• Home
  • News
  • ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં 2.24 લાખ ક્યૂસેક પાણીની આવક, સપાટી વધીને 126.89 મીટરે પહોંચી
post

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા 12 કલાકમાં 1.4 મીટરનો વધારો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-24 11:56:33

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. હાલ 2.24 લાખ ક્યૂસેક પાણીની આવકને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે. છેલ્લા 12 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 1.4 મીટરનો વધારો થયો છે. જેને પગલે ડેમની સપાટી વધીને 126.89 મીટરે પહોંચી ગઇ છે.

નર્મદા ડેમ તેની સર્વાધિક સપાટીથી માત્ર 11.79 મીટર જ દૂર
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે ગુજરાતની પ્રજામાં ખુશી જોવા મળી રહી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જોકે ડેમ તેની સર્વાધિક સપાટીથી હવે માત્ર 11.79 મીટર જ દૂર છે. ડેમમાં હાલ 2052 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જોકે વીજ ઉત્પાદન હજી પણ બંધ છે.

કરજણ ડેમમાં પાણીની આવક વધતા 40 હજાર ક્યૂસેક પાણી છોડાયુ
બીજી તરફ નર્મદા જિલ્લાના કરજણ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થયો છે. કરજણ ડેમમાં હાલ ઉપરવાસમાંથી 18,947 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. હાલ ડેમની સપાટી 110.11 મીટર ઉપર પહોંચી ગઇ છે. જેને પગલે કરજણ ડેમના 5 ગેટ ખોલાયા છે અને કરજણ નદીમાં 40,495 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાઇડ્રો પાવારના 2 યુનિટ ચાલુ છે અને વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. કરજણ ડેમમાં 374.17 MCM લાઇવ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નર્મદા જિલ્લામાં અત્યાર સુધી જિલ્લામાં સરેરાશ 54 ટકા વરસાદ નોંધાયો છે.

નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામાં સાર્વત્રિક વરસાદ

નાંદોદ

1 ઇંચ

ગરુડેશ્વર

1 ઇંચ

તીલાકવાડા

1 ઇંચ

સાગબારા

4 ઇંચ

ડેડીયાપાડા

5 ઇંચ

adv

Related News

post
post
post
post
post
post
post