• Home
  • News
  • ગુજરાતના 25 MLAની રાજસ્થાનમાં આબુરોડ નજીકના રિસોર્ટમાં વાડાબંધી
post

રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસવોટિંગથી બચવા કોંગ્રેસના હવાતિયાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-08 10:51:09

આબુ રોડ:રાજસ્થાનમાં ગુજરાતને અડીને આવેલા સિરોહી જિલ્લામાં આબુ રોડ નજીકની સરહદ રાજકારણનું હોટસ્પોટ બની ગઈ છે. અહીં ગુજરાતના આશરે 25 ધારાસભ્યને જાંબુડી સ્થિત વાઈલ્ડ વિંડ્સ રિસોર્ટમાં રખાયા છે. બીજી તરફ, રવિવારે મોડી સાંજે આ મામલાએ રાજકીય રંગ પકડ્યો અને જિલ્લા અધ્યક્ષ નારાયણ પુરોહિતના નેતૃત્વમાં ભાજપના પદાધિકારીઓએ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી. આ મુદ્દે પુરોહિતે કહ્યું કે, કોરોનાને લઈને અમે સતર્ક છીએ, રાજસ્થાનની હોટેલો બંધ છે. આમ છતાં, કોંગ્રેસે ગુજરાતના કોંગી ધારાસભ્યોને અહીંની હોટલમાં નજરબંધ કર્યા છે. તેમની સરકારી મહેમાનનવાજી થઈ રહી છે. કોંગ્રેસનું બેવડું ચરિત્ર સામે આવી ગયું છે.

adv

Related News

post
post
post
post
post
post
post