• Home
  • News
  • છેલ્લા 18 દિવસમાં કોરોનાના 1000 પોઝિટિવ કેસો નોંધાયા
post

પ્રથમ 1000 કેસ 72 દિવસ અને 1001 થી 2000 થતાં 25 દિન થયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-13 10:06:32

વડોદરા: કોરોનાની એન્ટ્રી થયે 115 દિવસ વિત્યા છે અને આ 115 દિવસમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 3000ને વટાવી ચૂક્યો છે. નવાઈની વાત એવી છે કે, પ્રથમ 1000 પોઝિટિવ થતાં 72 દિવસ લાગ્યા હતા તો 2000 થી 3000 થતાં 18 દિવસનો સમય લાગ્યો છે. કોરોનાનો પ્રથમ કેસ વડોદરામાં 20 માર્ચે નોંધાયો હતો. જેમાંયે નાગરવાડામાં એક સાથે અનેક કોરોનાપીડિત મળી આવતાં કોરોના બૉમ્બ ફૂટ્યો હતો અને સમગ્ર વિસ્તાર રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે સમય સૂચકતા વાપરીને તાંદલજાને પણ સીલ કરી દેવામાં આવ્યું હતું.

કોરોનાના 2001થી 3000 કેસ 18 દિવસમાં થયા
20
માર્ચે વડોદરામાં કોરોના પોઝિટિવના પહેલા ત્રણ કેસ મળ્યા હતા અને 30 મે સુધીમાં કુલ આંકડો 1023 પહોંચ્યો હતો. 1 થી 1000 સુધી પહોંચવામાં કોરોનાએ લોડાઉનમાં 72 દિવસની સફર ખેડી હતી. જ્યારે 13 જૂન સુધીમાં કોરોનાપીડિતોનો કુલ આંકડો 1524 પર પહોંચ્યો હતો તો 25 જૂને 2042 કેસ થયા હતા. આમ અનલોક 1માં કોરોનાની મહામારી વધુ ફેલાઈ હતી અને 1001 થી 2000 સુધી પહોંચવામાં 25 દિવસ લીધા હતા. અનલોક-2માં એટલે કે તા.1 જુલાઈથી નાઈટ કર્ફ્યૂ સિવાય છૂટછાટ વધી હતી અને તેમાં કોરોના પીડિતોની સંખ્યા વધી રહી છે. જૂન મહિનામાં દરરોજ સરેરાશ 32 થી 45 પોઝિટિવ કેસ આવ્યા હતા તો જુલાઈના પ્રથમ 12 દિવસમાં 58 થી 75 પોઝિટિવ કેસ દરરોજ પાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જેના કારણે કોરોનાના 2001થી 3000 કેસ 18 દિવસમાં થયા છે. 

કેટલા દિવસમાં-કેટલા કેસ નોંધાયા ?

કેસ

તારીખ

દિવસો

500 કેસ

10મી મે

51 દિવસ

1057 કેસ

30મી મે

71 દિવસ

1524 કેસ

13મી જૂન

85 દિવસ

2042 કેસ

25મી જૂન

97 દિવસ

2520 કેસ

4 જુલાઇ

106 દિવસ

3069 કેસ

12 જુલાઇ

114 દિવસ

 

adv

Related News

post
post
post
post
post
post
post