• Home
  • News
  • 25 વિદેશી પ્રથમ સપ્તાહની મેચો નહીં રમે, લખનઉ-દિલ્હીના સૌથી વધુ ખેલાડીઓ
post

26 માર્ચથી શરૂ થશે લીગની 15મી સિઝન

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-15 11:50:19

નવી દિલ્લી: નવા ફોર્મેટ અને નવી ટીમોના આગમન બાદ આઈપીએલની 15મી સિઝન અગાઉ કરતા મોટી બનવાની તૈયારીમાં છે. જોકે પ્રારંભિક અમુક દિવસોમાં સ્થાનિક ખેલાડીઓનો દબદબો જોવા મળી શકે છે, કારણ કે- 9 ફ્રેન્ચાઈઝના 25 વિદેશી ખેલાડી પ્રારંભિક તબક્કામાં પોતાની ટીમો સાથે નહીંં જોડાઈ શકે. IPLનો કાર્યક્રમ 3 વિદેશી સીરિઝ સાથે ટકરાતો હોવાને કારણે અમુક વિદેશી ખેલાડીઓ 26 માર્ચથી શરૂ થનાર IPLના પ્રથમ સપ્તાહમાં નહીં રમી શકે.

ઈંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં 3 મેચની ટેસ્ટ સીરિઝ રમી રહી છે. સીરિઝની અંતિમ મેચ 24 માર્ચથી શરૂ થશે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા પણ ટેસ્ટ સીરિઝ રમી રહ્યા છે. જે પછી 3 વન-ડે તથા 1 ટી-20 રમશે. ટેસ્ટ સીરિઝ 25 માર્ચ અને પ્રવાસ 5 એપ્રિલે પૂર્ણ થશે. જ્યારે દ.આફ્રિકાની ટીમ બાંગ્લાદેશ સામે 3 વન-ડે અને 2 ટેસ્ટ રમશે. વન-ડે સીરિઝ 23 માર્ચ, જ્યારે ટેસ્ટ સીરિઝ 12 એપ્રિલે પૂર્ણ થશે. મુંબઈ ટીમનો એક પણ વિદેશી ખેલાડી એવો નથી, જેની ટીમનો શેડ્યૂલ લીગ સાથે ટકરાતો હોય.

9 ટીમના ખેલાડીઓ લીગમાં મોડેથી જોડાશે
ડ્વેન પ્રિટોરિયસ (દ.આફ્રિકા). કેકેઆરઃ પેટ કમિન્સ, એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા). રાજસ્થાનઃ રાસી વાન ડર ડુસેન (દ.આફ્રિકા). હૈદરાબાદ) માર્કો જાનસેન (દ.આફ્રિકા), સીન એબોટ (ઓસ્ટ્રેલિયા), એડમ માર્કરમ (દ.આફ્રિકા). દિલ્હીઃ ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા), મિચેલ માર્શ (ઓસ્ટ્રેલિયા), એનરિચ નોર્ત્જે (દ.આફ્રિકા, ઈજાગ્રસ્ત), મુસ્તફિઝુર રહમાન (બાંગ્લાદેશ), લુંગી એનગિડી (દ.આફ્રિકા). બેંગલુરુઃ જેસન બેહરનડોર્ફ, ગ્લેન મેક્સવેલ, જોસ હેઝલવુડ (ઓસ્ટ્રેલિયા). પંજાબઃ જ્હોની બેરસ્ટો (ઈંગ્લેન્ડ), કગિસો રબાડા (દ.આફ્રિકા), નાથન એલિસ (ઓસ્ટ્રેલિયા). લખનઉઃ માર્કસ સ્ટોઈનિસ (ઓસ્ટ્રેલિયા), જેસન હોલ્ડર, કાએલે મેયર્સ (વિન્ડીઝ), માર્ક વુડ (ઈંગ્લેન્ડ, ઈજાગ્રસ્ત), ક્વિન્ટન ડી કોક (દ.આફ્રિકા). ગુજરાતઃ ડેવિડ મિલર (દ.આફ્રિકા), અલ્ઝારી જોસેફ (વિન્ડીઝ).