• Home
  • News
  • અત્યાર સુધી 18551 કેસઃ સતત ત્રીજા દિવસે હજાર કરતા વધારે પોઝિટિવ કેસ, મહારાષ્ટ્રમાં 466 કેસ, 75 હજાર રેપિડ ટેસ્ટ થશે
post

મહારાષ્ટ્ર સરકારે કોરોનાના દર્દીઓને હાઇડ્રોક્સિક્લોરોક્વિન આપવાનો નિર્ણય લીધો, પરંતુ હૃદય રોગીઓને આ દવા નહીં આપે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 08:57:58

નવી દિલ્હી: દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના વાઇરસના એક હજારથી પણ વધુ નવા કેસ સામે આવ્યા છે. એક દિવસ પહેલા કોરોના સંક્રમણના 1508 અને 18 એપ્રિલે 1371 નવા કેસ સામે આવ્યા હતા. સોમવારે સૌથી વધારે 466 કેસ મુંબઇમાંથી મળ્યા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 4666 થઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 232 છે. જે દેશમાં સૌથી વધારે છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારે 75 હજાર રેપિડ ટેસ્ટ કરાવવાની જાહેરાત કરી છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શરતો સાથે કેન્દ્રએ ટેસ્ટની મંજૂરી આપી છે.

મણિપુર કોરોના વાઈરસથી સંપૂર્ણપણે મુક્ત

મણિપુર કોવિડ-19 મહામારીથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયું છે. મુખ્યમંત્રી બીરેન સિંહે સોમવારે આ અંગે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમે ગ્રામીણ  વિસ્તારોમાં લોકડાઉનમાં છૂૂટ આપવાનો નિર્ણય કર્યો છે. પણ ઈમ્ફાલમાં હવે પછીના આદેશ સુધી કોઈ જ છૂટ આપવામાં આવશે નહી. શહેરી વિસ્તારોમાં આવશ્યક સામાન ખરીદવા માટે દુકાનોને સવારે 8થી બપોરના 2 વાગ્યા સુધી ખુલ્લી રાખવા દેવામાં આવશે.

સંક્રમિતોની સંખ્યા 18000ને પાર

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18034 થઈ ગઈ છે અને 573 લોકોના મોત થયા છે. સોમવારે મહારાષ્ટ્રમાં 283, ગુજરાતમાં 108,  આંધ્ર પ્રદેશમાં 75, રાજસ્થાનમાંથી 57, પશ્ચિમ બંગાળમાં 29, ઉત્તર પ્રદેશમાં 17, કર્ણાટકમાંથી અને હરિયાણામાંથી 1 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ અગાઉ રવિવારે 20 રાજ્યોમાં 1580 કેસ આવ્યા હતા. એક દિવસમાં આ સૌથી વધારે કેસ સામે આવ્યા હતા. આંકડા covid19india.org  અને રાજ્ય સરકાર તરફથી માહિતી પ્રમામે છે. તો બીજી તરફ સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે શનિવાર અને રવિવાર વચ્ચે દેશમાં 31 સંક્રમિતોનું મોત થયું છે. 1324 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કુલ 16 હજાર 116 કેસ થઈ ગયા છે. જેમાં 13,295 એક્ટિવ કેસ છે. 2302 લોકોના સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

ગૃહ મંત્રાલયે ઘણા શહેરોમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયનું કહેવું છે કે, ખાસ કરીને મધ્યપ્રદેશના ઈન્દોર, મહારાષ્ટ્રના મુંબઈ અને પૂણે રાજસ્થાનના જયપુર, પશ્વિમ બંગાળના કોલકાતા, હાવડા, મેદનીપુર પૂર્વ, 24 ઉત્તર પરગના દાર્જીલિંગ, કેલિમ્પોંગ અને જલપાઈગુડીમાં સ્થિતિ ગંભીર છે.

ભારતીય સેનાએ જવાનોને ત્રણ કેટેગરીમાં વહેંચ્યા
ભારતીય સેનાએ તેના જવાનોને કોરોના સંક્રમણથી બચાવવા માટે ખાસ યોજના બનાવી છે. રજા પર ગયેલા અથવા અસ્થાયી ડ્યૂટી સાથે જોડાનારા જવાનો અને તેમના રિપોર્ટિંગ માટે સેનાએ દિશા-નિર્દેશ નક્કી કર્યા છે. આ તમામને ત્રણ કેટેગરી- ગ્રીન,યલો અને રેડ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે જે જવાનોએ 14 દિવસનો ક્વૉરન્ટીન પીરિયડ પુરો કરી લીધો એ તમામ ગ્રીન ઝોનમાં હશે. જે 14 દિવસના ક્વૉરન્ટીન પીરિયડમાં જવાના છે તે યલો કેટેગરીમાં હશે અને જે જવાનમાં સંક્રમણની શંકા હશે તેમને રેડ ઝોનની કેટેગરીમાં રાખવામાં આવશે. 

ગત સપ્તાહે સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે કુપવાડામાં ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે, અમારા જવાન જે કોઈના સંપર્કમાં આવ્યા નથી, તેમને યૂનિટમાં પાછા લઈ જવાઈ રહ્યા છે. તેમના માટે બેંગલુરુથી જમ્મુ અને બેંગલુરુથી ગુવાહાટી વચ્ચે 2 વિશેષ ટ્રેન દોડતી કરવામાં આવી રહી છે. સેના પ્રમુખે એવું પણ કહ્યું હતું કે, ભારતીય સેનામાં હાલ માત્ર 8 લોકો કોરોના સંક્રમિત છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ 

·         સોશ્યલ ડિસ્ટેસીંગ જ કોરોનાની વેક્સીનઃ સ્વાસ્થ્ય મંત્રાલય 

·         23 રાજ્યોના 59 જિલ્લામાં 14 દિવસમાં હજુ એક પણ કેસ નથી આવ્યો 

·         100 સંક્રમિતોમાંથી 80માં લક્ષણ જોવા મળતા નથીઃICMR

·         લોકડાઉનનું ઉલ્લંઘન સ્વાસ્થ્ય માટે જોખમઃ સ્વાસ્થ્ય મંત્રાલય

·          જયપુર, ઈન્દોર, મુંબઈ, કોલકાતા અને પૂણેમાં સ્થિતિ ગંભીર

·         24 કલાકમાં કોરોનાથી 36 લોકોના મોત, 2546 લોકો સારવાર બાદ સ્વસ્થ થયાઃ સ્વાસ્થ્ય મંત્રાલય

·         G-20 દેશો સાથે મળીને વેક્સીન પર કામ કરીશુંઃ સ્વાસ્થ્ય મંત્રાલય

·         રેપિડ ટેસ્ટ સર્વિલાંસ માટે છેઃICMR

·         ગોવામાં એક પણ એક્ટિવ કેસ નથીઃ સ્વાસ્થ્ય મંત્રાલય

મહત્વના અપડેટ્સ 

·         રાજસ્થાનના કોરોના હોટસ્પોટ બનેલા બાસની ગામમાં શનિવારે જન્મેલી બાળકી પણ સંક્રમિત મળી આવી છે. બની શકે છે કે આ દેશનો પહેલો એવો કેસ છે જેમાં એક દિવસની નવજાત બાળકી કોરોના પોઝિટિવ મળી છે. 

·         ઓરિસ્સામાં કોરોના સારવાર માટે બનાવાયેલી પાંચ હોસ્પિટલનું આજે લોકાપર્ણ કરાયું, કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, મુખ્યમંત્રી નવીન પટનાયક અને ઘણા અધિકારી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત થયા હતા. 

·         દિલ્હીમાં પિત્ઝા ડિલિવરી બોયના સંપર્કમાં આવેલા તમામ 16 સાથીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પિત્ઝા બોયના સંપર્કમાં આવેલા 71 પરિવારોને પણ હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. 

·         પૂણેમાં 25 વર્ષની કોરોના સંક્રમિત મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે. બાળકમાં સંક્રમણ થયું નથી. તેને અલગ વોર્ડમાં રાખવામાં આવ્યો છે. મહિલાને 16 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

·         યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતાનું નિધન, દિલ્હી એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા

·         જમ્મુ- કાશ્મીર પોલીસકર્મી કોરોના પોઝિટિવ, કાશ્મીરમાં પોલીસકર્મીઓમાં આ બીજો કેસ 

·         ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચે કહ્યું કે, દેશમાં ઘણી લેબ તપાસની ક્ષમતા વધી રહી છે. આશા છે કે 31 મે સુધી દરરોજ 1 લાખ તપાસ કરવામાં આવશે 

·         લોકડાઉનના બીજા તબક્કમાં સોમવારે ઘણી સેવાઓમાં સશર્તી ઢીલ આપવામાં આવી છે. તેની સાથે જ નેશનલ હાઈવે ઓથોરિટીએ પણ ટોલ નાકા પર ક્લેક્શન  શરૂ કરી દીધું છે. 

·         ઉત્તરપ્રદેશમાં મેરઠ સ્થિત વેલેન્ટિસ કેન્સર હોસ્પિટલ સંચાલને છાપામાં આપેલા વિવાદિત વિજ્ઞાપન અંગે માફી માંગી લીધી છે. આ વિજ્ઞાપનમાં કહેવામાં આવ્યું હતું કે, મુસ્લિમ દર્દી અને તેમની સાર સંભાળ રાખનારા લોકો કોવિડની તપાસ કરાવાને જ અહીંયા આવે. તેઓ નેગેટિવ હશે તો જ તેમની સારવાર કરવામાં આવશે, પોલીસે હોસ્પિટલના સંચાલક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. 

·         બંગાળની સરકારે હોસ્પિટલના કર્મચારીઓને ફરજ દરમિયાન ઘરે ન જવાનો આદેશ કર્યો છે.

·         જબલપુરમાં ક્વૉરન્ટીન સેન્ટરથી ફરાર કોરોના પોઝિટિવ વ્યક્તિની નરસિંહપુરમાં ધરપકડ કરવામાં આવી

·         ઉત્તરપ્રદેશના 30 વિદેશી જમાતીઓનો ક્વૉરન્ટીન સમય પુરો, લખનઉની અસ્થાઈ જેલમાં મોકલવામાં આવ્યા 

·         દિલ્હીમાં કોરોના દર્દી મળ્યા બાદ સિવિલ લાઈન્સમાં ઓબરોય અપાર્ટમેન્ટને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો 

ગોવા બાદ હવે મણિપુર પણ કોરોના મુક્ત થયું
મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે કહ્યું કે, મને એ જણાવતા ખુશી થઈ રહી થે કે મણિપુર હવે કોરોના મુક્ત છે. અહીંયા બે દર્દી હતા, બન્ને પુરી રીતે સ્વસ્થ થઈ ગયા છે. રાજ્યમાં સંક્રમણના કોઈ નવા કેસ સામે આવ્યા નથી. રવિવારે ગોવા પણ કોરોના મુક્ત થયું છે.અહીંયા દાખલ તમામ 7 દર્દીઓની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post