• Home
  • News
  • 10મી વખત ફૂટબોલ વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડ:સેનેગલને 3-0થી હરાવ્યું; હવે ફ્રાન્સ સાથે મુકાબલો
post

અત્યાર સુધીમાં 4 ટીમે ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-05 18:48:42

કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમ સતત બીજી વખત વર્લ્ડ કપના ટોપ-8માં પહોંચી છે. ઇંગ્લેન્ડનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ સાથે છે.

ટીમ ઓવરઓલ 10મી વખત ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી છે. આ પહેલા ઇંગ્લેન્ડ 1954, 1962, 1970, 1986, 1990, 2002, 2006, 2018, 2022ની સિઝનમાં ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યું હતું. જોકે, 1966માં ટ્રોફી ઉપાડવાની તક પણ મળી હતી. બાકીના પ્રસંગોએ ટીમ નોકઆઉટ રાઉન્ડમાં હારી ગઈ હતી.

1966ની ચેમ્પિયન ઇંગ્લેન્ડે આ મેચમાં પોતાની પકડ શરૂઆતથી જ બનાવી લીધી હતી. ગોલ કરવાના 4 પ્રયાસ કર્યા હતા. તેમાંથી 3માં સફળતા મળી હતા. સેનેગલને માત્ર એક તક મળી હતા. પરંતુ, તે ગોલ ન કરી શક્યા.

ઇંગ્લેન્ડને 38મી મિનિટે જોર્ડનના આસિસ્ટના કારણે 1-0ની લીડ મળી હતી. આ પછી મેચની 48મી મિનિટે હેરી કેને ફોડેનને પાસ કર્યો અને ટીમને 2-0ની લીડ અપાવી. તો 57મી મિનિટે સાકાએ ફોડેનને શાનદાર પાસ કર્યો હતો અને ઇંગ્લેન્ડની ટીમને 3-0ની લીડ અપાવી હતી.

અત્યાર સુધી 4 ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી
અત્યાર સુધીમાં 4 ટીમે ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. નેધરલેન્ડ્સે નોકડાઉનના પ્રથમ દિવસે યુનાઇટેડ સ્ટેટ્સને 3-1થી હરાવ્યું. બીજી મેચમાં આર્જેન્ટિનાએ ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને ટોપ-8માં જગ્યા બનાવી લીધી છે. તે જ સમયે, રવિવારે પ્રથમ ફ્રાન્સે પોલેન્ડને 3-1થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને બીજી મેચમાં ઇંગ્લેન્ડે સેનેગલને હરાવી હતી. બાકીની ચાર ટીમે બાકીની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચથી નક્કી કરવામાં આવશે.

ઇંગ્લેન્ડ-ફ્રાન્સ વચ્ચે હાઈવોલ્ટેજ મેચની આશા
ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે હાઈવોલ્ટેજ મેચની અપેક્ષા છે કારણ કે ઈંગ્લિશ ટીમ હજી એક પણ મેચ હારી નથી. ગ્રુપ સ્ટેજમાં તેણે ઈરાન અને વેલ્સને હરાવ્યું હતું. તે જ સમયે, હેરી કેનની આગેવાની હેઠળની ટીમે અમેરિકા સામે ડ્રો રમી હતી.આ સાથે જ ફ્રાન્સને લીગ રાઉન્ડમાં એક હારનો સામનો કરવો પડ્યો છે, પરંતુ 2 જીતની મદદથી ટીમે નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post