• Home
  • News
  • 19 વર્ષના કાર્લોસ US ઓપન ચેમ્પિયન:સ્પેનના અલ્કરાઝે નોર્વેના કૈસ્પર રૂડને હરાવ્યો; દુનિયાનો નંબર-1 પ્લેયર પણ બન્યો
post

કૈસ્પર રૂડે સેમિફાઈનલમાં રશિયાના કરેન ખાચાનોવને 7-6 (5), 6-2, 5-7, 6-2થી હરાવીને બીજીવાર કોઈ ગ્રૈંડ સ્લેમના ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-12 19:11:52

વિમેન્સ કેટેગરી પછી મેન્સ કેટેગરીમાં પણ US ઓપનને નવો ચેમ્પિયન મળ્યો છે. સ્પેનના 19 વર્ષના કાર્લોસ અલ્કરાઝે રવિવારે ન્યૂયોર્કમાં રમાયેલી ફાઈનલ મેચમાં નોર્વેના કૈસ્પર રૂડને 6-4, 2-6, 7-6 (1), 6-3થી હરાવીને ટાઈટલ જીતી લીધુ હતુ. બન્ને ખેલાડીઓ વચ્ચે આ મેચ 3 કલાક અને 20 મિનિટ સુધી ચાલી હતી. આ જીત સાથે જ અલ્કારેઝ ATP રેન્કિંગમાં નંબર-1 પર પહોંચી ગયો છે. અલ્કારેઝનું આ પહેલું ગ્રૈંડ સ્લેમ છે.

17 વર્ષમાં સૌથી યુવા ગ્રૈંડ સ્લેમ ચેમ્પિયન
છેલ્લા 17 વર્ષની વાત કરીએ તો આ દરમિયાન ગ્રૈંડ સ્લેમ જીતનારો અલ્કારેઝ સૌથી યુવા વયનો ખેલાડી બની ગયો છે. છેલ્લા 32 વર્ષમાં US ઓપન જીતનારો તે સૌથી યુવા વયનો ખેલાડી પણ બની ગયો છે. તેની પહેલા 1990માં અમેરીકા પીટ સંપ્રાંસે 19 વર્ષની ઉંમરમાં જ US ઓપન જીત્યો હતો. 2005માં રાફેલ નાડાલ 19 વર્ષની વયે ફ્રેંચ ઓપન જીત્યો હતો. અલ્કારેઝને ગત વર્ષે US ઓપનના ક્વાર્ટર ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

ATP રેન્કિંગમાં નંબર-1 પર પહોંચનારો સૌથી યુવા ખેલાડી
અલ્કારેઝ ATP રેન્કિંગમાં ફણ નંબર-1 ઉપર પહોંચી ગયો છે. તે 1973થી શરૂ થયેલા ATP રેન્કિંગમાં પહેલ નંબરે પહોંચનારો સૌથી યુવા વયનો ખેલાડી પણ બની ગયો છે. અત્યારસુધી આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના લ્યૂટન હેવિટના નામે હતો. હેવિટે 2001માં 20 વર્ષ 8 મહિના અને 23 દિવસની ઉંમરે 19 નવેમ્બરે ટેનિસમાં સૌથી યુવા વયે નંબર-1 બન્યો હતો.

અમેરીકાના ફ્રાંસિસ ટિયાફોને હરાવીને પહેલીવાર ફાઈનલમાં પહોંચ્યો અલ્કારેઝ
કાર્લોસ અલ્કારેઝ સેમિફાઈનલમાં અમેરીકાના ફ્રાંસિસ ટિયાફોને હરાવીને પહેલી વખત US ઓપનના ફાઈનલમાં પહોંચ્યો હતો. તેણે પાંચ સેટમાં ચાલેલા આ મેચમાં ટિયાફોને 6-7 (6), 6-3, 6-1, 6-7 (5), 6-3થી પરાજય આપ્યો હતો. તે પહેલીવાર કોઈ ગ્રૈંડ સ્લેમના ટૂર્નામેન્ટના ફાઈનલમાં પહોંચ્યો હતો.

તો કૈસ્પર રૂડે પણ સેમિફાઈનલમાં રશિયાના કરેન ખાચાનોવને 7-6 (5), 6-2, 5-7, 6-2થી હરાવીને બીજીવાર કોઈ ગ્રૈંડ સ્લેમના ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

કોણ છે અલ્કારેઝ?
કાર્લોસનો જન્મ 5 મે, 2003ના રોજ સ્પેનમાં થયો હતો. કાર્લોસે 4 વર્ષની ઉંમરમાં જ ટેનિસ રમવાનું શરૂ કર્યુ હતુ. આની પ્રેરણા તેના પિતા કાર્લોસ અલ્કારેઝ ગોંગાલેઝથી મળી છે. જેમની ગણના સ્પેનના ટૉપ-40 ખેલાડીમાં થતી હતી.

અલ્કારેઝના કોચ પૂર્વ ખેલાડી જુઆન કાર્લોસ ફેરેરો છે. તેમના માર્ગદર્શન નીચે જ કાર્લોસે 15 વર્ષની ઉંમરમાં પ્રોફેશનલ ટેનિસ રમવાનું શરૂ કરી દીધુ હતુ. અલ્કારેઝ ટેનિસ ઈતિહાસના એ ખેલાડીઓમાંથી છે, જેને પોતના ડેબ્યૂ ગ્રૈંડ સ્લેમના પહેલા રાઉન્ડથી હાર મળી નથી.