• Home
  • News
  • વોર્નરે તોડ્યો કોહલી-રોહિતનો રેકોર્ડ, લીગમાં સૌથી ફાસ્ટ 5000 રન બનાવ્યા; ફર્ગ્યૂસને 5 વિકેટ ઝડપીને મેચનો રૂખ બદલ્યો
post

કોલકાતા નાઈટ રાઇડર્સના લોકી ફર્ગ્યૂસને 19મી ઓવરના છેલ્લાં બોલે બાઉન્ડ્રી પર અબ્દુલ સમદનો શાનદાર કેચ પકડ્યો. જે મેચનો ટર્નિગ પોઈન્ટ રહ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-19 10:41:14

આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રવિવારે રમાયેલી મેચ સુપર ઓવરના રોમાંચ સુધી પહોંચ્યો હતો. કોલકતાએ મેચ જીતી સીઝનમાં બીજી વખત હૈદરાબાદને હરાવ્યું છે. સનરાઈઝર્સના કેપ્ટન ડેવિડ વોર્નરે આઈપીએલમાં સૌથી ઓછી 135 ઈનિંગમાં 5000 રન પૂરાં કર્યા છે. આ સાથે જ તેને વિરાટ કોહલી (157 ઈનિંગ), સુરેશ રૈના (173 ઈનિંગ) અને રોહિત શર્મા (187 ઈનિંગ)ને પાછળ છોડ્યા છે.

પહેલાં મેચના હીરો રહેલા કોલકાતાના લોક ફર્ગ્યૂસને, પહેલાં 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 3 વિકેટ લીધી હતી. જે બાદ સુપર ઓવરમાં 3 બોલમાં વોર્નર અને અબ્દુલ સમદને આઉટ કરીને મેચ કેકેઆર તરફ કર્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post