• Home
  • News
  • ગુજરાતના 11 વર્ષીય શિવાંગે તોડ્યો પોતાનો જ રેકોર્ડ, 1 મિનિટમાં આ કામ કરી વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન
post

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાના એવા વરવાળા ગામે રહેતા અલ્પેશ કંસારાના પુત્ર શિવાંગ કંસારા માત્ર 11 વર્ષની વયે દ્વારકાને રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી છે. શિવાંગ કંસારા 11 વર્ષનો છે અને નાનપણથી જ કંઈક અલગ કરવા અને વલ્ડ લેવલે ખ્યાતિ મળે તે માટે કંઈક કરવાનો જુસ્સો જાગ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-28 11:01:52

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના નાના એવા ગામમાં રહેતા 11 વર્ષીય શિવાંગ કંસારાએ ડબલ લાઈનમાં આલ્ફાબેટને એક મિનિટ અને 4 સેકન્ડમાં લખી રાષ્ટ્રીય સ્તરે દ્વારકાનું નામ ઉજાગર કર્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાના એવા વરવાળા ગામે રહેતા અલ્પેશ કંસારાના પુત્ર શિવાંગ કંસારા માત્ર 11 વર્ષની વયે દ્વારકાને રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી છે. શિવાંગ કંસારા 11 વર્ષનો છે અને નાનપણથી જ કંઈક અલગ કરવા અને વર્લ્ડ લેવલે ખ્યાતિ મળે તે માટે કંઈક કરવાનો જુસ્સો જાગ્યો હતો. ત્યારે 7 વર્ષની ઉંમરે શિવાંગને ડબલ લાઇન આલ્ફાબેટને લખવા માટે તેના પિતાને ધ્યાન દોર્યું હતું.

અલ્પેશ કંસારાએ તેના પુત્રને સતત પ્રોત્સાહિત કરી પ્રેરણા આપી હતી અને બાદમાં વર્ષ 2017 માં સાત વર્ષની વયે રાષ્ટ્રીય કક્ષાએ 3 મિનિટ અને સાત સેકન્ડમાં ડબલ લાઇન આલ્ફાબેટને લખ્યા હતા બાદમાં ભણવાની સાથે સાથે કઈક નવું કરવાના જૂનુનથી વધુ અલગ અને વધુ ઓછા સમયમાં ડબલ લાઇન આલ્ફાબેટને લખી શકે તે માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા.

શિવાંગ કંસારાએ એક મિનિટ અને 4 સેકન્ડમાં 26 અક્ષરો લખીને વર્લ્ડ રેકોર્ડમાં તેને સ્થાન મળ્યું છે. ત્યારે રાષ્ટ્રીય સ્તરે અગાઉના તેના જ રેકોર્ડને તોડી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. શિવાંગ ક્યારે મોબાઈલમાં ગેઇમ્સ રમતો નથી અને સાથર જ અન્ય બાળકોને પણ મોબાઈલમાં ગેઇમ્સ ન રમવાની ના પાડે છે.

સાથે સાથે કઈંક અલગ અને નવતર પ્રયોગ કરી અન્ય એક્ટિવિટી કરીને સમય પસાર કરે અને બાળકો સમયનો સારી રીતે ઉપયોગ કરી શકે છે. ત્યારે શિવાંગ નવા નવા વિચારોથી પ્રેરાય તેમજ કશું કરી બતાવવાની સાથે નવું કરવાના જૂનુનના કારણે ફરીથી દ્વારકા તેમજ જિલ્લા સહિત ગુજરાત ભરનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post