• Home
  • News
  • રાજાશાહી અને સરકાર સામે દેખાવો:થાઈલેન્ડમાં માર્ગો પર ઉતરેલા 10 હજાર લોકો પર વોટરકેનનનો મારો ચલાવાયો, 500ને ઈજા થઈ
post

બેંગકોકમાં 4 મહિનાથી દેખાવો ચાલી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-10 12:01:06

થાઈલેન્ડમાં રાજાશાહી અને સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવો કરાયા. લોકતંત્ર સમર્થક ગત 4 મહિનાથી બંધારણમાં સુધારાની માગ કરી રહ્યા છે. દેખાવકારોની માગ છે કે લોકોને રાજસત્તા કે સરકાર વિરુદ્ધ બોલવાની આઝાદી અપાય. આ મામલે રવિવારે રાત્રે 10 હજાર દેખાવકારો રાજધાની બેંગકોક સ્થિત ગ્રાન્ડ પેલેસ પહોંચ્યા અને દેખાવો કર્યા. તેમણે સરકાર સામે અને થાઈલેન્ડના રાજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. દેખાવો ઉગ્ર થતાં જોઇ પોલીસે વોટરકેનનનો મારો ચલાવી દેખાવકારોને વેરવિખેર કર્યા હતા. પોલીસની આ કાર્યવાહીથી નાસભાગ મચી જતાં 500થી વધુ લોકો ઘવાયા હતા. અહેવાલ અનુસાર દેખાવોને રોકવા માટે સરકાર બેંગકોકમાં ઈમરજન્સી જાહેર કરી ચૂકી છે. તેનાથી અધિકારીઓને દેખાવકારો પર કાર્યવાહી કરવાની છૂટ મળી ગઈ છે.

લોકોની માગ - સરકારના ટીકાકારોને બોલવાની છૂટ આપો
થાઈલેન્ડના લોકતંત્રમાં સુધારા અંગે જુલાઈથી નાની નાની રેલીઓ યોજાઈ રહી છે પણ દેખાવો 14 ઓક્ટોબરે વિદ્યાર્થી આંદોલનની વર્ષગાંઠે ઉગ્ર થયા જેમાં 1973માં સૈન્ય સરમુખત્યારને સત્તાથી હટાવાયા હતા. દેખાવોમાં મોટી સંખ્યામાં યુવાઓ ભાગ લઈ રહ્યાં છે. યુવાઓની માગ છે કે સરકારના ટીકાકારોની હેરાનગતિ બંધ થાય. તેમને બોલવાની આઝાદી અપાય.

adv

Related News

post
post
post
post
post
post
post