• Home
  • News
  • 100 વર્ષના વૃદ્ધાનો સોમનાથ મહાદેવ પરનો વિશ્વાસ ફળ્યો, મહાદેવે તાઉ-તેથી સોમનાથને ઉગારી લીધું, મોદી હેલિકોપ્ટરમાંથી શિશ ઝૂકાવશે
post

તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતમાં વિનાશ વેર્યો પણ સોમનાથ નુકસાનથી દૂર રહ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-19 11:41:30

તાઉ-તે વાવાઝોડાની ઘાત ગુજરાત પરથી ટળી છે. પરંતુ જ્યાં જ્યાં આ વાવાઝોડુ પસાર થયું ત્યાં ત્યાં વિનાશ વેરતું ગયું છે. ઉનાથી પ્રવેશલું આ વાવાઝોડાએ ગુજરાતને 24 કલાક પોતાની બાનમાં લીધું અને લોકોના જીવ અધ્ધર કરી દીધા હતા. પરંતુ સોમનાથ મહાદેવે ફરી મહા તાઉ-તે વાવાઝોડામાંથી સોમનાથ-વેરાવળને ઉગારી લીધું છે. સૌપ્રથમ વેરાવળના બંદરે જ આ વાવાઝોડું ત્રાટકવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. પરંતુ સોમનાથ મહાદેવની કૃપાથી વાવાઝોડાની દિશા ફરી અને દિવથી ઉના ટકરાયું હતું. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટરમાંથી ગીર સોમનાથ જિલ્લાનું હવાઇ નિરીક્ષણ કરશે ત્યારે સોમનાથ મહાદેવના મંદિરની ધ્વજાના દર્શન કરી શિશ ઝૂકાવશે. વેરાવળના 100 વર્ષના સોનાબાનો સોમનાથ મહાદેવ પરનો વિશ્વાસ ફળ્યો છે.

મોદી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે
નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવી રહ્યાં છે. ત્યારે તાઉ-તે વાવાઝોડાએ વેરેલા વિનાશનું તેઓ હવાઇ નિરીક્ષણ કરશે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોને હેલિકોપ્ટરમાં બેસીને ઉંચા આકાશેથી જ નિરીક્ષણ કરશે. રાજ્યમાં સૌથી વધુ વિનાશ વાવાઝોડાએ ઉના, મહુવા, દિવ સહિતના વિસ્તારોમાં વેર્યો છે. આ વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે.

વેરાવળના 100 વર્ષના સોનાબાના સોમનાથ મહાદેવ પરનો વિશ્વાસ ફળ્યો
તાઉ-તે વાવાઝોડું ત્રાટકે તે પહેલા વેરાવળમાં તંત્ર દ્વારા નીચાણવાળા, કાચા મકાન અને ઝૂપડામાંથી લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ભીડિયા વિસ્તારમાં સો વર્ષનાં માજી સોનાબેન ખારવા લાકડીના ટેકે જાતે ચાલીને સ્થળાંતર થયાં હતાં. તેમણે કહ્યું હતું કે વાવાઝોડાથી ડરવું નહીં, કંઈ નહીં બગાડી લે. સોમનાથ દાદાએ આવાં કંઈક વાવાઝોડાં દૂર ધકેલી દીધાં છે. સોનાબાનો સોમનાથ મહાદેવ પરનો વિશ્વાસ ફરી ફળ્યો અને મહાદેવે સોમનાથ-વેરાવળને ફરી ઉગારી લીધું છે.

23 વર્ષ બાદ તાઉ-તેએ વાવાઝોડાએ ગુજરાતમાં વિનાશ વેર્યો
ઉલ્લેખનીય છે કે છેલ્લા છ વર્ષમાં 9 વાવાઝોડા આવ્યા જેમાં તાઉ-તે સિવાયના 8 વાવાઝાડાને સોમનાથ મહાદેવે ગુજરાતમાં પ્રવેશ પણ કરવા દીધો નહોતો. દરિયાના કાંઠે બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ પર ભક્તોને પુરો વિશ્વાસ છે. આથી 8 વાવાઝોડાએ સૌરાષ્ટ્રનું કંઇ બગાડી શક્યા નથી. જોકે 23 વર્ષ બાદ તાઉ-તે વાવાઝાડાએ ગુજરાતમાં નુકસાન પહોંચાડ્યું છે.

વાયુ વાવાઝોડું કાંઠે આવીને ફંટાઇ ગયું હતું
વાયુ વાવાઝોડાએ જૂન 2019માં ગુજરાત સરકારના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. છેક દિલ્હીથી એનડીઆરએફની ટીમ રાહત કાર્ય માટે આવી પહોંચી હતી. 12મી જૂને મધરાતથી કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું 120થી 145 કિમીની ઝડપે ફૂંકાનારા પવન સાથે ત્રાટકવાની આગાહી હતી. પરંતુ ચમત્કારી રીતે વેરાવળના કાંઠા સુધી પહોંચ્યા બાદ વાયુ વાવાઝોડું અરબી સમુદ્રમાં પાછું ફંટાયું હતું અને ગુજરાત આ વાવાઝોડાના વિનાશથી બચી ગયુ હતું.

adv

Related News

post
post
post
post
post
post
post