• Home
  • News
  • ધો.10ની સ્ટુડન્ટ ઊંધામાથે પટકાઈ, CCTV:સુરતમાં ઘરની ગેલરીમાં પગ સ્લિપ થતાં કિશોરી ત્રીજા માળેથી નીચે પટકાઈ, ફૂટબોલની જેમ ઊછળી, દીકરીને જોઈ માતા પણ ઢળી પડી
post

સીસીટીવી પ્રમાણે, તુલસી પાર્ક સોસાયટીમાં કિશોરી ત્રીજા માળેથી નીચે પટકાઈ ત્યારે તેનું માથું સીધું નહોતું પટકાયું

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-31 18:49:40

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વરાછા યોગીચોક વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ત્રીજા માળે ગેલરીમાં પગ સ્લિપ થતાં કિશોરી નીચે પટકાઈ હોવાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં કિશોરી ફૂટબોલની જેમ ઊછળતી દેખાઈ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર મેઈન ગેટની અંદર બાંકડા ઉપર બેઠેલા વૃદ્ધો કિશોરીને નીચે પડતાં જોઈ ચોંકી ગયા હતા. કિશોરીને પટકાયેલી જોઈ માતા બેભાન થઈ ઢળી પડી હોવાનાં દૃશ્યો પણ સીસીટીવીમાં જોવા મળે છે. બાદમાં કિશોરીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

હાથ અને માથામાં ગંભીર ઇજા
સીસીટીવી પ્રમાણે, તુલસી પાર્ક સોસાયટીમાં કિશોરી ત્રીજા માળેથી નીચે પટકાઈ ત્યારે તેનું માથું સીધું નહોતું પટકાયું, પરંતુ હાથ પહેલા રોડ પર અથડાયા હતા. જેથી હાથમાં વધારે ઈજા છે. માથામાં પણ ગંભીર ઈજાઓ થઈ છે. જોકે સીસીટીવી પ્રમાણે જોઈએ તો સીધું માથું અથડાયું હોત તો કદાચ કિશોરીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હોત એમ સ્થાનિકોનું કહેવું છે.

દીકરીને જોઈ માતા ઢળી પડી
સરથાણા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર, આ ઘટના ગત શનિવારે 11 વાગ્યે બની હતી. એક કિશોરી યોગીચોક વિસ્તારમાં આવેલી તુલસી પાર્ક સોસાયટીના એક મકાનના ત્રીજા માળે ગેલરીમાંથી નીચે પટકાઈ હતી. દીકરી નીચે પડી હોવાની જાણ થતાં માતા પણ દોડી આવી હતી. દીકરીને જોઈ માતા પણ બેભાન થઈ ઢળી પડી હતી. ત્યાર બાદ કિશોરીને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, પરંતુ વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. કિશોરી ધોરણ 10માં અભ્યાસ કરે છે.

ગેલરીમાં પગ સ્લિપ થતાં નીચે પટકાઈ હતી
કિશોરી ઘરની ગેલરીમાં પગ સ્લિપ થતાં નીચે પટકાઈ હતી. ગેટ પાસેના CCTVમાં આખી ઘટના કેદ થઈ હતી. બાંકડાઓ પર બેઠેલા વૃદ્ધ બાળકીને નીચે પટકાતાં જોઈ ચોંકી ગયા હતા. જોકે તાત્કાલિક ઇજાગ્રસ્ત કિશોરીને ઉઠાવી હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ બાળકી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post