• Home
  • News
  • જો દરેક છોકરી 10મા ધોરણ સુધી પણ ભણે તો 2050માં દુનિયાની વસ્તી 150 કરોડ સુધી ઘટી જશે
post

વસ્તી પર નિયંત્રણ અને દુનિયાને શ્રેષ્ઠ બનાવવાની સૌથી સારી રીત છોકરીઓનું શિક્ષણ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-11 09:49:57

નવી દિલ્હી: બ્રૂકિંગ્સ ઈન્સ્ટીટ્યુશનના રિપોર્ટ અનુસાર છોકરીઓના શિક્ષણ અને જન્મદર વચ્ચે ગાઢ સંબંધ છે, કેમ કે શિક્ષણ છોકરીઓને પરિવાર નિયોજનની સમજ આપે છે. તેમને બાળ લગ્ન અને નાની વયે માતા બનતા પણ બચાવે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વર્લ્ડ પોપ્યુલેશન એન્ડ હ્યુમન કેપિટલ ઈન ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીસ્ટડી અનુસાર દરેક છોકરી અને છોકરાને ધોરણ-10 સુધીનું નિયમિત શિક્ષણ મળે તો 2050માં દુનિયામાં વસ્તી 150 કરોડ જેટલી ઓછી હશે. યુએન અનુસાર 2050માં દુનિયાની કુલ વસ્તી 980 કરોડ હશે. 

દુનિયાનું ઉદાહરણ
આફ્રીકામાં મહિલા શિક્ષણની સુવિધાઓ લઘુત્તમ છે. ત્યાં દરેક મહિલા સરેરાશ 5.4 બાળકોને જન્મ આપી રહી છે. જ્યારે જે દેશોમાં છોકરીઓને 10મા ધોરણ સુધીનું શિક્ષણ મળે છે, ત્યાં દરેક મહિલા 2.7 બાળકને જન્મ આપે છે. છોકરીઓ માટે જ્યાં કોલેજ સુધીનું શિક્ષણ છે, ત્યાં 1 મહિલા સરેરાશ 2.2 બાળકને જન્મ આપી રહી છે. 

દેશનું ઉદાહરણ
આ જ ટ્રેન્ડ ભારતમાં છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમના તાજા રિપોર્ટ અનુસાર પ્રતિ એક હજાર પર સૌથી ઓછો જન્મદર કેરળમાં 13.9 છે. તમિલનાડુમાં જન્મદર 14.7 છે. આ રાજ્ય છોકરીઓના શિક્ષણમાં પણ આગળ છે. 2011માં મહિલા સાક્ષરતમાં સૌથી પછાત ત્રણ રાજ્ય રાજસ્થાન (52.7), બિહાર (53.3), ઉત્તર પ્રદેશ (59.5) હતા. રાજસ્થાનમાં જન્મદર 23.2, બિહારમાં 25.8 અને ઉત્તર પ્રદેશમાં 24.8 છે. 

છેલ્લાં 200 વર્ષમાં આ મોટા પડકારો માનવીએ ઉકેલ્યા
સાક્ષરતા : 406 કરોડ બાળકોના શિક્ષણની વ્યવસ્થા કરી
18
મી સદીના પ્રારંભમાં જ્યારે વસ્તી ઝડપથી વધવાની શરૂ થઈ ત્યારે 100માંથી 83 બાળકોના શિક્ષણની કોઈ સુવિધા ન હતી. આ બાળકો સાક્ષર થઈ શકતા ન હતા. 100 કરોડની વસ્તીમાં ત્યારે માત્ર 10 કરોડ લોકો જ સાક્ષર હતા. થોડો સુધારો થયો તો 1930માં 15 વર્ષથી વધુની ઉંમરનો દર ત્રીજો વ્યક્તિ સાક્ષર થવા લાગ્યો. હવે દુનિયામાં 86% લોકો સાક્ષર છે. આજે દુનિયામાં 15 વર્ષથી વધીની ઉંમરના લોકોની વસ્તી 504 કરોડ છે. જેમાંથી લગભગ 85% એટલે કે 406 કરોડ લોકો સાક્ષર છે. 

ગરીબી : 94% લોકોને દારુણ ગરીબીમાંથી બહાર કાઢ્યા 
1820
સુધી એક નાનકડા વર્ગને જ સુખી જીવનની સુવિધાઓ પ્રાપ્ત હતી. 100માંથી માત્ર 6  લોકો જ સારું જીવન જીવતા હતા. બાકીના 94% અત્યંત ગરીબ હતા. 1950માં દુનિયાના બે-તૃતિયાંશ લોકો અત્યંત ગરીબ હતા. જ્યારે 1981માં આ આંકડો ઘટીને 42% થઈ ગયો. 2015માં અત્યંત ગરીબ વસ્તી 10%થી નીચે થઈ ગઈ. તેને છેલ્લા 200 વર્ષની સૌથી મોટી ઉપલબ્ધિ કહેવાય છે. યુએન અનુસાર, 200 વર્ષમાં દુનિયાએ વસ્તીના 94% ભાગને ગરીબીમાંથી બહાર કાઢ્યો છે. 

આઝાદી : 1% લોકો લોકશાહીમાં રહેતા હતા, હવે 56% રહે છે
1820
સુધી 100માંથી માત્ર એક વ્યક્તિ લોકશાહી દેશમાં જન્મ લેતો હતો. આજે દુનિયાના 56% લોકો લોકશાહી દેશોમાં રહે છે. 19મી સદીમાં વસ્તીનો એક તૃતિયાંશથી વધુ ભાગ કોલોનિયલ શાસનમાં રહેતો હતો અને લગભગ તમાન અન્ય લોકો રાજાશાહી કે સરમુખત્યારશાહીવાળા દેશોમાં રહેતા હતા. 20મી સદીમાં દુનિયા ઘણી બદલાઈ ગઈ. કોલોનિયલ સામ્રાજ્ય સમાપ્ત થયા અને વધુને વધુ દેશ લોકશાહી થતા ગયા. દુનિયામાં લોકશાહી વસ્તીની સંખ્યા સતત વધી રહી છે.  

છોકરીઓનો સાક્ષરતા અને જન્મદર 

રાજ્ય

સાક્ષરતા

જન્મદર

કેરળ

92%

13.90%

તમિલનાડુ

73%

14.70%

હિમાચલ

76%

15.70%

ઉત્તરાખંડ

71%

15.00%

ભારત સરેરાશ

65%

20

સ્રોત: સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ

વસ્તી વધારો ક્યાં જઇને અટકશે?
દુનિયાની વસ્તીને 700થી 800 કરોડ થવામાં 13 વર્ષ (વર્ષ 2023) લાગશે. 800થી 900 કરોડ થવામાં 14 વર્ષ (વર્ષ 2037) લાગશે. વસ્તી વધારાનો દર ઘટી રહ્યો છે, આથી 900થી 1000 કરોડ થવામાં 20 વર્ષ (વર્ષ 2057) જેટલો સમય લાગશે. 

દુનિયામાં અત્યાર સુધી કેટલા જન્મ થયા છે
10
હજાર 800 કરોડ લોકો અત્યાર સુધી દુનિયામાં જન્મી ચુક્યા છે અને વર્તમાન વસ્તી 707 કરોડ તેના માત્ર 6.5% છે.

આપણું સરેરાશ આયુષ્ય હજુ કેટલું વધશે
ઇ.સ. 2045 સુધી આયુષ્ય 6 વર્ષ વધી જશે. 25 વર્ષ પછી મનુષ્યનું સરેરાશ આયુષ્ય 77 વર્ષ હશે. 
ઇ.સ. 2100 માં આ 83 વર્ષ થઈ જશે. અત્યારે દુનિયામાં સરેરાશ આયુષ્ય 71 વર્ષ છે. 2000માં 67 વર્ષ હતું. 

દરેક જન્મથી ધરતી પર કેટલી અસર
દરેક અમેરિકન બાળક પોતાના સમગ્ર જીવનમાં વાતાવરણમાં 10 હજાર મેટ્રિક ટન CO2 વધારે છે. કોઈ ચાઈનીઝ બાળકની સરખામણીમાં આ 5 ગણું વધુ છે. ભારતમાં માથાદીઠ કાર્બન ઉત્સર્જન 1.73 મેટ્રિક ટન છે. 

સૌથી ઓછો પ્રજનન દર ક્યાં છે
દુનિયામાં સૌથી ઓછો પ્રજનન દર તાઈવાનમાં છે. 2.38 કરોડની વસ્તીવાળા આ દેશમાં દરેક મહિલા 1.21 બાળકને જન્મ આપે છે. મોલ્દોવામાં દરેક મહિલા 1.23 બાળકો અને પોર્ટુગલમાં 1.24 બાળકોને જન્મ આપી રહી છે. ભારતમાં પ્રજનન દર 2.0 છે. 

લોકોનું સરેરાશ આયુષ્ય સૌથી ઓછું ક્યાં
આફ્રિકાના દેશ નાઈજરમાં લોકોની સરેરાશ આયુષ્ય માત્ર 15.2 વર્ષ છે. આ દુનિયાનો સૌથી વધુ યુવાન વસ્તીવાળો દેશ છે. ભારતમાં 15-59 વર્ષની વસ્તી દુનિયામાં સૌથી વધુ છે. વસ્તીનો 60% ભાગ તેમાં આવે છે. 

માનવનું પારણું’: આફ્રિકાની ગુફાઓને ગાર્ડન ઓફ ઈડન કહે છે
સ્ટ્રકફોન્ટિન ગુફાઓ વિશે એવો દાવો છે કે, હોમો સેપિયન્સ, એટલે કે આપણે મનુષ્ય લગભગ બે લાખ વર્ષ પહેલા આફ્રિકાની આ ગુફાઓમાં સૌ પ્રથમ જન્મ્યા હતા. આફ્રિકામાં જોહાનસબર્ગથી 40 કિમીના અંતરે આ ગુફાઓ છે. અહીં, અનેક સ્થળે મનુષ્યના પ્રારંભિક કાળના અવશેષ મળ્યા છે. વિટવોટર્સરે બેઝિનમાં 47 હજાર હેક્ટરમાં ફેલાયેલા આ વિસ્તારને મનુષ્યનું પારણુંએટલે કે ક્રેડલ ઓફ હ્યુમન કાઈન્ડકહેવાય છે. એ સ્થાન જ્યાં માનવીય સભ્યતાનો વિકાસ થયો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post