• Home
  • News
  • 11 અને 12 વર્ષનાં ટાબરિયાં એક્ટિવા ચોરીને ભાગતાં હતાં, પેટ્રોલ ખૂટતાં માલિકના હાથે જ ઝડપાઈ ગયાં
post

પોલીસની તપાસમાં તેમણે જીજે-10બીક્યુ-9155, જીજે-10બીબી-1991 અને જીજે-10 બીપી 3957નાં વાહન ચોર્યાંની કબૂલાત આપી

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-19 10:28:13

જામનગર શહેરના સત્યનારાયણ મંદિર રોડ પર પેટ્રોલ પૂરૂં થઇ જતાં 12 વર્ષની ઉંમરના બે સગીર એક્ટિવા સાઇડમાં મૂકવા જતાં ત્યાંથી ગાડીનો માલિક પસાર થતાં તેણે પોતાનું એક્ટિવા જોઇને ત્યાં રોકાઇને લોકોની મદદથી બંને સગીરને પકડી પાડી પોલીસના હવાલે કરતાં અત્યંત નાની ઉંમરના બંને ચોરએ ત્રણ ગાડી ચોરી હોવાની કબૂલાત આપતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી.

જામનગર શહેરના સત્યનારાયણ મંદિર રોડ પર બનેલી એક વિચિત્ર ઘટનામાં એક્ટિવા મોટરસાઇકલમાં પેટ્રોલ પૂરૂં થઈ જતાં બે સગીર તેને સાઈડમાં મૂકવા જતાં ત્યાંથી પસાર થતા એક્ટિવાના માલિકની નજર તેમના પર પડતાં તેણે સ્થાનિક લોકોની મદદથી બંને ચોરોને ઝડપી લીધા હતા અને એલસીબીના હવાલે કર્યા હતા જેની પૂછપરછમાં બંને સગીરોએ 3 એક્ટિવા ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર શહેરના સત્યનારાયણ મંદિર રોડ પર સવારના સમયે એક્ટિવા મોટરસાઇકલ પર જઈ રહેલા 2 સગીરનું પેટ્રોલ પૂરું થઈ જતાં ગાડીને ખેંચીને તેઓ રોડની સાઈડમાં લગાડતા હતા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક્ટિવાના માલિકે તેમને જોઈ જતાં અને આ એક્ટિવા ચોરાઈ ગયું હોવાનું જાણતાં તેમણે તાત્કાલિક બંને સગીરને રોકીને પૂછપરછ કરી લોકોની મદદથી બંનેને પકડી પાડી એલસીબીને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી અને બંનેને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરતા તેમણે જીજે-10-બીક્યુ 9155, જીજે-10-બીબી 1991 અને જીજે-10-બીપી 3957ના ત્રણ એક્ટિવા અલગ અલગ જગ્યાએથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરતા પોલીસે ત્રણેય મોટરસાઇકલ કબજે કરી બંને સગીર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં જુદી-જુદી ત્રણ જગ્યા પરથી એકટિવાની ચોરી કરી
સગીર વયના બંને ચોરએ પોલીસને આપેલી પ્રાથમિક કબૂલાતમાં તેમણે એક્ટિવા મોટરસાઇકલ દિગ્વિજય પ્લોટ નં.25 નહેરના કાંઠે, અન્ય એકટિવા તળાવની પાળે, શ્રીનાથ એપાર્ટમેન્ટ પાસેથી અને ત્રીજું એક્ટિવા બાલાહનુમાન મંદિર પાસેથી ચોરી કર્યું હોવાની કબૂલાત પોલીસને આપી છે.

માત્ર ફરવાના શોખ માટે સ્કૂટરની ચોરી કરતા હતા
માત્ર 12 વર્ષની ઉંમરના સગીર બંને મિત્રો છે અને ચાની હોટલમાં કામ કરે છે. તેમને એક્ટિવા ગાડી ફેરવવાનો શોખ હોય તેઓ માત્ર એક્ટિવા ફેરવવા માટે જ ચોરી કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને પેટ્રોલ હોય ત્યાં સુધી ગાડી ફેરવતા હતા અને જયાં પેટ્રોલ પૂર્ણ થાય ત્યાં ગાડી મૂકી દેતા હતા. એ બાદ બીજી ગાડીની શોધમાં લાગી જતા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post