• Home
  • News
  • World Cup 2023 : રોહિત શર્મા પાસે ધોનીથી કપિલ દેવ સુધીના રેકોર્ડ તોડવાની તક, બાંગ્લાદેશ સામે પુણેમાં રચશે ઈતિહાસ!
post

રોહિત શર્માએ ODI World Cup 2023માં 4 ઇનિંગમાં 72ની એવરેજથી 217 રન બનાવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-17 18:01:09

World Cup 2023 : ભારતીય ક્રિકેટ ટીમે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ODI World Cup 2023માં તેની શરૂઆતની ત્રણેય મેચ જીતવામાં સફળ રહી છે. આ સાથે જ ભારતીય ટીમ 6 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ સાથે ટોપ પર છે. 36 વર્ષીય રોહિત શર્માએ ODI World Cup 2023માં 4 ઇનિંગમાં 72ની એવરેજથી 217 રન બનાવ્યા છે. તે ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચે 19 ઓક્ટોબરના રોજ પુણેમાં મેચ રમાશે. જો રોહિત આ મેચમાં એક સારી ઇનિંગ રમવામાં સફળ રહ્યો તો તે પૂર્વ ભારતીય કેપ્ટન મેહેન્દ્ર સિંહ ધોનીથી લઈને કપિલ દેવ સુધી(Rohit Sharma Can Break Record Of Dhoni And Kapil Dev)નો રેકોર્ડ તોડી દેશે.

રોહિત પાસે ધોની અને કપિલ દેવનો રેકોર્ડ તોડવાની તક

એમ.એસ ધોનીએ કેપ્ટન તરીકે ODI World Cup 2011 અને 2015માં અનુક્રમે 214 અને 237 રન બનાવ્યા હતા. રોહિત શર્મા બાંગ્લાદેશ સામે રમાનાર મેચમાં 25 રન બનાવી લીશે તો તે ODI World Cupની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ધોનીથી આગળ નીકળી જશે. આ ઉપરાંત કપિલ દેવે ODI World Cup 1983માં કેપ્ટન તરીકે 303 રન બનાવ્યા હતા. રોહિતને કપિલ દેવનો રેકોર્ડ તોડવા માટે 87 રનની જરૂર છે.

ગાંગુલી લિસ્ટમાં ટોપ પર 

ODI World Cupની એક સિઝનમાં કેપ્ટન તરીકે ભારત તરફથી સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સૌરવ ગાંગુલીના નામે છે. ગાંગુલીએ ODI World Cup 2003માં 465 રન બનાવ્યા હતા, જેમાં 3 સદી પણ સામેલ છે. જયારે વિરાટ કોહલીએ ODI World Cup 2019માં 443 રન બનાવ્યા હતા. જેમાં 5 ફિફ્ટી સામેલ છે. અન્ય કોઇપણ ભારતીય કેપ્ટન ODI World Cupની એક સિઝનમાં 400 રન બનાવી શક્યો નથી. રોહિતને આ લિસ્ટમાં નંબર-1 બનવા માટે 249 રનની જરૂર છે. તેની ફોર્મ જોતા આ રન વધુ નથી એવું કહી શકાય છે.રોહિત શર્મા ODIમાં 3 બેવડી સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. 


adv

Related News

post
post
post
post
post
post
post