ નક્કી કરવામાં આવ્યા છે. આ ટચ પોઇન્ટ એરોબ્રિજ અથવા બિઝનેસ ગેટ્સ, વોશરૂમ લિફ્ટ, બેગ બેલ્ટના વેઈટિંગ એરિયા, ઈમિગ્રેશન, બેગ્ઝ સેનિટાઈઝર, બેટ ટ્રોલી છે. ફ્લાઈટથી ઉતર્યા બાદ એક વખત ફરી બેગ્ઝને અલ્ટ્રા વાયોલેટ ડિસઈન્ફેક્શન ટનલમાંથી પસાર કરવામાં આવશે. બેગમાં લોકો તેમના સામાનની પ્રતિક્ષા કરે છે. ત્યાં પણ ભીડથી બચવા માટે સેટિંગ એરેજમેન્ટ રહેશે. આ સાથે ટર્મિનલની બહાર પરિવાર સાથે મુલાકાત અથવા કેબની બૂકિંગ પણ ટચ પોઇન્ટ માનવામાં આવશે. અહીં યાત્રીઓને સાવચેતી રાખવાની રહેશે.

 

સેનિટાઈઝેશનઃ દરેક જગ્યા સેનિટાઈઝ થશે, એર સર્ક્યુલેશનનું પૂરતુ ધ્યાન રાખવામાં આવશે

·         દિલ્હી એરપોર્ટના ટર્મિનલની અંદર અને બહાર સેનિટાઈઝર માટે પણ સ્ટાન્ડર્ડ પ્રોસેસ નક્કી કરવામાં આવી છે.

·         યાત્રીઓ અને એરપોર્ટ સ્ટાફના હેન્ડ હાઈઝીન માટે સમગ્ર ટર્મિનલ પર વિવિધ જગ્યા સેનિટાઈઝેશન રાખવામાં આવશે.

·         પેસેન્જર બ્રિઝ અને બસ ગેટ અરાઈવલ જેવી જગ્યા પર પણ સેનિટાઈઝર રાખવાના રહેશે

·         ટર્મિનલની અંદર એર સર્ક્યુલેશનની કાળજી રાખવામાં આવશે

·         વોશરૂમ, વોટર ફાઉન્ટેન, કાઉન્ટર, સિક્યુરિટી સ્ક્રીનિંગ એરિયા, ટચ સ્ક્રીન, કોમ્યુનિકેશન સ્ક્રીન, ટ્રેવલેટર અને લિફ્ટ સતત સેનેટાઈઝ થશે

·         પીપીઈ સાથે કોઈ સફર કરી રહ્યું હોય તો તેને ડિસ્પોઝલ કરવા માટે અલગ ડસ્ટબિન રહેશે.

·         એરપોર્ટ પર રહેલી કેબ સર્વિસિસ પ્રોવાઈડર્સને કહેવામાં આવશે કે તેઓ દરેક વખતે યાત્રીની બેઠક અગાઉ કેબને ડિસઈન્ફેક્ટ કરે.

·         એરપોર્ટ સ્ટાફને પણ જ્યાં જરૂર પડે ત્યાં પીપીઈ કિટ્સ આપવામાં આવશે.

·         એરપોર્ટ સ્ટાફના દરેક ઈમ્પ્લાઈ દરેક સપ્તાહ એક ઈન્ટરનલ એપ મારફતે તેમના આરોગ્ય અંગે સેલ્ફ ડેક્લેરેશન આપશે.

·         એરપોર્ટની અંદર માસ્ક, ગ્લવ્ઝ, પીપીઈ વેચવા માટે હંગામી કાઉન્ટર તૈયાર કરાશે

 

 

adv

Related News

post
post
post
post
post
post
post