• Home
  • News
  • 21 દિવસના લોકડાઉનની જાહેરાત બાદ લોકોએ દુકાનો-મોલ્સમાં વસ્તુઓ ખરીદવા લાઇનો લગાવી
post

મોલ્સ, દુકાનો અને અમૂલ પાર્લરની બહાર લોકોની લાઇનો લાગી

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 09:53:16

અમદાવાદ: સમગ્ર દેશમાં આગામી ત્રણ અઠવાડિયા એટલે કે 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ જાહેરાત બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં લોકોએ લાઇનો લગાવી છે. લોકોએ કરિયાણું ભરવા, દૂધ લેવા કે અન્ય જીવનન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા લાઇનો લગાવી છે. આ ઉપરાંત શહેરમાં આવેલા મોલ્સમાં પણ લાંબી-લાંબી લાઇનો જોવા મળી છે.

કોરોનાના દર્દી સામે ફરિયાદ

રાજ્યમાં કોરોના વાઇરસના વધતા વ્યાપને લઈ અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં સોમવારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.  જેને પગલે આજે સવારથી રસ્તા પર જઈ રહેલા લોકોને પોલીસ અટકાવીને પૂછપરછ કરી રહી હતી. જેમાંથી કામ વિના બહાર નીકળી રહેલા લોકો સામે પોલીસ પગલા ભરી રહી છે. તેમજ પોલીસે બહાર નીકળેલા લોકોને ફટકાર્યાં હતા. માત્ર એટલું જ નહીં પૂછ્યા વિના જ દંડાવાળી કરી હતી. જો કે બીજી બાજુ ગાંધીનગર પોલીસે રસ્તે જતા શ્રમિકોને ફૂડ પેકેટ પણ વહેંચ્યા હતા. આ ઘટનાક્રમ વચ્ચે ગાંધીનગરમાં કોરોનાના દર્દી સામે પહેલી ફરિયાદ નોંધાઇ છે. ગાંધીનગરના ચાર કોરોના પોઝીટીવ કેસમાંના એક દર્દી સહિત ચાર સામે ફરિયાદ થઈ છે. ગાંધીનગરના આ દર્દી સામે સામે કોરોના અંગે માહિતી છુપાવવા બદલ પોલીસ ફરિયાદ થઈ છે. આ દર્દી સામે ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્ય દ્વારા સેકટર-21માં ફરિયાદ કરવામાં આવી છે.

 

પત્રકારોને છૂટ હોવા છતાં પોલીસે મીડિયા કર્મીઓને ફટકાર્યાં 

રાજ્ય સરકારે જીવન જરૂરી સેવાઓ સાથે સંકળાયેલા લોકોની સાથે સાથે ચોથી જાગીર એવા મીડિયા કર્મીઓને પણ આવવા જવા છૂટ આપી હોવા છતાં પોલીસ બેફામ બની ગઈ હતી. પોલીસે મીડિયા કર્મી સામે દંડો ઉગામવા અને ફટકારવા લાગી છે જે પડવા સુધી પણ આવી શકે છે. પોલીસ પોતાની ફરજ નિભાવી રહી છે તો પત્રકારો પણ પોતાના જીવના જોખમે રિપોર્ટિંગ કરી રહ્યાં છે.

 

બોપલના સિટી સેલિબ્રેશન સેન્ટરમાં સ્ટાર બજાર મોલ ચાલુ રાખી વાઇરસથી બચવા મોલમાં સેનિટાઈઝરની સુવિધા અને માસ્ક નહિ પહેરી જાહેરનામાનો ભંગ કરતા મોલના બે મેનેજર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.કોરોના વાઇરસને લઈ અમદાવાદ જિલ્લામાં પણ લોકડાઉનની જાહેરાત કરવા અંગે અધિક કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. બોપલ પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી સતત આ મામલે માહિતી આપવામાં આવતી હતી. સીટી સેલિબ્રેશન સેન્ટરમાં આવેલા સ્ટાર બજાર મોલ ચાલુ હતો જેમાં 50થી 60 લોકો ભેગા થયા હતા. પોલીસે મોલમાં તપાસ કરતા એકપણ કર્મચારીએ માસ્ક નહોતું પહેર્યું તેમજ સેનિટાઈઝરની પણ કોઈ સુવિધા જોવા મળી ન હતી. જેથી પોલીસે મોલના મેનેજર અકબર પાલીવાલા અને શ્રીકાંત શર્મા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post