• Home
  • News
  • વર્લ્ડ મીડિયામાં જનતા કર્ફ્યુનો ઉલ્લેખ: અલ ઝઝીરાએ લખ્યું- શહેર વેરાન થઈ ગયા, ડોનએ લખ્યું- મોદીની અપીલે રસ્તા પરથી ભીડ ગાયબ કરી દીધી
post

પ્રધાનમંત્રી મોદીએ રવિવાર સવારના સાત વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુની અપીલ કરી હતીc

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 11:05:12

નવી દિલ્હી: પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીની અપીલથી જનતા કર્ફ્યુની અસર દેશભરમાં જોવા મળી હતી. કોરોના વાઈરસ સામેની લડાઈ અને તેની સામે લડી રહેલા લોકોના સમર્થનમાં રવિવાર સાંજે પાંચ વાગ્યે સમગ્ર દેશમાં તાળીઓ અને શંખ વગાડવામાં આવ્યા હતા. જનતા કર્ફ્યુનો ઉલ્લેખ વર્લ્ડ મીડિયામાં જોવા મળ્યો હતો.અલ ઝઝીરાએ લખ્યું કે મોદીની અપીલથી શહેર વેરાન થઈ ગયા. પાકિસ્તાનના ન્યૂઝ પેપર ડોને લખ્યું કે મોદીની અપીલથી માર્ગો પરથી ભીડ ગાયબ કરી દીધી. સાથે બ્રિટન અને રશિયાના મીડિયા હાઉસે પણ જનતા કર્ફ્યુનું કવરેજ કર્યું હતું.

અલ ઝઝીરા 
જનતા કર્ફ્યુથી શહેર વેરાન થઈ ગયા. લોકોએ પ્રધાનમંત્રી મોદીની અપીલનું સમર્થન કર્યું અને ઘરમાં જ રહ્યા. નવી દિલ્હી, મુંબઈ અને કોલકતા જેવા મહાનગરમાં માર્ગો ખાલી થઈ ગયા હતા.


ધ ડોન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલથી રવિવારે લોકો ભારતીય ઘરોની અંદર રહ્યા હતા. જનતા કર્ફ્યુ સ્વૈચ્છિક હતો અને લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ન હતો. પરંતુ મોદીની અપીલથી માર્ગો પરથી ભીડ ગાયબ થઈ ગઈ હતી.

ધ ગાર્ડિયન

બ્રિટનના ન્યૂઝ પેપરે લખ્યું કે પ્રધાનમંત્રીની અપીલની 1.30 અબજ લોકોએ ભરપૂર સમર્થન કર્યુ હતું અને કોરોના વાઈરસનાં સંક્રમણને રોકવા માટે લોકો ઘરમાં જ રહ્યા હતા. કર્ફ્યુ શરૂ થવાની સાથે જ ઘણા રાજ્યોએ લાંબા સમય માટે લોકડાઉનની જાહેરાત કરી દીધી હતી. રેલવેને રોકી દેવામાં આવી. જેમાં દરરોજ 2.3 કરોડ લોકો યાત્રા કરે છે. સાંજે લોકોએ બાલકનીમાં તાળી અને થાળી વગાડી સ્વાસ્થ્ય કર્મચારી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.


રશિયા ટુડે
રશિયાના મીડિયા હાઉસે લખ્યું કે કોવિડ-19 પ્રત્યે જાગૃતતા લાવવા અને સ્થિતિને પહોંચી વળવા માટે ભારતમાં 14 કલાકનો સ્વયંભૂ કર્ફ્યુ લગાવવામાં આવ્યો.આનાથી લોકોની સોશિયલ આઈસોલેશન અને કોરેન્ટાઈનમાં રહેવાની તૈયારીનો પણ ક્યાસ મેળવાયો.પ્રધાનમંત્રીના એ નિવેદનને પણ પ્રકાશિત કરવામાં આવ્યું જેમાં તેમણે દેશવાસીઓને કહ્યું હતું કે આપણે બધા આ કર્ફ્યુનો હિસ્સો બનીએ, જેનાથી દેશને આ મહામારીથી લડવાની શક્તિ મળશે.

બીબીસી

બીબીસીએ લખ્યું કે ભારતમાં એક અબજથી વધારે લોકોએ રવિવારે 14 કલાક જનતા કર્ફ્યુનું પાલન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આનાથી કોરોના વાઈરસ સામે લડવાની વાત કરી હતી. પ્રધાનમંત્રી એ આ પહેલા કહ્યું હતું કે વાઈરસ સામેની લડાઈમાં દેશની તૈયારીની પરીક્ષા થશે. મોદીએ રવિવારે લોકોને સવારના સાતથી રાતના નવ વાગ્યા સુધી ઘરમાં રહેવાની અપીલ કરી હતી.

યૂનાઈટેડ નેશન્સએ ટ્વિટ કરી કહ્યું કે ભારતના લોકોએ પોતાના સાયલન્ટ હીરો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. કોરોના સામે લડનાર યોદ્ધાઓને અમે સલામી આપીએ છીએ જે મહામારીમાં દેશ સાથે પૂરી તાકાતથી ઊભા છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post