• Home
  • News
  • રાજકોટ જિલ્લાનું પરિણામ 64.08 ટકા, 231 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો
post

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પરિણામ મોરબીમાં 64.62 ટકા અને સૌથી ઓછું પરિણામ અમરેલીમાં 53.30 ટકા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-09 11:58:17

રાજકોટ: આજે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો.10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લાનું ધોરણ 10નું પરિણામ 64.08 ટકા આવ્યું છે. 231 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 2524 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. મહત્વનું છે કે ગત વર્ષે રાજકોટ જિલ્લાનું પરિણામ 73.92 ટકા આવ્યું હતું. જે આ વર્ષે ઘટીને 64.08 ટકા પરિણામ જાહેર થયું છે. રાજ્યભરમાંથી ફક્ત 1671 વિદ્યાર્થીઓ જ એ-વન ગ્રેડ મેળવી શક્યા છે. જ્યારે 23,754 વિદ્યાર્થીઓએ એ-ટુ અને 58,128 વિદ્યાર્થીઓએ બી-વન ગ્રેડ મેળવ્યો છે. પરીક્ષાનું પરિણામ જાણવા માટે શિક્ષણ વિભાગની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન જોઈ શકાશે. શાળામાં પરિણામ વિતરણ માટેની તારીખ આવનારા સમયમાં બોર્ડ જાહેર કરશે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પરિણામ મોરબી જિલ્લામાં 64.62 ટકા અને સૌથી ઓછુ પરિણામ અમરેલી જિલ્લામાં 53.30 ટકા આવ્યું છે.  

સૌરાષ્ટ્રના તમામ જિલ્લાનું પરિણામ
મોરબીમાં 64.62 ટકા દેવભૂમિ દ્વારકામાં 63.95 ટકા, પોરબંદરમાં 59.52 ટકા, જામનગરમાં 57.82 ટકા, ભાવનગર જિલ્લામાં 56.17 ટકા, ગીર સોમનાથ જિલ્લામાં 54.25 ટકા, જૂનાગઢ જિલ્લામાં 53.75 ટકા અને અમરેલી જિલ્લામાં 53.30 ટકા પરિણામ જાહેર થયું છે.

રાજકોટ જિલ્લાનું કેન્દ્રવાર પરિણામ (ટકામાં) 
1.
ભાયાવદર- 41.15
2.
ધોરાજી- 67.33
3.
ગોંડલ- 67.07
4.
જેતપુર- 61.30
5.
જસદણ- 49.09
6.
લક્ષ્મીનગર- 76.23
7.
કરણપરા- 49.88
8.
ઉપલેટા- 49.24
9.
રેસકોર્ષ- 74.10
10.
રણછોડ નગર- 63.26
11.
જામકંડોરણા- 34.81
12.
દેરડી કુંભાજી- 78.43
13.
પડધરી- 58.44
14.
વિંછીયા- 42.21
15.
આટકોટ- 65.96
16.
ખામટા- 82.90
17.
વીરપુર (જલારામ)- 70.99
18.
ભક્તિ નગર- 74.03
19.
માલવિયા નગર- 77.13
20.
કોઠારીયા- 63.82
21.
કોટેચા નગર- 71.91
22.
વૈશાલી નગર- 87.06
23.
પોપટપરા- 61.48
24.
ચાંદલી- 43.20
25.
બજરંગ વાડી- 64.66
26.
નવા થોરાળા- 55.90
27.
કસ્તુરબધામ (ત્રંબા)- 56.22
28.
આંબરડી- 53.76
29.
ભાડલા- 32.95
30.
અમરાપર (રાજ)- 36.64
31.
કોટડા સાંગાણી- 48.23
32.
કુવાડવા- 48.74

33. મોટી પાનેલી- 35.45

34. વાધ્નદ્ર- 61.72
35.
રૂપાવટી- 93.58
36.
અમરનગર- 29.86
37.
મોવિયા- 56.36
38.
સરધાર- 51.11

 

adv

Related News

post
post
post
post
post
post
post