• Home
  • News
  • World Cup 2023 : ગ્લેન મેક્સવેલે ભારતમાં બનાવ્યો આ ખાસ રેકોર્ડ, પોલાર્ડ-ડી વિલિયર્સને પણ પાછળ રાખી દીધા
post

જોશ ઈંગ્લીસ અને મિચેલ માર્શે ઓસ્ટ્રેલિયા તરફથી ફિફ્ટી ફટકારી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-17 17:57:19

લખનઉના એકાના સ્ટેડિયમમાં ગઈકાલે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે ODI World Cup 2023ની 14મી મેચ રમાઈ હતી. ટોસ જીતીને શ્રીલંકાની ટીમ 43.3 ઓવરમાં 209 રન બનાવી ઓલઆઉટ થઇ ગઈ હતી. શ્રીલંકાની ઓપનિંગ જોડીએ ટીમને એક મજબૂત શરૂઆત આપી હતી. પથુમ નિસાંકા અને કુસલ પરેરાએ 125 રનની ભાગીદારી કરી હતી. પરંતુ શ્રીલંકાની ટીમ સમગ્ર 50 ઓવર પણ રમી ન શકી અને 209 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે 5 વિકેટ ગુમાવી 35.2 ઓવરમાં લક્ષ્ય પ્રાપ્ત કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ ઈંગ્લીસ અને મિચેલ માર્શે ફિફ્ટી ફટકારી હતી. આ ઉપરાંત લાબુશેને 40 જયારે ગ્લેન મેક્સવેલ 31 રન બનાવી અણનમ રહ્યો હતો. આ દરમિયાન મેક્સવેલે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ 2 છગ્ગા ફટકારવા સાથે જ મેક્સવેલે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

મેક્સવેલે પોલાર્ડને પાછળ છોડ્યો

શ્રીલંકા સામે મેક્સવેલે પોતાની ઇનિંગ દરમિયાન 2 છગ્ગા ફટકારવાની સાથે ભારતમાં ક્રિકેટના તમામ ફોર્મેટ(Most Sixes In India By Visiting Batter)માં સૌથી વધુ છગ્ગા મારનાર વિદેશી બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર કાયરન પોલાર્ડના નામે હતો. પોલાર્ડે 49 છગ્ગા ફટકાર્યા છે. પરંતુ ગઈકાલે શ્રીલંકાની સામે રમાયેલી મેચમાં 2 છગ્ગા ફટકારી મેક્સવેલે પોલાર્ડને પાછળ છોડી દીધો છે. મેકસવેલના નામે કુલ 51 છગ્ગા છે. આ લિસ્ટમાં 48 છગ્ગા સાથે અસગર અફગાન ત્રીજા નંબરપર છે, જયારે એબી ડી વિલિયર્સ 48 છગ્ગા સાથે ચોથા સ્થાને છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ પોઈન્ટ્સ ટેબલ પર 8મા સ્થાને

શ્રીલંકા સામે મળેલી જીત સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમે ODI World Cup 2023માં પોતાનું ખાતું ખોલી લીધું છે. આ અગાઉ રમાયેલી બંને મેચમાં ઓસ્ટ્રેલિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલે મળેલી જીત સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ પોઈન્ટ્સ ટેબલ પર 8મા સ્થાને આવી ગઈ છે. જયારે શ્રીલંકાની ટીમ માટે ODI World Cup 2023ની સેમિફાઈનલથી બહાર થવાનો ખતરો વધી ગયો છે.   


adv

Related News

post
post
post
post
post
post
post