• Home
  • News
  • ડમીકાંડમાં વધુ 2 આરોપીઓની અટકાયત:ભાવનગરમાં એક યુવક પરીક્ષામાં બેસ્યા વગર જ સરકારી નોકરીમાં લાગી ગયો, જે ડમી તરીકે બેસ્યો હતો તે હાલ કરાઈમાં PSIની તાલીમ લેતો હતો
post

ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ મામલાની તપાસ માટે 19 અધિકારીઓ અને કર્મચારીઓની એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-17 19:30:31

ભાવનગર: ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા ડમીકાંડ મામલે ભાવનગર પોલીસે વધુ બે આરોપીઓની અટકાયત કરી છે. આ મામલે ઝડપાયેલા કુલ આરોપીઓનો આંક હવે 6 પર પહોંચ્યો છે. ભાવનગર પોલીસે આજે કરાઈ પોલીસ એકેડમીમાં PSIની તાલીમ લઈ રહેલા અને ભાવનગરની ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા યુવકોને ઝડપી પાડ્યા છે. કરાઈ એકેડમીમાં તાલીમ લઈ રહેલા યુવકે ભાવનગરના યુવક માટે ડમી તરીકે પરીક્ષા આપી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બંનેને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

અક્ષર બારૈયાના ડમી તરીકે સંજય પંડ્યાએ પરીક્ષા આપી હતી
ભાવનગર પોલીસે આજે જે બે આરોપીઓની અટકાયત કરી છે. તેમાં એકનું નામ સંજય પંડ્યા છે જે કરાઈ પોલીસ એકેડમીમાં પીએસઆઈની તાલીમ લઈ રહ્યો છે. જ્યારે અન્ય આરોપીનું નામ અક્ષર બારૈયા છે. જે ભાવનગરની ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ક્લાર્ક તરીકે નોકરી કરી રહ્યો છે. વર્ષ 2021માં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં અક્ષર બારૈયા તરીકે સંજય પંડ્યાએ ડમી તરીકે પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં અક્ષર બારૈયા પાસ થતા તેને સરકારી નોકરી પણ મળી ગઈ હોવાનું સામે આવ્યું છે.

 

ડમીકાંડ મામલે આ પહેલાં ચાર આરોપીઓની ધરપકડ
ભાવનગર પોલીસ આ પહેલાં આ મામલે શરદકુમાર સ/ઓ ભાનુશંકર શાંતિભાઈ પનોત ઉં.મ.34 દિહોર રહે.તળાજા, પ્રકાશભાઈ ઉર્ફે પી.કે. કરસનભાઈ દવે ઉ.મ.35 રહે. પીપરલા તળાજા, બળદેવ રમેશભાઈ રાઠોડ ઉ.મ.29 રહે.ગામ દિહોર તળાજા, પ્રદીપકુમાર નંદલાલભાઈ બારૈયા ઉ.મ.33 રહે.દેવગણા સિહોર ચાર શખ્સોને ત્રણ દિવસ પહેલાં ઝડપી લીધા હતા.

હજી પણ 30 આરોપીઓને ઝડપવાના બાકી
ડમી કાંડ મામલે ભાવનગર પોલીસે 14 એપ્રિલે 36 ઉમેદવારો સામે ગુનો નોંધ્યો હતો. અત્યાર સુધીમાં આ મામલે કુલ 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. હજી પણ 30 આરોપીઓને ઝડપવાના બાકી છે. આ ઉપરાંત આ મામલે હજી પણ વધુ આરોપીઓની સંડોવણી ખૂલી શકે છે. જે આરોપીઓને ઝડપવાના બાકી છે તેઓનાં નામની યાદી નીચે મુજબ છે.
(1)
મિલનભાઈ ઘુઘાભાઈ બારૈયા રહે.તળાજા
(2)
શરદભાઈના કહેવાથી ફિઝિક્સની પરીક્ષા આપનાર
(3)
મિલન ઘુઘાભાઈએ ડમી તરીકે જેની પરીક્ષા આપી તે વિદ્યાર્થી રહે.ભાવનગર
(4)
કવિત એન.રાવ રહે. ભાવનગર
(5)
ભાવેશ રમેશભાઈ જેઠવા રહે.પીપરલા તળાજા
(6)
રાજપરા દિહોર તળાજાના કોઈ વિદ્યાર્થીના
(7)
જી.એન દામાણી મ્યુનિસિપલ હાઇસ્કૂલ ધારી જિ.અમરેલી
(8)
રાજ ગીગાભાઈ ભાલિયા રહે.ભાવનગર
(9)
હિતેશ બાબુભાઈ રહે. ભાવનગર
(10)
હિતેશ બાબુભાઈનો ડમી રાહુલ રહે.બોટાદ સિટી
(11)
પાર્થ ઈશ્વરભાઈ જાની રહે.હિમાલયા પાર્ક-1 ટોપ થ્રી સામે અધેવાડા
(12)
પાર્થ ઈશ્વરભાઈ જાનીનો ડમી ઉમેદવાર રહે.ભાવનગર
(13)
રમણીકભાઈ મથુરામભાઈ જાની રહે.સિહોર ભાવનગર
(14)
ભાર્ગવ કનુભાઈ બારૈયા દવે રહે.દિહોર તળાજા
(15)
મહેશભાઈ લાભશંકરભાઈ લાઘવા રહે. કરમદીયા મહુવા
(16)
અંકિત લકુમ રહે.ભાવનગર
(17)
વિમલભાઈ બટુકભાઈ જાની રહે. દિહોર તળાજા
(18)
કૌશિકકુમાર મહાશંકર જાની રહે. ભાવનગર
(19)
જયદીપ બાબુભાઈ ભેડા રહે.ભાવનગર
(20)
ભગીરથભાઈ અમૃતભાઈ પંડ્યા રહે.ભાવનગર
(21)
ભગીરથભાઈ અમૃતભાઈ પંડ્યાનો ડમી ઉમેદવાર રહે.ભાવનગર
(22)
નિલેશ ઘનશ્યામભાઈ જાની રહે.ભાવનગર
(23)
નિલેશ ઘનશ્યામભાઈ જાનીનો ડમી ઉમેદવાર રહે.ભાવનગર
(24)
જયદીપ ભદ્રેશભાઈ ધાંધલિયા રહે.ભાવનગર
(25)
દિનેશ બટુકભાઈ પંડ્યા રહે.ભાવનગર
(26)
ભદ્રેશભાઈ બટુકભાઈ પંડ્યા રહે.ભાવનગર
(27)
અભિષેક પંડ્યા રહે.ટીમાણા તળાજા
(28)
કલ્પેશ પંડ્યા રહે.તળાજા
(29)
ચંદુભાઈ પંડ્યા રહે.ભાવનગર
(30)
હિતેન હરિભાઈ બારૈયા રહે.ભાવનગર

સમગ્ર મામલાની તપાસ માટે કરવામાં આવી છે SITની રચના
ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ મામલાની તપાસ માટે 19 અધિકારીઓ અને કર્મચારીઓની એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. જેમાં 1 પીઆઈ, 8 પીએસઆઈ, LCB,SOG,અને પેરોલ ફર્લો સ્ક્વોડના માણસો સાથેની એક ટીમ રચવામાં આવી છે. જે ડમી કાંડ મામલે તપાસ કરી રહી છે.

કઈ રીતે આચરવામાં આવતું હતું કૌભાંડ?
આરોપીઓ પોતાના ફાયદા માટે એકબીજાના મેળાપીપણામાં વર્ષ 2012થી 2023 દરમિયાન ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ અને સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બેસનારા ઉમેદવારોની હોલ ટિકિટ અને આધારકાર્ડ ઉપરના ફોટોગ્રાફ લેપટોપના માધ્યમથી ચેડા કરી તેની જગ્યાએ ડમી વ્યક્તિને બેસાડી પરીક્ષાઓ અપાવતા હતા.

જે કૌભાંડ સામે લાવ્યા તેની સામે પણ આક્ષેપો થયા
પાંચમી એપ્રિલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી ગુજરાત શિક્ષણ બોર્ડ અને ગુજરાત સરકારની વિવિધ સરકારી ભરતીની પરીક્ષાઓમાં ડમીકાંડ ચાલતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહ જાડેજા દ્વારા ચાર નામો પણ જાહેર કરવામાં આવ્યાં હતાં. આ મામલે પોલીસે 14 એપ્રિલે 36 લોકો સામે ભાવનગરમાં ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ 15 એપ્રિલે યુવરાજસિંહના જૂના સાથી બિપીન ત્રિવેદીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં યુવરાજસિંહ દ્વારા ડમીકાંડમાં નામ જાહેર કરવા ન બદલે કેટલાક લોકો પાસેથી પૈસા લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. જો કે, યુવરાજસિંહ દ્વારા આ આક્ષેપોને ખોટા અને પાયાવિહોણા ગણાવવામાં આવ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post