• Home
  • News
  • પરેશ ધાનાણીએ ટોણો માર્યો- અહંકાર ઓગાળવો છે કે મને દિલ્હી દેખાડવું છે?, X પર ક્ષત્રિય મહાસંમેલનનો વીડિયો પોસ્ટ કર્યો
post

રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનના સમર્થનમાં પરેશ ધાનાણીએ પોસ્ટ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-15 20:03:29

રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ છે. તેવામાં ગુજરાતમાં આજથી લોકસભા ચૂંટણીમાં ઊતરેલા ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરી રહ્યા છે, ત્યારે રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ફરી ચર્ચા છે. તેમણે એક્સ પર ક્ષત્રિય અસ્મિતા સંમેલન વીડિયો મૂકીને એક પોસ્ટ કરીને ભાજપને ટોણો માર્યો છે કે, અહંકાર ઓગાળવો છે કે મને દિલ્હી દેખાડવું છે?

16મીએ કુળદેવીનાં દર્શન કરી ફોર્મ ભરશે
રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનના સમર્થનમાં પરેશ ધાનાણીએ પોસ્ટ કરી હતી. ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં ઉપસ્થિત લાખોની જનમેદનીનો વીડિયો સાથે પોસ્ટ કર્યો હતો. જેને રાજકોટનું રણમેદાન શીર્ષક આપ્યું હતું. જેમાં ધાનાણીએ લખ્યું હતું કે, હે ભાજપના "ભીષ્મ પિતામહ", હવે તમારે "અહંકાર" ઓગાળવો છે કે પછી મને "દિલ્હી" જ દેખાડવું છે? તારીખ "16"ની સવાર સુધીમાં જો "અહંકાર" નહીં ઓગળે તો, બપોરના ચારે, "કુળદેવી"ના દ્વારે, સૌ શીશ ઝુકાવીને શરૂ કરીશું.., "સ્વાભિમાન યુદ્ધ"નો શંખનાદ..

14 એપ્રિલે ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન યોજાયું
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ છે. જે અંતર્ગત 14 એપ્રિલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન છે. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. રતનપરમાં અંદાજે 13 એકર જગ્યામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, રાજપૂત સમાજ સંકલન સમિતિના ચેરમેન ગોવુભા ડાડા, કોર કમિટીના પ્રવક્તા કરણસિંહ ચાવડા, સંકલન સમિતિના ગુજરાત રાજ્યના પ્રમુખ તૃપ્તિબા રાઓલ, કરણીસેના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા, વિરભદ્રસિંહ સંમેલનમાં હાજર રહ્યાં હતા.

adv

Related News

post
post
post
post
post
post
post