• Home
  • News
  • World Cup અફઘાનિસ્તાને કર્યો મોટો ઉલટફેર, પોઈન્ટ ટેબલમાં થયો ફેરફાર, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ખતરામાં!
post

ઈંગ્લેન્ડે હવે ટોપ 4માં આવવા માટે કોઈપણ રીતે હવે બધી મેચ જીતવી પડશે તેમજ નેટ રન રેટ પણ મહત્વનો ભાગ ભજવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-16 18:21:40

World Cup 2023: અફઘાનિસ્તાને રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું હતું. આ વર્લ્ડ કપનો આ પહેલો અપસેટ હતો. હશમતુલ્લાહ શાહિદીની ટીમે 2015 બાદ ODI વર્લ્ડ કપમાં પ્રથમ જીત હાંસલ કરી હતી. આ પરાજયથી સેમિફાઇનલ માટે ક્વોલિફાય થવાની ઇંગ્લેન્ડની આશાને ચોક્કસપણે ફટકો પડ્યો છે. જોકે આ કહેવું ઘણું વહેલું ગણાશે કારણ કે ટીમની હજુ છ મેચ બાકી છે અને અહીંથી જોસ બટલરની ટીમે તમામ મેચ જીતવી પડશે.

ઇંગ્લેન્ડની સાથે સાથે ઓસ્ટ્રેલિયાની ટીમને પણ ખતરો 

આ વખતે વર્લ્ડ કપ 10 ટીમો વચ્ચે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. લીગ રાઉન્ડમાં, એક ટીમનો મુકાબલો બાકીની 9 ટીમો સાથે થશે અને પોઈન્ટ ટેબલમાં ટોચની 4 ટીમો સેમીફાઈનલ માટે ક્વોલિફાય થશે. 2019માં પણ આ જ ફોર્મેટમાં વર્લ્ડ કપ રમાયો હતો અને પછી ભારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતું. ભારતે 7 મેચ જીતી હતી. આવી સ્થિતિમાં, ઇંગ્લેન્ડ માટે વધુ એક કે બે હાર તેના માટે સેમિફાઇનલનો રસ્તો ખૂબ મુશ્કેલ બનાવી શકે છે. એટલું જ નહીં પેટ કમિન્સની ઓસ્ટ્રેલિયન ટીમ પર પણ આ જ ખતરો તોળાઈ રહ્યો છે.

પોઇન્ટ ટેબલ પર બધી ટીમની શું સ્થિતિ?

હાલ ટીમ ઇન્ડિયા પોઈન્ટ તેવળ પર ટોચના સ્થાને છે. ભારતે હાલ 3 મેચ રમી છે અને તે ત્રણેયમાં જીત મેળવી છે. પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલીયાને 6 વિકેટથી, બીજ્જી મેચમાં અફઘાનીસ્તાનને 8 વિકેટથી અને ત્રીજી મેચમાં પાકીસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. ભારત પાસે હાલમાં ત્રણ મેચમાં છ પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ +1.821 છે. આ વર્લ્ડ કપમાં માત્ર ત્રણ ટીમો એવી છે જે હજુ સુધી એકપણ મેચ હારી નથી. ભારત સિવાય ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાની ટીમ એકપણ મેચ હારી નથી. બીજા સ્થાને ન્યુઝીલેન્ડની ટીમ ત્રણ મેચમાં ત્રણ જીત સાથે છે. ટીમના 6 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ +1.604 છે.

adv

Related News

post
post
post
post
post
post
post