• Home
  • News
  • ભૂમિપૂજનના 15 કલાક પહેલા અડવાણીએ કહ્યું- જીવનના અમુક સપના પૂરા થવામાં ઘણો સમય લાગે છે, પરંતુ પૂરા થાય છે ત્યારે લાગે છે કે રાહ જોવી સાર્થક થઈ
post

ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ કહ્યું- હું આ અવસરે તમામ સંતો, નેતાઓ અને લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-05 12:07:10

અયોધ્યા. ભાજપના રથના સારથી રહેલા લાલકૃષ્ણ અડવાણી લાંબા સમય પછી મંગળવાર સાંજે સામે આવ્યા છે. અયોધ્યામાં રામ મંદિર આંદોલનની શરૂઆત કરનાર અડવાણીએ પોતાની વાત જણાવી છે. 92 વર્ષના અડવાણી લગભગ ત્રણ મિનિટ બોલ્યા. એ રથયાત્રાનો પણ ઉલ્લેખ કર્યો, જે તેમણે 1990માં કાઢી હતી. પાછળ ધનુર્ધારી ભગવાન રામની તસવીર હતી.

અડવાણીના મનની વાત તેનાજ શબ્દોમાં....

"જીવનના અમુક સપનાઓ પૂરા થવામાં ઘણો સમય લાગે છે. પરંતુ જ્યારે તે પૂરા થાય છે ત્યારે એવું લાગે છે કે રાહ જોવી સાર્થક છે. આવું જ એક સપનું જે મારા હ્રદયની નજીક છે, જે પૂરું થઈ રહ્યું છે. અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શ્રીરામ મંદિરનું ભૂમિપૂજન થઈ રહ્યું છે. સ્વાભાવિક રીતે, માત્ર મારા માટે જ નહીં, પરંતુ સમસ્ત ભારત સમુદાય માટે આ ક્ષણ ઐતિહાસિક છે અને ભાવપૂર્ણ પણ.

શ્રીરામ જન્મભૂમિ ઉપર શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીનું સપનું રહ્યું છે અને મિશન પણ. હું વિનમ્રતાનો અનુભવ કરું છું કે ભાગ્યએ મને 1990માં રામ જન્મભૂમિ આંદોલન દરમિયાન સોમનાથથી અયોધ્યા સુધી રામ રથ યાત્રાની જવાબદારી આપી. આ યાત્રામાં અનેક લોકોની આકાંક્ષા, ઉર્જા અને અભિલાષાને પ્રેરિત કરી.

આ શુભ અવસરે હું એ તમામ સંતો, નેતાઓ અને દેશ-વિદેશના લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું જેઓએ રામ જન્મભૂમિ આંદોલનમાં યોગદાન આપ્યું. મને એ વાતનો પણ આનંદ છે કે નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી રામ મંદિર નિર્માણનું કામ શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ રહ્યું છે.

શ્રીરામનું સ્થાન ભારતીય સભ્યતા અને સંસ્કૃતિમાં સૌથી ઉપર છે. તે શિષ્ટાચાર અને મર્યાદાની મૂર્ત રૂપ છે. આ મંદિર બધા ભારતીયોને શ્રીરામના ગુણોને આત્મસાત કરવાની પ્રેરણા આપશે. રામ મંદિર શાંતિપૂર્ણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બધા માટે ન્યાય થશે અને કોઈનો બહિષ્કાર નહીં કરાય. શ્રીરામના આશીર્વાદ બધાને મળશે. જય શ્રીરામ.

 

adv

Related News

post
post
post
post
post
post
post