• Home
  • News
  • દેશના 25 ટકા ચેપગ્રસ્ત મુંબઈ, જયપુર, અમદાવાદ, ઈન્દોરમાં છે, અહીં અત્યાર સુધી 2584 પોઝિટિવ કેસ મળ્યા
post

કોરોનાના ટોપ-10 જિલ્લામાં દેશના 39% પોઝિટિવ, ટોચના 50માં 69% છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 10:59:41

નવી દિલ્હી. દેશમાં 7 દિવસમાં કોરોના ચેપના મામલા બે ગણા થઈ ગયા છે. આ ચેપ ગત 7 દિવસ(6 એપ્રિલથી 13 એપ્રિલ)માં 24 ટકાની ઝડપે વધ્યો છે. જો આ ઝડપે જ વધશે તો આગામી સાત દિવસમાં દેશમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યા 20 હજારને વટાવી જશે. દેશના અત્યાર સુધી કુલ 388 જિલ્લામાં કેસ મળ્યા છે. 10 જિલ્લામાં 39 ટકા અને ટોપ 50 જિલ્લામાં 69 ટકા કેસ મળ્યા છે.

કોરોનાના ટોપ 10 જિલ્લા

જિલ્લો

રાજ્ય

કેસ

મુંબઈ

મહારાષ્ટ્ર

1540

જયપુર

રાજસ્થાન

361

ઈન્દોર

મધ્યપ્રદેશ

363

અમદાવાદ

ગુજરાત

320

દ.દિલ્હી

દિલ્હી

320

હૈદરાબાદ

તેલંગાણા

267

પૂણે

મહારાષ્ટ્ર

209

થાણે

મહારાષ્ટ્ર

190

કાસરગોડ

કેરળ

168

જયપુર: અહીં 361 ચેપગ્રસ્ત, 7 દિવસમાં 296 કેસ વધ્યા છે

·         જયપુરમાં કુલ 361 ચેપગ્રસ્ત કેસ મળ્યા છે. 7 દિવસમાં 270 વધ્યા. એટલે કે આ દરમિયાન 296% કેસ વધ્યા છે. અહીંનું રામગંજ કેન્દ્ર છે. 

·         જયપુરમાં રામગંજ કોરોનાનું કેન્દ્ર બનીને ઊભર્યુ છે. ઓમાનથી પાછી ફરેલી 1 વ્યક્તિને કારણે ચેપ ફેલાયો છે. હોમ ક્વૉરન્ટાઈન છતાં આ વ્યક્તિ ક્ષેત્રમાં ફરતી રહી હતી. પણ આ વ્યક્તિ આગામી દિવસે મિત્રો સાથે ફરતી રહી. મસ્જિદમાં ગઈ. 23 માર્ચે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. 

ઈન્દોર : સંપૂર્ણ રાજ્યના 60 ટકા ચેપગ્રસ્ત આ વિસ્તારમાં જ છે

·         ઈન્દોરમાં સાત દિવસમાં 201 પોઝિટિવ મળ્યા છે. સોમવારે 56 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ એક દિવસમાં સર્વાધિક છે. 

·         36 સ્થળે 1474 લોકોને ક્વૉરન્ટાઈન કરાયા. અહીં અસરાવદાખુદમાં 58, રાનીપુરામાં 24 અને તારાગંજમાં 22 પોઝિટિવ મળ્યા છે. 

·         મધ્યપ્રદેશમાં 13 એપ્રિલ સુધી 604 ચેપગ્રસ્ત છે. તેમાં એકલા ઈન્દોરમાં જ 363 છે. રાજ્યના 60% ચેપગ્રસ્ત ઈન્દોરમાં જ છે. 

અમદાવાદ : કુલ 320 કેસ, 7 દિવસમાં 782 ટકા કેસ વધ્યા છે 

·         અમદાવાદમાં એક અઠવાડિયા પહેલાં 38 કેસ હતા. હવે 320 થઈ ગયા છે. એટલે કે આ દરમિયાન 782 ટકાની ઝડપે મામલા વધ્યા છે. 

·         અહીં 11 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં જમાલપુર, રખિયાલ, બાપુનગર, દરિયાપુર, દાણીલીમડા, શાહપુર, જુહાપુરા સહિતનાં ક્ષેત્રોને સીલ કરાયાં છે. 

·         અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. જો કોઈ પણ વ્યક્તિ માસ્ક વિના પકડાશે તો 5 હજારનો દંડ થશે. 

મુંબઈ : 7 દિવસમાં 192% કેસ વધ્યા, અહીં કુલ 1540 પોઝિટિવ કેસ છે 

·         મુંબઈમાં 7 દિવસમાં 1151 કેસ વધ્યા છે. અહીં બે દિવસમાં ક્રમશ: 242 અને 217 કેસ સામે આવ્યા છે. આ બે દિવસમાં સર્વાધિક છે. 

·         મુંબઈમાં 20 ટકા કેસ જી દક્ષિણી વૉર્ડમાં છે. તેમાં એલફિન્સ્ટન, વર્લી અને પરેલ આવે છે. ગત છ દિવસમાં મહારાષ્ટ્રમાં એક હજાર નવા કેસ વધ્યા છે. તેમાં 600 મુંબઈમાં વધ્યા.

·         મહારાષ્ટ્રને પહેલા એક હજાર કેસ પહોંચવામાં 30 દિવસ લાગ્યા. પણ આગામી એક હજાર કેસ વધવામાં 6 દિવસ લાગ્યા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post