• Home
  • News
  • ગુજરાતમાં પોઝિટિવ દર્દી 21 હજાર પાર,11 દિવસમાં 4600 કેસ મળ્યા, રાજ્યમાં 68% દર્દી સાજા થયા
post

24 કલાકમાં 470 નવા કેસ, 33નાં મોત, મૃત્યુઆંક 1313

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-10 09:46:52

અમદાવાદ: રાજ્યમાં મંગળવારે કોવિડ-19ના નવા 470 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 21 હજારને પાર થઈને 21044 થઈ છે. મંગળવારે વધુ 33 લોકોના મોત નિપજ્યાં હતા. જે સાથે કુલ મરણાંક વધીને 1313 થયો છે. જો કે રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 14373 થઈ છે. આ સાથે રાજ્યના કુલ પોઝિટિવ દર્દીઓમાંથી 68 ટકા સાજા થઈ ચૂક્યાં છે. રાજ્ય સરકારના સત્તાવાર આંકડા મુજબ નવા 470 કેસમાંથી 248 અમદાવાદમાં, 64 વડોદરામાં અને 48 સુરતમાં નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 27 મોત થયાં છે. તો સુરતમાં 2 તથા અરવલ્લી, મહેસાણા, પંચમહાલ અને અમરેલી જિલ્લામાં એક-એક દર્દીનું મોત થયું છે. અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 14952 સાથે 15 હજારની નજીક પહોંચી છે. જ્યારે શહેરના કુલ મોત 1066 થયા છે. 

રાજ્યમાં અત્યારે કુલ 5,358 એક્ટિવ કેસ છે જ્યારે 64 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 19 માર્ચના રોજ પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો હતો. જ્યારે 22 માર્ચના રોજ રાજકોટમાં કોરોનાથી રાજ્યનું પ્રથમ મોત થયું હતું. સુરતમાં અત્યાર સુધી કુલ 84 મોત થઈ ચૂક્યાં છે. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ 1066, વડોદરામાં 43, પાટણમાં 7, મહેસાણા-અરવલ્લીમાં 8-8, બનાસકાંઠામાં 6, કચ્છ અને રાજકોટમાં 5-5 મોત નોંધાઈ ચૂક્યાં છે. 

ટેસ્ટ મુદ્દે સરકારને હાઇકોર્ટની નોટિસ
ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના ગુજરાત યુનિટની ટેસ્ટ અંગેની અરજી પર સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે મંગળવારે રાજ્ય સરકારને તથા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચને નોટિસ પાઠવી છે. આઇએમએની અરજીમાં એસિમ્પ્ટેમેટીક હેલ્થ વર્કર્સનો કોરોના ટેસ્ટ આગોતરી મંજૂરી વિના કરવાની માગણી કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગે 2 જૂનના રોજ આદેશ બહાર પાડીને મંજૂરી મેળવવા જણાવ્યું હતું.

રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં 306 મોત
રાજ્યમાં કોરોનાથી છેલ્લા માત્ર 10 દિવસમાં 306 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે અત્યાર સુધીના કુલ મોતની સંખ્યા 1313 થઈ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post