• Home
  • News
  • સારવારમાં એન્ટિબાયોટિકનો વધુ પડતો ઉપયોગ જીવલેણ, જોખમી બેક્ટેરિયા દવાઓ સામે લડવામાં સક્ષમ થઈ રહ્યા છે
post

WHOના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે ઇટાલિયન ડોક્ટરના દાવાને નકારી દીધો કે, કોરોના નબળો નથી પડ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-03 11:44:13

વોશિંગ્ટન: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કોરોના સામે લડવામાં એન્ટિબાયોટિક્સના વધુ પડતા ઉપયોગ પર ચેતવણી આપી છે. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબ્રેયેસસે મીડિયાને જણાવ્યું કે, એન્ટિબાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ જોખમી બેક્ટેરિયાની પ્રતિરક્ષા વધારે છે. આ જીવલેણ સાબિત થઈ શકે છે.

એન્ટિબાયોટિક્સની  વધુ પડતા સેવનથી ખતરનાક બેક્ટેરિયા એક સમય પછી મજબૂત બની જાય છે. ગ્રેબ્રેયેસસે જણાવ્યું કે, માત્ર તે જ કોરોના દર્દીઓની સારવારમાં એન્ટિબાયોટિક્સની જરૂર હોય છે જેમનામાં બેક્ટેરીયલ ચેપનું જોખમ વધારે છે. આવા દર્દીઓ ઓછા હોય છે. ઓછા ગંભીર દર્દીઓને એન્ટિબાયોટિક ટ્રીટમેન્ટ ન આપવી જોઇએ.

ગરીબ દેશોમાં એન્ટિબાયોટિકનો વધારે ઉપયોગ થઈ રહ્યો છેં: WHO

ગેબ્રેયેસસે જણાવ્યું કે, એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સનું જોખમ એ આપણા સમયનો સૌથી મોટો પડકાર છે. તે સ્પષ્ટ છે કે વિશ્વ ગંભીર રીતે મહત્ત્વપૂર્ણ એન્ટિમાઇક્રોબાયલ દવાઓનો ઉપયોગ કરવાની ક્ષમતા ગુમાવી રહ્યું છે. જ્યારે ઘણા ગરીબ દેશોમાં આ દવાઓનો ભારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

WHOનું કહેવું છે કે કોરોના નબળો નથી પડ્યો

WHOનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર માઇક રિયાને ઇટાલિયન ડોક્ટરના દાવાને નકારી કાઢતા કહ્યું કે, કોરોના નબળો નથી પડ્યો. તેથી, બેદરકારીથી લેવી જોઈએ નહીં. ઇટાલીના ટોચના ડોક્ટર અલ્બર્ટો જેન્ગરિલોએ કહ્યું હતું કે, તેમના દેશમાં કોરોનાનું અસ્તિત્વ ક્લિનિકલી સમાપ્ત થઈ ગયું છે. છેલ્લા 10 દિવસમાં હાથ ધરવામાં આવેલી સ્વેબ ટેસ્ટમાં આ વાત સામે આવી છે.

કોરોના પહેલાની જેમ ફેલાઈ રહ્યો છે

WHOની એપિડેમિયોલોજિસ્ટ મારિયા વાને પણ જણાવ્યું કે, કોરોનાની સ્થિતિ બદલાઈ ગઈ છે તેવું સૂચવતા હજી સુધી આવા કોઈ પુરાવા મળ્યા નથી. કોરોના હજી પણ પહેલાની જેમ ફેલાઈ રહ્યો છે.

WHOને ડેટા આપવામાં ચીનનો નકારો

કોરોના રિસર્ચનો ડેટા શેર ન કરવા બદલ WHO પણ ચીનથી નારાજ હતું. ન્યૂઝ એજન્સી એપીએ પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. તેમાં ઉમેર્યું હતું કે, ચીન WHO સાથે ડેટા શેર કરવામાં પણ અચકાતું હતું.

ચીન કોરોનાની જીનોમ બંધારણથી સંબંધિત તથ્યો છુપાવે છે

ચીને કોરોના સંબંધિત જિનેટિક મેપ, જીનોમની સંરચના સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ ઘણા તથ્યો છુપાઇને રાખ્યા હતા. એવી પણ શંકા છે કે ચીને રિસર્ચની ઘણી જાણકારી WHOથી છુપાવી છે. ડેટા શેર કરવાને લઇને ડબલ્યુએચઓના અધિકારીઓ અને ચીનના આરોગ્ય મંત્રાલય વચ્ચે ઇ-મેલ દ્વારા ઘણી વખત ચર્ચા થઈ હતી.

ચીનની આ કાર્યવાહીથી વેક્સિન શોધવામાં વિલંબ થયો

WHOના એક મેલમાં લખ્યું છે કે, ચીનની આ પ્રવૃત્તિઓના કારણે વેક્સિન રિસર્ચ શરૂ કરવામાં વિલંબ થયો છે. WHOને ડેટા મળે તે પહેલાં ચીનના સરકારી મીડિયા આ મેળવતા હતા. WHO અધિકારીઓએ પણ ચીનને મહત્ત્વપૂર્ણ ડેટા પ્રાપ્ત થયાના 15 મિનિટની અંદર ચીની મીડિયામાં કેવી રીતે આવે છે તે અંગે સવાલ કર્યા હતા.

વુહાનમાં 1.1 કરોડ ટેસ્ટ

ચીનમાં ડ્રગ્સની કડક તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ, વુહાનમાં 1.1 કરોડ ટેસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post