• Home
  • News
  • દેશમાં કોરોનાના 10 હજાર કેસ માત્ર અમદાવાદ અને મુંબઈમાં, ગુરુવારે દેશભરમાં નવા 1831 દર્દી મળ્યા
post

દેશમાં સંક્રમિતો 34,661 થયા, મુંબઈમાં 6875 તો અમદાવાદમાં 3026 કેસ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-01 12:03:55

નવી દિલ્હી: લૉકડાઉનનો બીજો તબક્કો પૂરો થવામાં માત્ર ત્રણ દિવસ બચ્યા છે. પરંતુ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 34661 થઈ ગઈ છે. ગુરુવારે દેશભરમાં નવા 1831 દર્દી મળ્યા હતા. સૌથી વધુ સંક્રમિત ધરાવતું રાજ્ય મહારાષ્ટ્ર છે ત્યાં આ આંકડો 10 હજારને પાર થઈ ગયો છે. ગુરુવારે 583 નવા કેસની સાથે મહારાષ્ટ્રમાં આ આંકડો 10498 પર પહોંચ્યો છે.  સંક્રમણની રીતે અત્યંત ખરાબ રીતે અસરગ્રસ્ત શહેરોની વાત કરીએ તો મુંબઈ પ્રથમ અને અમદાવાદ બીજા ક્રમે છે. બંને શહેરોમાં લગભગ 10 હજાર લોકો સંક્રમિત છે જે રાષ્ટ્રીય આંકડાનો ત્રીજો ભાગ જેટલો હિસ્સો છે. મુંબઈમાં 290 કેસો સાથે કુલ 6875 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તો અમદાવાદમાં ગુરુવારે મળેલા 249 નવા કેસ સાથે આંકડો 3026 પર પહોંચ્યો છે. ગુરુવારે ગુજરાતમાં 313, રાજસ્થાનમાં 163, તમિલનાડુમાં 161, દિલ્હીમાં 125 અને આંધ્રપ્રદેશમાં 71 દર્દી મળ્યા હતા. પંજાબમાં સંક્રમિતોની સંખ્યા એકાએક વધવા માંડી છે. અહીં થોડા સમય પહેલાં મહારાષ્ટ્રના નાંદેડથી 3525 શ્રદ્ધાળુ પરત ફર્યા છે. આ કારણે અહીં નવા કેસ વધી રહ્યા છે. ગુરુવારે પંજાબમાં 163 કેસ નવા મળ્યા. જેમાંથી માત્ર 76 કેસ અમૃતસરમાંથી મળ્યા હતા.બીજીબાજુ સીઆરપીએફની દિલ્હી સ્થિત બટાલિયનમાં વધુ છ જવાન પોઝિટિવ મળ્યા છે.
બિહાર સરકારનો તર્ક- લાખો લોકો પાછા ફરશે, તેથી બસોમાં તેમને લાવતા મહિનાઓ નીકળી જશે

·         પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંઘે કહ્યું- રાજ્યમાં 10 લાખથી વધુ પ્રવાસી છે. તેમાં 70 ટકા બિહારના છે. બસોથી આટલા લોકોને મોકલી શકાય નહીં. પૂરતા સ્ક્રીનિંગની સાથે સુરક્ષિત રીતે માત્ર ટ્રેનોમાં જ તેમને મોકલવા સંભવ છે.

·         તેલંગાણાના મંત્રી ટી. શ્રીનિવાસ યાદવે કહ્યું કે રાજ્યમાં 15 લાખ પ્રવાસી છે. તેમાંથી મોટા ભાગના બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના છે. જો તેમને બસોમાં મોકલીશું તો તેમના રાજ્યમાં પહોંચતા 3-5 દિવસ લાગશે. આટલી લાંબી યાત્રાએ તેમને બસોમાં મોકલવા યોગ્ય નથી.

·         બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું કે રાજ્યમાં પરત ફરનારાની સંખ્યા બહુ મોટી છે. આ સંખ્યા 27 લાખથી વધુ છે. બસો પર જ નિર્ભર રહીશું તો બધાને લાવવામાં મહિનાઓ લાગી જશે. નોનસ્ટોપ ટ્રેનો ચાલવી જોઇએ.

·         કેરળના સીએમ પિનરાઇ વિજયને કહ્યું કે રાજ્યમાં 3.60 લાખ પ્રવાસી મજૂર છે. બસમાં મોકલવાથી સંક્રમણ ફેલાવવાનું જોખમ રહેશે.

·         તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસામીએ કહ્યું કે કેન્દ્રની સ્પષ્ટ ગાઇડલાઇનની રાહ જોવાય છે. જ્યારે કર્ણાટક સરકારે કહ્યું કે આવનારી બસોનો ખર્ચ લોકોએ જ ભરવાનો રહેશે.

કેન્દ્રનો નિર્દેશ: ટ્રકો માટે અલગ પાસની જરૂર નથી
ગૃહમંત્રાલયે ગુરુવારે સ્પષ્ટ કર્યું કે લૉકડાઉન દરમિયાન એક રાજ્યમાંથી બીજામાં જવા ટ્રકો માટે અલગથી પાસની જરૂર નથી. જોકે આ છૂટ માત્ર સામાન લઇ જઇ રહેલા કે ડિલિવરી આપી પરત ફરતા ટ્રકો માટે જ છે.


મધ્યપ્રદેશની સરહદે અટકાવતા મજૂરોનો હંગામો
મહારાષ્ટ્રથી યુપી, બિહાર અને રાજસ્થાન પરત થઇ રહેલા મજૂરોને સેંધવા પાસે મધ્યપ્રદેશની સરહદે અટકાવી દેવાયા. ગુરુવારે સવારે અહીં એક હજારથી વધુ મજૂર ભેગા થઇ ગયા. તેમણે 2 કલાક સુધી હાઇવે જામ કરી હંગામો કર્યો. દરમિયાન જિલ્લા તંત્રે આ લોકોનું સ્ક્રીનિંગ કરાવ્યું. કલેક્ટર અને એસપી સરહદે પહોંચ્યા બાદ તેમની રવાનગી કરાઇ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post