• Home
  • News
  • સુરતમાં ગેસથી ફુગ્ગા ફુલાવતી વખતે વધુ પડતા પ્રેશરથી ગેસના બાટલામાં બ્લાસ્ટ, 1નું મોત, 2ને ઇજા
post

પુણાગામ વિસ્તારમાં મહાવીર સર્કલ નજીક ફુગ્ગાનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-16 17:46:13

સુરત: સુરતમાં પતંગની સાથે સાથે ફુગ્ગાઓ પણ ખૂબ મોટા પ્રમાણમાં વેચાતા હોય છે. ઘણા લોકો રોજગારી મેળવવા માટે ગેસનો જે બોટલો હોય છે એનાથી ફુગ્ગા ભરતા હોય છે અને વેચાણ કરતા હોય છે. આ જ પ્રકારે ફુગ્ગાનો વેચાણ કરતા, ફુગ્ગા ફુલાવવા દરમિયાન વિસ્ફોટ થયો અને યુવકનું મોત થઈ ગયું છે. આ દુર્ઘટનાનાં દૃશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયાં હતાં. કાર્બન પાણી અને ચૂનાના મિશ્રણ બાદ પ્રેશર વધી જતાં સમગ્ર દુર્ઘટના સર્જાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

બ્લાસ્ટના સીસીટીવી સામે આવ્યા
પુણાગામ વિસ્તારમાં મહાવીર સર્કલ નજીક ફુગ્ગાનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. કૈલાસ ગંગારામ વાગડિયા નામનો યુવક ફુગ્ગામાં ગેસ ભરીને વેચતો હતો. એકાએક જ ફુગ્ગામાં ગેસ ભરતી વખતે બ્લાસ્ટ થયો હતો. સામાન્ય રીતે આવા કિસ્સાઓ બનતા નથી, પરંતુ એ કેટલું જોખમી થઈ જાય છે. એ સીસીટીવીનાં દૃશ્યો પરથી જોઈ શકાય છે. શનિવારના દિવસે રાતે ફુગ્ગો ફુલાવતી વખતે ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો.

બોમ્બ જેવો ધડાકો થયો
સુરતના પુણા વિસ્તાર અને પર્વત પાટિયા વિસ્તારમાં યુવક ગેસ વડે ફુગ્ગો ફુલાવી રહ્યો હતો.. એ દરમિયાન જ એકાએક પ્રેશર વધી જતાં ગેસની બોટલ ધડાકા ફાટી હતી. બોમ્બવિસ્ફોટ થયો હોય એ પ્રકારે ધડાકાભેર અવાજ આવતાં આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા. બ્લાસ્ટ થતાંની સાથે જ યુવકને ગંભીર ઈજા થઈ હતી એને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું તેમજ લારીની આસપાસ ઊભેલા બે લોકોને પણ સામાન્ય ઇજા થઈ હતી.

નાનાં બાળકો વધુ ખરીદી કરે છે
ઘણા લોકો થ્રી-વ્હીલર સાઇકલ ઉપર ગેસ-સિલિન્ડર લઈને અલગ અલગ વિસ્તારોમાં ફુગ્ગા વેચવા માટે નીકળતા હોય છે. ગ્રાહક માગે એ રીતે ફુગ્ગામાં પ્રેશરથી ગેસ ભર્યા બાદ તેઓ વેચતા હોય છે. આવી સ્થિતિમાં વિશેષ કરીને નાનાં બાળકો ખરીદી કરવા માટે વધુ આવતાં હોય છે. જે રીતે હાલ ગેસ- સિલિન્ડર ફાટવાના કારણે યુવાનનું મોત થયું છે એ જોતાં આવી ઘટના ગમે ત્યાં પણ બની શકે છે.

ફુગ્ગાનું વેચાણ જોખમી બની શકે છે
તેઓ ફુગ્ગાનું વેચાણ કરવા માટે અલગ અલગ સોસાયટીઓમાં બજારમાં પણ લોકો ઊભા રહે છે અથવા તો ફરતાં ફરતાં ફુગ્ગાનું વેચાણ કરતા હોય છે. આ પ્રકારે જ્યારે સિલિન્ડર બ્લાસ્ટ થાય છે ત્યારે જીવ પર જતો રહે છે. સુરતમાં બનેલી આ ઘટના ખરેખર લાલબત્તી સમાન છે. વધુપડતા પ્રેશરને કારણે ગેસ-સિલિન્ડર ફાટતાં હવે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post