• Home
  • News
  • 150 પશુને કતલખાને લઈ જતી 10 ટ્રક ઝડપાઈ:ઘાસચારા વગર ખીચોખીચ ભરેલાં હતાં પશુઓ, ડ્રાઇવરોનો બચાવવા આવેલા જીવદયાપ્રેમીઓ પર હુમલો
post

પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે થોડા દિવસ પહેલા પણ કતલખાને લઈ જવાતા ઘેટા બકરાઓને બચાવ્યાં હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-18 17:54:26

બનાસકાંઠા: પાલનપુરના ચિત્રાસણી પાસેથી 150 જેટલાં પશુઓને કતલખાને લઈ જતી 10 ટ્રકને જીવદયાપ્રેમીઓએ ઝડપી પાડી હતી. રાજસ્થાન તરફથી આવતી 10 ટ્રકને ચિત્રાસણી નજીક રોકાવી હતી. એ દરમિયાન જીવદયાપ્રેમીઓ પર ડ્રાઈવરોએ હુમલો કર્યો હતો. જોકે તેમ છતાં જીવદયાપ્રેમીઓએ હિંમત કરીને ટ્રકમાં તપાસ કરી હતી, જેમાં ઘાસચારા વગર અને ખીચોખીચ ભરેલાં પશુઓ જોવા મળતાં એમને છોડાવાયા હતા.

જીવદયા પ્રેમીઓને બાતમી મળી હતી
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચિત્રાસણી પાસેથી જીવદયાપ્રેમીઓએ 10 ટ્રકને ઝડપી હતી. જીવદયાપ્રેમીઓને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી કોઈ પાસ કે પરમિટ વગરની 10 ટ્રકમાં ઘાસચારાની કે પાણીની સગવડ કર્યા વગર પશુઓને ખીચોખીચ ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યાં છે.

જીવદયાપ્રેમીઓ ઉપર હુમલો
આ બાતમીને આધારે જીવદયાપ્રેમીઓએ ચિત્રાસણી નજીક આ ટ્રકોને રોકાવી હતી. જોકે ટ્રકચાલકોએ જીવદયાપ્રેમીઓ ઉપર હુમલો કર્યો હતો. એમ છતાં જીવદયાપ્રેમીઓએ હિંમત કરીને ટ્રકોમાં તપાસ કરતાં 150 જેટલાં પશુઓ ખીચોખીચ હાલતમાં ભરેલા જોવા મળ્યાં હતાં. એ બાદ જીવદયાપ્રેમીઓએ ટ્રકોને પોલીસના હવાલે કરી હતી. પોલીસે 10 ટ્રક સહિત એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ટ્રકોનો કબજો લઈ પશુઓને સુરક્ષિત જગ્યાએ ખસેડી ટ્રકચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત બચાવેલાં પશુઓને રખરખાવ માટે ડીસાની કાંટ પાંજરાપોળને સોંપ્યા હતા અને આ પશુઓ ભરેલી 10 ટ્રક પાંજરાપોળ પહોંચતાં જ સંચાલકોએ ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરી હતી તેમજ બીમાર અને અશક્ત પશુઓને ડોક્ટરી સારવાર આપવાની તજવીજ હાથ ધરી હતી.

થોડા દિવસ પહેલા 273 ઘેટા બકરાને બચાવાયાં
પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે થોડા દિવસ પહેલા પણ કતલખાને લઈ જવાતા ઘેટા બકરાઓને બચાવ્યાં હતાં. એક ટ્રકમાંથી 56 ઘેટા અને 213 બકરા મળી આવ્યાં હતા. જેથી પોલીસે 273 ઘેટા બકરાને છોડાવી ટ્રક ચાલક સામે પશુ તરફ ઘાતકી વર્તન અટકાવાના કાયદાની કલમ 11-1 ,,ડ થતા પશુ સંરક્ષણ અધિનિયમ કલમ 5,6 અને 7 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે કતલખાને લઈ જવાતા 273 ઘેટા બકરાને રાજપુર કાંટ પાંજરાપોળને સોંપ્યા હતા. પાંજરાપોળના સંચાલકોએ તાત્કાલિક ધોરણે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરી હતી. તેમજ તમામ ડોક્ટરની ટીમ બોલાવી ઘેટા બકરાને સારવાર આપી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post