• Home
  • News
  • જલગાંવમાં ગોઝારો અકસ્માત, સ્ટિયરિંગ લોક થતા ટ્રક પલટી ગયો, 2 બાળકો સહિત 16ના મૃત્યુ
post

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના કિનગાંવમાં ભીષણ રોડ અકસ્માત થયો જેમાં 16 લોકોએ જીવ ગુમાવ્યા. મધરાતે ઘટેલી આ દુર્ઘટનામાં એક ટ્રક પલટી ગયો જેમાં 15 લોકોના મોત થયા અને 2 લોકો ઘાયલ થયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-15 11:29:14

મહારાષ્ટ્ર: જલગાંવ જિલ્લાના કિનગાંવમાં ભીષણ રોડ અકસ્માત થયો જેમાં 16 લોકોએ જીવ ગુમાવ્યા. મધરાતે ઘટેલી આ દુર્ઘટનામાં એક ટ્રક પલટી ગયો જેમાં 15 લોકોના મોત થયા અને 2 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિજનો માટે સંવેદના વ્યક્ત કરી છે. 

6 મહિલાઓ ઉપરાંત 2 બાળકોના પણ મોત
જલગાંવ જિલ્લાના યાવલ તાલુકાના કિનગાંવમાં આ ભયંકર અકસ્માત સર્જાયો. ટ્રકમાં સવાર મજૂરો ધુલેથી રાવેલ તરફ જઈ રહ્યા હતા. ટ્રક પપૈયાથી ભરેલો હતો. કહેવાય છે કે આ અકસ્માતમાં 8 પુરુષ અને 6 મહિલાઓ તથા 2 બાળકોના મોત થયા છે. 

સ્ટિયરિંગ લોક થઈ જવાથી પલટી ગયો ટ્રક
એવું કહેવાય છે કે ટ્રકનું સ્ટિયરિંગ લોક થઈ જવાના કારણે આ ભીષણ અકસ્માત થયો. સ્ટિયરિંગ લોક થયા બાદ ડ્રાઈવરે ટ્રક પર કાબૂ ગુમાવી દીધો અને ટ્રક પલટી ગયો. અકસ્માત સમયે ટ્રકમાં મજૂરો સવાર હતા. ઘટનાની સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મૃતદેહોને બહાર કાઢવાનું કામ ચાલુ કર્યુ.

જલગાંવથી થોડે દૂર રહેતા હતા મજૂરો
પોલીસે જણાવ્યું કે તમામ મૃતકો જગાંવના અભોદા, કરહલા અને રાવેરના રહીશ હતા. પપૈયાથી ભરેલો ટ્રક ધુલેથી રાવેલ તરફ જઈ રહ્યો હતો અને કિનગાંવમાં મંદિર પાસે અડધી રાતે પલટી ગયો. અકસ્માતમાં 16 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post