• Home
  • News
  • જુગારધામ પર દરોડો:જૂનાગઢના પૂર્વ ભાજપ પ્રમુખની રેસ્ટોરન્ટમાંથી જુગાર રમતા 20 ઝબ્બે, રૂ.14 લાખની રોકડ જપ્ત
post

એસએલ પાર્કમાં ભાજપ અગ્રણીના બંને પુત્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેલંદાઓને બોલાવીને જુગાર રમાડતા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-24 10:50:48

જૂનાગઢ મહાનગર ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના સીનિયર અગ્રણી કરશનભાઇ ધડુકની રેસ્ટોરન્ટમાંથી આજે એસઓજીએ જુગાર રમતા 20 શખ્સોને ઝડપી લીધા છે. આરોપીઓમાં 2 મહિલાઓ પણ સામેલ છે. પોલીસે સ્થળ પરથી 14 લાખથી વધુની રોકડ પણ કબ્જે લીધી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ મહાનગર ભાજપના પૂર્વ પ્રમુખ કરશનભાઇ ધડુકની માલિકીની ગાર્ડન રેસ્ટોરન્ટ એસએલ પાર્ક સક્કરબાગની સામે આવેલી છે. હાલ આ રેસ્ટોરન્ટ બંધ છે. પણ કોમર્શીયલ કોમ્પલેક્ષ અને હોલ તેમજ ઓફિસ કાર્યરત છે. અહીં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે આજે બપોરના અરસામાં એસઓજી પીએસઆઇ જયરાજ વાળા સ્ટાફ સાથે ત્રાટક્યા હતા.

પોલીસે સ્થળ પરથી પકડેલા 20 શખ્સો
મનીષ કરશનભાઇ ધડુક (ઉ. 49), વિરલ કરશનભાઇ ધડુક (ઉ. 40), અજય મગનભાઇ લીંબાસિયા (ઉ. 39), પ્રવિણભાઇ ધનજીભાઇ પીપળિયા (ઉ. 44), હાજાભાઇ રાણાભાઇ મુળિયાસિયા (ઉ. 61), જેન્તીભાઇ બચુભાઇ ડોબરિયા (ઉ. 60), કિશન ધનસુખભાઇ કાપડી (ઉ. 20), ગોવિંદ મેરામણભાઇ ચાવડા (ઉ. 38), કરશનભાઇ નારણભાઇ કાબરિયા (ઉ. 43), જલ્પેશ કિરીટભાઇ પંડ્યા (ઉ. 31), ધર્મેન્દ્ર અરવિંદભાઇ રૂપારેલિયા (ઉ. 33), મિલન જગદીશભાઇ રાયચુરા (ઉ. 22), મહેશ ધીરૂભાઇ સેંજલિયા (ઉ. 44), ગોવીંદભાઇ પોપટભાઇ દઢાણિયા (ઉ. 61), કારાભાઇ દાનાભાઇ કરમટા (ઉ. 33), સાજણભાઇ જોધાભાઇ આંબલિયા (ઉ. 40), દેવાયતભાઇ કુંભાભાઇ આંબલિયા (ઉ. 42), પ્રદિપ કિર્તીભાઇ ત્રિવેદી (ઉ. 28), ગીતાબેન ચમનભાઇ વાંસજાળિયા (ઉ. 40) અને હેતલબેન જીજ્ઞેશભાઇ વઘાસિયા (ઉ. 32) નો સમાવેશ થાય છે.

પકડાયેલા લોકો જૂનાગઢ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર એમ જુદા જુદા જિલ્લાઓમાંથી જુગાર રમવા આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રૂ. 14,20,335 ની રોકડ સહિત કુલ રૂ. 49,81,335 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અત્રે નોંધનિય છેકે, જૂનાગઢ શહેરના બી ડિવીઝન વિસ્તારમાં ચાલતા આવડા મોટા વગદાર જુગારના અખાડા પર એસઓજીએ રેડ કરવી પડી હતી. બનાવમાં ખુદ એસઓજી પીએસઆઇ વાળા ફરિયાદી બન્યા છે. બનાવ અંગે બી ડિવીઝન પોલીસમાં ગુનો નોંધાયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post