• Home
  • News
  • 22,300 કરોડના માલિકનો ચોળાયેલો શર્ટ સોશિયલ મીડિયા પર બન્યો ચર્ચાનો વિષય, PMએ કહ્યું- ઝુનઝુનવાલા દેશ માટે બુલિશ
post

રાકેશ ઝુનઝુનવાલા આગામી 4 વર્ષમાં 70 એરક્રાફ્ટની સાથે એક નવી એરલાઈન કંપની શરૂ કરવાનું વિચારી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-06 10:39:52

ભારતીય શેરબજારના બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનુઝુનવાલાના વડાપ્રધાન મોદીએ ખૂબ વખાણ કર્યા છે. વડાપ્રધાન મોદી અને રાકેશ ઝુનઝુનવાલાની મંગળવારે દિલ્હીમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાત પછી વડપ્રધાને ટ્વિટ કરીને રાકેશને વન એન્ડ ઓનલી કહ્યા અને કહ્યું કે મળીને ખુબ જ ખુશી થઈ. જોકે આ મુલાકાત સમયનો એક ફોટો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થયો છે. આ મુલાકાત દરમિયાન રાકેશનું શર્ટ ખૂબ જ કરચલીવાળું જોવા મળ્યું છે અને તે ઉપરાંત તેઓ ખૂબ વિશ્વાસથી મોદી સાથે ઉભેલા દેખાય છે.

આ તસવીર વાયરલ થયા પછી સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે, રાકેશ ઝુનઝુનવાલાએ સાબીત કરી દીધું છે કે, વ્યક્તિની ઓળખ કપડાંથી નથી થતી અને દુનિયાના કોઈ પણ તાકાતવર વ્યક્તિને મળવા માટે આત્મવિશ્વાસ માટે કપડાંનું મહત્વ નથી હોતું. જોકે સાચી વાત તો એ છે કે, જો તમારી પાસે હજારો કરોડોની નેટવર્થ હોય તો આત્મવિશ્વાસ આપોઆપ વધી જાય છે.

રાકેશ અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાની મંગળવારે સાંજે થયેલી મુલાકાત પછી લોકો સોશિયલ મીડિયા પર તેની ખૂબ મજા લઈ રહ્યા છે. કોઈએ કહ્યું કે, ભાઈ કોઈ આમના શર્ટને ઈસ્ત્રી કરાવી દો, તો કોઈએ એવી પણ ટ્વિટ કરી છે કે, પીએમ મોદી જાણે રાકેશ ઝુનઝુનવાલા સામે ફેન બનીને ઉભા હોય એવુ લાગે છે. જોકે સાચી વાત એ છે કે, જ્યારે તમે લીનનનું શર્ટ પહેરો અને ટ્રાવેલ કરો છો ત્યારે તેમાં થોડી કરચળી આવી જ જાય છે.

વડાપ્રધાન મોદીએ રાકેશ ઝુનઝુનવાલા સાથે મુલાકાત કરીને એ વિશે ટ્વિટ કરી જાતે જ લોકોને માહિતી આપી હતી

કોણ છે રાકેશ ઝુનઝુનવાલા?
તમને સૌથી પહેલાં એ જણાવીએ કે રાકેશ ઝુનઝુનવાલા કોણ છે. રાકેશ ઝુનઝુનવાલા દેશના શેરબજારમાં દિગ્ગજ રોકાણકાર છે જેને બિગ બુલ કહેવામાં આવે છે. તેમના દરેક પગલાં પર કરોડો રોકાણકારોની નજર હોય છે. માનવામાં આવે છે કે, રાકેશ જે શેરને હાથ લગાડે છે તે સોનાનો થઈ જાય છે. હારુન ઈન્ડિયાની તાજેતર દ્વારા રજૂ કરવામાં આવેલી અમીરોની યાદી પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પરિવારની નેટવર્થ અંદાજે 22,300 કરોડ રૂપિયા છે. દેશની ઘણી મોટી સંપત્તિઓમાં તેમનો હિસ્સો પણ છે. તેઓ ટૂંક સમયમાં એરલાઈન્સ શરૂ કરવાનું પણ વિચારે છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, રાકેશ ઝુનઝુનવાલા લો-કોસ્ટ એરલાઈન્સમાં રોકાણની યોજના બનાવી રહ્યા છે. લોકોની વધતી જતી હવાઈ મુસાફરીને ધ્યાનમાં રાખીને રાકેશ ઝુનઝુનવાલા આગામી ચાર વર્ષમાં 70 એરક્રાફ્ટ સાથે લો-કોસ્ટ એરલાઈન્સ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ યોજના માટે તેમની વિદેશી રોકાણકારો સાથે પણ વાતચીત ચાલી રહી છે. માનવામાં આવે છે કે આ વેન્ચરમાં RJ અંદાજે રૂ. 260 કરોડનું રોકાણ કરશે.

RJની લો-કોસ્ટ 'આકાશ'
રાકેશ ઝુનઝુનવાલા ભારતમાં જે લો-કોસ્ટ એરલાઈન્સ શરૂ કરવાનું વિચારી રહ્યા છે એનું નામ 'આકાશ એર' રાખવામાં આવશે. આ નવી એરલાઈન્સમાં ડેલ્ટા એરલાઈન્સના પૂર્વ સિનિયર એક્ઝિક્યુટિવ જેવી આખી ટીમ રાખવામાં આવશે. આ ટીમ એ ફ્લાઈટનું મેનેજમેન્ટ સંભાળશે જે એક વખતમાં 180 લોકો વિમાનની મુસાફરી કરશે.

શું છે આખો પ્લાન?
દેશમાં હવાઈ જહાજથી મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ ટ્રેન્ડમાં વધારો થવાની શક્યતા છે. રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા આગામી 4 વર્ષમાં 70 એરક્રાફ્ટની સાથે એક નવી એરલાઈન કંપની શરૂ કરવાનું વિચારી રહ્યા છે. ઝુનઝુનવાલા નવી એરલાઈન્સ કંપનીમાં 3.5 કરોડ ડોલર (રૂ. 260 કરોડ)નું રોકાણ કરશે. આ એરલાઈન્સમાં તેઓ તેમની 40 ટકા ભાગીદારી રાખશે. આગામી 15 દિવસમાં રાકેશ ઝુનઝુનવાલા ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસેથી આ વિશે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ મેળવી લે એવી શક્યતા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post