• Home
  • News
  • પગભર થવામાં થશે મદદ:રાજ્યમાં SCના 464 લાભાર્થીઓને 10 કરોડનું ધિરાણ, પહેલી વાર કોમ્પ્યુટરાઇઝડ ડ્રો દ્વારા પસંદગી કરાઈ
post

બન્ને યોજનાઓ મળીને કુલ 464 લાભાર્થીઓને કુલ 10.15 કરોડ રૂપિયાનું ધિરાણ ડ્રો દ્વારા કરવામાં આવ્યું.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-28 18:15:27

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓની આજરોજ લકી ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા 464 લાભાર્થીઓની 10.15 કરોડ રૂપિયાના યોજનાકીય લાભો આપવામાં આવશે. આ લકી ડ્રોનું આયોજન સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયા સહિત ભિખુસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.

કોમ્પ્યુરાઈઝ્ડ ડ્રો દ્વારા લાભાર્થીઓની પસંદગી
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગરની ભારત સરકારના NSFDC નવી દિલ્હી સહયોગી યોજનાઓમાં નાના પાયાની યોજનામાં 15 લાભાર્થીઓને 1.42 કરોડ રૂપિયા, માલ વાહક ફોર વ્હીલર યોજનામાં 24 લાભાર્થીઓને 1.42 કરોડ રૂપિયા, ફોર વ્હીલર પેસેન્જર ટેક્ષી યોજનામાં 16 લાભાર્થીઓને 0.89 કરોડ રૂપિયા એમ મળીને કુલ 2.53 કરોડ રૂપિયાના ધિરાણ માટે કુલ 55 લાભાર્થીઓની પસંદગી માટે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો કરવામાં આવ્યો હતો.

યોજના

લાભાર્થીઓની સંખ્યા

રૂપિયા

નાના પાયાની યોજના

289

4.05 કરોડ

મારૂતી સુઝુકી ઇકો યોજના

25

1.19 કરોડ

થ્રી વ્હીલરની યોજના

95

2.38 કરોડ

અન્ય

55

2.53 કરોડ

કુલ

409

7.62 કરોડ

464 લાભાર્થીઓને 10.15 કરોડ રૂપિયાનું ધિરાણ
ઉપરાંત રાજ્ય સરકાર સહાયિત યોજનાઓમાં નાના પાયાની યોજનામાં 289 લાભાર્થીઓને 4.05 કરોડ રૂપિયા, મારૂતી સુઝુકી ઇકો યોજનામાં 25 લાભાર્થીઓને 1.19 કરોડ રૂપિયા તેમજ થ્રી વ્હીલરની યોજનાઓમાં 95 લાભાર્થીઓને 2.38 કરોડ રૂપિયા મળીને કુલ રકમ 7.62 કરોડ રૂપિયાના ધિરાણ માટે કુલ 409 લાભાર્થીઓની પસંદગી કરવા કોમ્પ્યુટરાઇઝડ ડ્રો કરાયો હતો. બન્ને યોજનાઓ મળીને કુલ 464 લાભાર્થીઓને કુલ 10.15 કરોડ રૂપિયાનું ધિરાણ ડ્રો દ્વારા કરવામાં આવ્યું.

અધિક મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ હાજર
આ પ્રસંગે વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, નિગમના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ સોલંકી તેમજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.​​​

 

adv

Related News

post
post
post
post
post
post
post