• Home
  • News
  • માતા-પિતાએ લગ્નની ના પાડતાં અમદાવાદનો 17 વર્ષનો તરુણ છૂટાછેડા લીધેલી 30 વર્ષની મહિલા સાથે ભાગી ગયો
post

મહિલા હેલ્પલાઈનની મદદથી માતા-પિતાએ પુત્ર પાછો મેળવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-15 10:01:05

17 વર્ષના છોકરાને 30 વર્ષની છૂટાછેડા લીધેલી મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાઇ જતા તે ઘરેથી ભાગી ગયો હતો. તેને શોધવા માતા-પિતા મહિલાના ઘરે ગયા હતા. ઘર બહારથી બંધ કરીને બન્ને અંદર પુરાઇ ગયા હતા. છોકરાના માતા-પિતાએ ઘર ખોલાવવા બૂમો પાડી હતી. પરતું મહિલાએ તેમનો દીકરો પાસે નહીં હોવાનું કહેતા 100 નંબર ફોન કરીને પોલીસ બોલાવી પડી હતી. દરમિયાનમાં મહિલા હેલ્પલાઇનની મદદ પણ મેળવવામાં આવી હતી. છેવટે છોકરાની માતાને તેમનો પુત્ર પરત મળ્યો હતો.

અસારવામાં રહેતી 30 વર્ષની કૃપાના થોડા સમય પહેલા છૂટાછેડા થયા હતા. ત્યારબાદ તેને 17 વર્ષના સુચિત (પાત્રોનાં નામ બદલ્યાં છે) સાથે પ્રેમ થયો હતો. તે અનેક વાર સુચિતને ફોન પર પોતાના ઘરે પણ બોલાવતી હતી. તેણે મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને એવી હકીકત પણ કહી હતી કે, તે તેના બોયફ્રેન્ડ સુચિત સાથે રહેવા માંગે છે. સુચિતના માતા-પિતાએ મહિલાની ઉંમર અને છુટાછેડાવાળી હોવાથી સંબંધને મંજૂરી આપી ન હોતી. જેના કારણે સુચિત ઘરેથી ભાગી ગયો હતો.ત્યારબાદ સુચિતના માતા-પિતાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં એન.સી આપી હતી.પૂછપરછમાં કૃપાએ કહ્યું હતું કે સુચિત તેની પાસે જ છે અને સાંજ સુધીમાં ઘરે મોકલી આપશે. સાંજ સુધીમાં તે ઘરે નહીં આવતા માતા-પિતા તેના ઘરે ગયા હતા. ત્યા પણ સુચિત મળ્યો નહોતો કૃપાએ ઘર બહારથી બંધ કરીને અંદર બન્ને જણ પુરાઇ ગયા હતા. છેવટે પોલીસને બોલાવવી પડી હતી.

છૂટાછેડા બાદ એકલતા દૂર કરવા તરુણ સાથે મિત્રતા કેળવી હતી
30
વર્ષીય કૃપા એક પુત્રની માતા છે. દીકરાના જન્મ બાદ થોડા સમયમાં તેના છૂટાછેડા થયા હતા. છૂટાછેડા બાદ તેને એકલતા લાગતી હતી. તેથી 17 વર્ષના સુચિતની સાથે તેને પ્રેમસંબંધ બંધાયો હતો. સુચિતના માતા-પિતાનો સખત વિરોધ હોવાથી તેણે સુચિતને ભગાડવાનું નક્કી કર્યું હતું.

મહિલા મોબાઈલ પર અશ્લીલ ફોટા-મેસેજ પણ મોકલતી હતી
સુચિત અનેક વખત તેના પિતાના મોબાઇલમાં જાતીય આવેગો અને તેને સંબંધિત અનેક વિષયો પર સર્ચ કરતો હતો. કેટલીક વખત તેના પિતા તેને જોઇ જતા અને તેને ઠપકો આપીને ફોન લઇ લેતા હતા. કૃપા સુચિતને શારીરિક સંબંધો અંગે ઉત્તેજીત કરતા મેસેજીસ અને ફોટા મોકલતી હતી. કયારેક સુચિતને પોતાના ઘરે પણ બોલાવતી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post