• Home
  • News
  • ધો. 10 પરિણામ ગુજરાત / રાજ્યમાં 60.64 ટકા પરિણામ જાહેર, ગત વર્ષ કરતા 6.33 ટકા પરિણામ ઓછું આવ્યું
post

સુરત સેન્ટરનું ફરી એકવાર સૌથી ઉંચુ 74.66 ટકા પરિણામ આવ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-09 11:31:23

અમદાવાદ: રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. 10ની પરીક્ષાનું પરિણામ 60.64 ટકા જાહેર થયું છે. ગત વર્ષ કરતા 6.33 ટકા પરિણામ ઓછું આવ્યું છે. આ વખત ના પરિણામમાં સુરત સેન્ટરનું ફરી એકવાર સૌથી ઉંચુ 74.66 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી નીચું 47.47 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદની વાત કરીએ તો શહેરનું 65.51 ટકા અને ગ્રામ્યનું પહેલા કરતા ઉંચુ 66.07  ટકા પરિણામ આવ્યું છે.

રાજ્યભરમાંથી ફક્ત 1671 વિદ્યાર્થીઓ જ એ-વન ગ્રેડ મેળવી શક્યા

આ વખતે ગ્રેડ પ્રમાણ જોઈએ તો રાજ્યભરમાંથી ફક્ત 1671 વિદ્યાર્થીઓ જ એ-વન ગ્રેડ મેળવી શક્યા છે. જ્યારે 23,754 વિદ્યાર્થીઓએ એ-ટુ અને 58,128 વિદ્યાર્થીઓએ બી-વન ગ્રેડ મેળવ્યો છે. પરીક્ષાનું પરિણામ જાણવા માટે શિક્ષણ વિભાગની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન જોઈ શકાશે. શાળામાં પરિણામ વિતરણ માટેની તારીખ આવનારા સમયમાં બોર્ડ જાહેર કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post