• Home
  • News
  • ઝાયડસે રેમડેક બ્રાંડ હેઠળ સૌથી સસ્તું રેમડેસિવીર ઇન્જેક્શન લોન્ચ કર્યું, 100 mg વાયલનો ભાવ રૂ. 2800
post

રેમડેસિવીરના ઉત્પાદન અને વેચાણ માટે અમેરિકાની ગિલેડ સાયન્સિસ સાથે કરાર

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-14 09:04:46

અમદાવાદ: ઝાયડસ કેડિલાએ આજે જાહેરાત કરી છે કે તેણે ભારતીય બજારમાં રિમડેક બ્રાન્ડ નામથી રેમડેસિવીરના ઇન્જેક્શન લોન્ચ કર્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે, આ લાયોફ્રિલાઇઝ્ડ ઈન્જેકશનની 100 મિલીગ્રામની કિમત રૂ. 2800 રાખવામાં આવી છે. રેમડેસિવીર કોરોના વાયરસના ઇલાજમાં અત્યારે સૌથી વધુ વપરાતી દવા છે. કંપનીએ દાવો કર્યો છે કે તેમની બ્રાંડ એ ભારતની સૌથી સસ્તી રેમડેસિવીર બ્રાંડ છે.

લોકોને સરળતાથી અને ઝડપી મળે તેવા પ્રયત્નો
કેડિલા હેલ્થકેરના મેનેજીંગ ડિરેક્ટર શર્વિલ પટેલે જણાવ્યું કે, રેમડેક એ સૌથી પરવડે તેવી દવા છે. આના દ્વારા લોકોને કોવિડ-19ની સારવાર સરળતાથી અને ઝડપી મળે તેવા અમારા પ્રયત્નો રહેશે. રેમડેસિવીરના ઉત્પાદન અને વેચાણ માટે ઝાયડ્સે જૂન 2020માં અમેરિકાની ગિલેડ સાયન્સિસ ઇંક સાથે નોન એક્સક્લુઝિવ કરાર કર્યો છે. આ દાવાને અમેરિકન ઓથોરિટી US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) તરફથી કોરોનાના ઈલાજ માટે માન્યતા મળી છે.

કોરોનાની રસી માટે બીજા તબક્કાનું ટ્રાયલ શરુ
ગ્લોબલ હેલ્થકેર કંપની ઝાયડસે જણાવ્યું હતું કે, તેની પ્લાઝમિડ DNA વેક્સિન ઝાયકોવ-ડી (ZyCoV-D) નું હ્યુમન ક્લિનિકલ ટ્રાયલનું પહેલા તબક્કામાં સફળ પરિક્ષણ થયું છે. ZyCoV-Dના ફેઝ-1ના ક્લિનિકલ ટ્રાયલમાં સામે આવ્યું કે આ દવા સલામત છે અને બિમારીને સારી રીતે ટોલરેટ કરી શકે છે. કંપનીએ 15 જુલાઈથી કોરોના વેક્સિનનું માણસો પર ટ્રાયલ શરુ કર્યું હતું. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફેઝ-1ના સફળ પરિક્ષણ બાદ હવે બીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ 6 ઓગસ્ટથી શરુ કરવામાં આવ્યું છે. ફેઝ-2માં કંપની ભારતમાં તબક્કાવાર 1000 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ્સ કરશે.

કોરોના માટે જે ઈન્જેકશનની તંગી હતી એવા 9 લાખ ઈન્જેકશન દર મહિને ગુજરાતમાં બનશે
કોરોનાનાં સમયમાં દર્દીઓને ખૂબ મદદરૂપ થતા રેમેડિસવીર ઈન્જેકશનની સમાન ગુજરાતની બે કમ્પની મહિને 9 લાખ ઈન્જેકશન બનાવશે. જેમાં ઝાયડ્સ કેડીલા મહિને 6 લાખ અને બ્યુટીગલાઈફ સાયન્સ 3 લાખ ઈન્જેકશન બનાવશે જે આવતી કાલથી બજારમાં ઉપલબ્ધ થશે તેવી વિગત ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર હેમંત કોસિયાએ જણાવી હતી.

કોરોનાનાં સમયમાં અત્યંત બીમાર દર્દીઓને જીવતદાન સમય આપતા રેમેડિસવીરની જેવાજ ઈન્જેકશન હવે દર મહિને ગુજરાતમાં 9 લાખ બનશે.જેમાં ઝાયડ્સ કેડીલા રેમડેક નામે આ ઈન્જેકશન બજારમાં ઉપલબ્ધ કરશે જ્યારે આ ઈન્જેકશનની કિંમત રેમડિસેવીર કરતા ઓછી હશે.

રેમડેક ઈન્જેકશન હવે 2800 રૂપિયામાં ઉપલબ્ધ થશે જે રેમડિસેવીર ઈન્જેકશન અગાઉ 6 હજાર રૂપિયા સુધી મળતા હતા.જેનાથી ગુજરાત અને દેશના અનેક દર્દીઓને તેનો લાભ થશે.

હેમંત કોસિયાએ જણાવ્યું હતું કે ઝાયડ્સ કેડીલા રેમડેક ઈન્જેકશન એ રમદેસવીર ઈન્જેકશન સમાન છે જે ટેકનોલોજીથી બનાવમાં આવ્યા છે જે શરીરમાં ઝડપથી ડાયલયુટ થશે અને જલ્દી અસર કરશે. હવે ગુજરાતમાં આ ઈન્જેકશન બનવાથી ગુજરાત અને દેશમાં તેનો લાભ થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post