• Home
  • News
  • AMCએ MOU કરેલી ખાનગી હોસ્પિટલોના 2420 બેડ ખાલી, મ્યુનિ. કમિશ્નરના આદેશ બાદ માહિતી ઓનલાઈન
post

AMCએ જાહેર કરેલી 42 પૈકીની 36 સાથે MOU થયા છે અને 2 હોસ્પિટલ MOU વગર સારવાર કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-12 12:10:19

અમદાવાદ: કોરોનાની મહામારીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલ સાથે કરેલા MOUમાં કઇ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે અને કેટલા ભરેલા તેની જાણ લોકોને થાય તે માટે ઓનલાઇન માહિતી આપવા મ્યુનિ. કમિશનરે આદેશ આપતાં અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન (AHNS)ની વેબસાઈટ પર બેડની યાદી મુકવામાં આવી છે. યાદી મુજબ ખાનગી હોસ્પિટલમાં 2942 જેટલા બેડની વ્યવસ્થા છે. 522 જેટલા ખાનગી દર્દીઓ દાખલ છે. જેને પગલે 2420 બેડ હજુ ખાલી હોવાની માહિતી સામે આવી છે. એસવીપી કે સરકારી હોસ્પિટલ દર્દીને ખાનગી હોસ્પિટલમાં રિફર કરે પછી ઘણા કિસ્સામાં તેમને કઈ હોસ્પિટલમાં કેટલી જગ્યા છે તેની જાણ હોતી નથી. જેના પગલે મ્યુનિ. કમિશનરે આ પરિપત્ર કર્યો હતો.

AMCMOU કરેલી 36 હોસ્પિટલ, 2 MOU વગર સારવાર કરે છે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 42 ખાનગી હોસ્પિટલની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 36 હોસ્પિટલ સાથે AMCMOU કરેલા છે. 2 હોસ્પિટલ MOU વગર દર્દીને સારવાર આપે છે. જ્યારે 4 હોસ્પિટલ જે હાલમાં કાર્યરત નથી. જેથી હાલમાં 38 ખાનગી હોસ્પિટલ જ કોરોનાની સારવાર આપી રહી છે. યાદીમાં અલગ અલગ કેટેગરીમાં કેટલા લોકો સારવાર લઇ રહ્યા છે. ICUમાં વેન્ટિલેટર પર અને વગર વેન્ટિલેટર પર તેમજ ખાનગી દર્દીઓ કેટલા છે તેની વિગત મુકવામાં આવી છે.

વધારાના બેડ ઉપલબ્ધ કરવા જીસીએસને નિર્દેશ

ડીવાયએમસી હેલ્થને નિર્દેશ આપ્યો છે કે, જીસીએસ હોસ્પિટલમાં અત્યારે 200 બેડ છે ત્યાં વધારાના 186 બેડ ઉપલબ્ધ થાય. એસએમએસ હોસ્પિટલમાં પણ વધારાના 200 બેડનો ઉમેરો થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે. આ હોસ્પિટલમાં ઓક્સિજન વેન્ટીલેટર પણ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી આવશ્યક છે. અન્ય ખાનગી હોસ્પિટલ પાસેથી પણ વધારાના બેડ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post