• Home
  • News
  • અત્યાર સુધી 17,304 કેસ- 559 મોતઃ એક દિવસમાં સૌથી વધારે 1580 દર્દી વધ્યા, જેમાં 1046 મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના
post

મંત્રી સમૂહની બેઠક બાદ ગૃહ મંત્રાલયે મજૂરો અંગે સ્ટાડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ ચાલું કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-20 11:48:25

નવી દિલ્હી:  દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 17,304 અને 559 લોકોના મોત થયા છે. રવિવારે મહારાષ્ટ્રમાં 552, ગુજરાતમાં 367, તમિલનાડુમાં 105, રાજસ્થાનમાં 80, આંધ્રપ્રદેશમાં 44, યુપીમાં 125, પશ્વિમ બંગાળમાં 23, હરિયાણામાં14, બિહારમાં 7, ઝારખંડમાં 5, કર્ણાટકમાં 6 અને આંદામાન-નિકોબારમાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આંકડા covid19india.org  અને રાજ્ય સરકાર તરફથી માહિતી પ્રમામે છે. તો બીજી તરફ સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે શનિવાર અને રવિવાર વચ્ચે દેશમાં 31 સંક્રમિતોનું મોત થયું છે. 1324 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કુલ 16 હજાર 116 કેસ થઈ ગયા છે. જેમાં 13,295 એક્ટિવ કેસ છે. 2302 લોકોના સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

મહત્વના અપડેટ્સ 

·         બંગાળની સરકારે હોસ્પિટલના કર્મચારીઓને ફરજ દરમિયાન ઘરે ન જવાનો આદેશ કર્યો છે.

·         જબલપુરમાં ક્વૉરન્ટીન સેન્ટરથી ફરાર કોરોના પોઝિટિવ વ્યક્તિની નરસિંહપુરમાં ધરપકડ કરવામાં આવી

·         ઉત્તરપ્રદેશના 30 વિદેશી જમાતીઓનો ક્વૉરન્ટીન સમય પુરો, લખનઉની અસ્થાઈ જેલમાં મોકલવામાં આવ્યા 

·         દિલ્હીમાં કોરોના દર્દી મળ્યા બાદ સિવિલ લાઈન્સમાં ઓબરોય અપાર્ટમેન્ટને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો 

6 રાજ્ય, એક કેન્દ્રશાસિત પ્રદેશની સ્થિતિ 
મધ્યપ્રદેશ, સંક્રમિત 1407- અહીંયા રવિવારે પાંચ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તો બીજી બાજું ઈન્દોરમાં 45 વર્ષના પોલીસ સ્ટેશન પ્રભારી દેવેન્દ્ર ચંદ્રવંશીનું સંક્રમણના કારણે મોત થયું છે, જો કે મળતી માહિતી પ્રમાણે તેમના સતત 2 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. તેમને હોસ્પિટલમાંથી રજા આપવાની હતી. 

મહારાષ્ટ્ર, સંક્રમિત 4200- અહીંયા રવિવારે 552 નવા કેસ આવ્યા હતા. તો બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, રાજ્યના ગ્રીન અને ઓરેન્જ ઝોન વાળા 26 જિલ્લામાં સોમવારથી ઔદ્યોગિક કામગીરી શરૂ કરી દેવાશે. આ જિલ્લામાં કોરોનાના ઓછા કેસ છે.

રાજસ્થાન, સંક્રમિત 1478- અહીંયા રવિવારે 127 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં જોધપુરમાં 30, ભરતપુરમાં 17, નાગોરમાં 12, જયપુરમાં 1, સવાઈ માધોપુરમાં 4, બીકાનેર, કોટા અને ઝાલાવાડમં 2-2 જ્યારે ભીલવાડા, ઝૂંઝૂનૂં, જેસલમેર અને હનુમાનગઢમાં 1-1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો .

ઉત્તરપ્રદેશ, સંક્રમિત 1099 અહીંયા રવિવારે 125 નવા કેસ સામે આવ્યા. રાજ્યમાં કુલ સંક્રમિતોમાંથી 915ની સારવાર ચાલી રહી છે. 108 સ્વસ્થ થયા છે, જ્યારે 14ના મોત થયા છે. તો બીજી તરફ કાનપુરમાં તંત્રએ તબલીગ જમાતો માટે અસ્થાઈ જેલ બનાવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post