• Home
  • News
  • વુહાનમાં મોતના નવા આંકડા જાહેર, તેમા 50 ટકાનો વધારો થયો; ચીને સ્વીકાર્યુ-ઘણા મોતનું કારણ જાણવામાં ભૂલ થઈ
post

પહેલા ચીને કહ્યું હતું-વુહાનમાં 2579 મોત થયા, હવે મૃત્યુઆંક 3869 છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-18 08:52:36

વુહાન: ચીનના વુહાનમાં કોરોના વાઈરસના સંક્રમણથી થયેલા મોતના નવા આંકડા જાહેર કરાયા છે. તેમાં 1290 મોત એટલે કે 50 ટકાનો વધારો કરાયો છે. નેશનલ હેલ્થ કમીશને જણાવ્યું છે કે વુહાનમાં 3869 મોત થયા છે. પહેલા આ મૃત્યુઆંક 2579 હતો. વુહાનમાં પોઝિટિવ કેસની સંખ્યામાં પણ 325નો વધારો થયો છે. અહીં કુલ પોઝિટિવ કેસ 50 હજાર 333 થયો છે. હવે ચીનમાં પોઝિટિવ કેસ 82 હજાર 692 અને મૃત્યુઆંક 4632 થયો છે.


ચીનના હુબેઈ વિસ્તારની રાજધાની વુહાનમાંથી શરૂ થયેલો કોરોના વાઈરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સી મુજબ ચીને સ્વીકાર્યું છે કે ઘણા કેસમાં મોતનું કારણ જાણવામાં ભૂલ થઈ છે અથવા ઘણા કેસની જાણ જ ન થઈ શકી. કોવિડ-19 પ્રિવેન્શન એન્ડ કંટ્રોલની વિહાન સ્થિત મુખ્ય ઓફિસના કહેવા મુજબ આંકડામાં સંશોધન સંબંધિત નિયમ અને કાયદા મુજબ કરાયું છે. હવે કોરોના સાથે જોડાયેલી જાણકારી પારદર્શક અને સાર્વજનિક છે તેમજ આંકડા પણ સાચા છે.


આંકડો ખોટો હાવાના ચાર કારણ જણાવ્યા

1. કોરોના મહામારીમાં શરૂઆતના દિવસોમાં દર્દીઓની વધતી સંખ્યાને કારણે ઘણા લોકોને હોસ્પિટલમાં સારવાર ન મળી શકી. એના કારણે ઘણા દર્દીઓના ઘરે જ મોત થયા.

2.  
દર્દીઓની સારવાર દરમિયાન હોસ્પિટલ પોતાની ક્ષમતા કરતા વધારે કામ કરી રહી હતી. દર્દીઓને બચાવવા માટે અને સારવાર માટે સ્વાસ્થ્ય કર્મચારીઓને પહેલેથી જ તૈયાર કરાયા હતા. જેનાથી ખોટું અને ભ્રમિત કરનાર રિપોર્ટિંગ થયું.

3.
હુબેઈ વિસ્તારના વુહાન શહેરમાં હોસ્પિટલમાં ઝડપથી વધારો થવાના કારણે અમુક હોસ્પિટલ મહામારી સૂચના નેટવર્કમનાં ન જોડાઈ શકી અને સમયસર ડેટા રિપોર્ટ ન થયો. તેમા ખાનગી હોસ્પિટલ અને અન્ય આરોગ્ય સંસ્થા સામેલ છે.

4.
મૃતકોમાં અમુકની પ્રાથમિક નોંધાવેલી જાણકારી અધૂરી હતી અને રિપોર્ટિંગમાં ભૂલો હતી.


અમેરિકાએ ચીનના આંકડાને ખોટા ગણાવ્યા હતા
સમગ્ર વિશ્વએ ચીન દ્વારા રોજ જાહેર કરવામાં આવતા આંકડાનો ખોટા ગણાવ્યા હતા. અમેરિકાએ પણ ચીનના  આંકડા ઉપર શંકા વ્યક્ત કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી વાર મોતના આંકડાને છૂપાવવાને લઈને ચીન ઉપર નિશાન સાધી ચૂક્યા છે. તેમણે વિશ્વ આરોગ્ય સંસ્થા પર પણ ચીનનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો છે અને તેનું ફંડિંગ રોકી દીધું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post