• Home
  • News
  • ગુજરાતમાં 24 કલાક હળવા વરસાદની આગાહી:રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નહીં, છતાં અમદાવાદ, નવસારી, વલસાડ, દાહોદ, દમણમાં વરસાદની સંભાવના
post

હાલ કોઈપણ પ્રકારની ભારે વરસાદ સંભાવના નથી

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-16 17:38:00

રાજ્યમાં હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. છતાં 7 દિવસ હળવો વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 24 કલાકમાં નવસારી, વલસાડ, તાપી, દમણમાં વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદ, દાહોદ, મહીસાગરમાં પણ હળવો વરસાદ વરસશે. જ્યારે કચ્છમાં વરસાદ પડશે નહીં. રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં વરસાદની સંભાવના છે.

જો કે, નવસારી, વલસાડ, તાપી, દમણમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથમાં પણ વરસાદ પડશે. રાજ્યમાં અત્યારસુધીમાં 93 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતના કોઈપણ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા નથી
હાલ ગુજરાતના કોઈપણ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા નથી. આજે ગુજરાતમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરિયાકિનારાના વિસ્તારોના લોકોને હાલ કોઈપણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા હળવા મૂડમાં વરસવાની શક્યતા છે. કાલથી ત્રણ દિવસ ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયાં ઝાપટાં વરસી શકે છે.

જૂનાગઢ, સોમનાથમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં હળવો વરસાદ વરસવાની શક્યતા છે તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, સોમનાથ, કચ્છમાં પણ આજે હળવા વરસાદની સંભાવના છે.

હાલ કોઈપણ પ્રકારની ભારે વરસાદ સંભાવના નથી

સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. રાજ્યમાં હાલ કોઈપણ પ્રકારની ભારે વરસાદ વરસવાની સંભાવના નથી તેમજ દરિયા વિસ્તારમાં કોઈપણ પ્રકારની વોર્નિંગ નથી અપાઈ. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે હળવા વરસાદની શક્યતા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post