• Home
  • News
  • 4 મહિનાના પ્રથમ 15 દિવસમાં સૌથી વધુ 26.8 ટકા કેસ અને 24.4 ટકા ડિસ્ચાર્જ જુલાઈમાં, 22.4 ટકા મોત જૂનમાં
post

પ્રથમ 15 દિવસમાં એપ્રિલમાં 703, મેમાં 5537, જૂનમાં 7310 અને જુલાઈમાં 12005 કેસ નોંધાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-16 10:18:47

અમદાવાદ: રાજ્યમાં 19 માર્ચથી લઇને 15 જુલાઈ સુધીમાં કુલ 44648 કેસ, 2081 મોત અને 31346 દર્દી સાજા થયા છે. એપ્રિલ, મે, જૂન અને જુલાઈ મહિનાના પ્રથમ 15 દિવસમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ કેવી હતી એ જોઇએ તો પ્રથમ 15 દિવસમાં સૌથી વધુ કેસ જુલાઈ મહિનામાં નોંધાયા હતા. જુલાઈના 15 દિવસમાં 12005 કેસ નોંધાયા છે એટલે કે કુલ કેસના 26.8 ટકા કેસ જુલાઈના 15 દિવસમાં નોંધાયા છે. તેવી જ રીતે જૂનના 15 દિવસમાં 468 દર્દીના મોત થયા છે. એટલે કે કુલ મોતના 22.4 ટકા મોત જૂન મહિનામાં થયા છે. જુલાઈના 15 દિવસમાં 7676 દર્દી સાજા થયા છે એટલે કે કુલ ડિસ્ચાર્જના 24.4 ટકા જુલાઈ મહિનામાં ડિસ્ચાર્જ થયા છે. ચાર મહિનાના પ્રથમ 15 દિવસની સરખામણીએ કરીએ તો મોતની દ્રષ્ટિએ જૂન મહિનાના પ્રથમ દિવસ ગુજરાત માટે ભારે રહ્યાં હતા તો કેસની દ્રષ્ટિએ જુલાઈના પ્રથમ 15 દિવસમાં વધારે કેસ નોંધાયા છે. 
 
જુલાઈમાં દરરોજ સરેરાશ 800 કેસ, 15 મોત, 511 ડિસ્ચાર્જ થયા
જુલાઈ મહિનામાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યાં છે. 1 જુલાઈએ 675 કેસ નોંધાયા બાદથી રાજ્યમાં દરરોજ નોંધાતા કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને 15 જુલાઈના રોજ 925 કેસ નોંધાયા છે. જોકે જુલાઈમાં રાહતની વાત એ છેકે દરરોજ નોંધાતા મૃત્યુમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં જુલાઇના 15 દિવસમાં 12005 કેસ નોંધાયા છે, તો 233 દર્દીના મૃત્યુ થયા છે અને 7676 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સમયગાળા દરમિયાન દરરોજ સરેરાશ 791 કેસ સામે આવ્યા છે. તો 15 દર્દીના મોત અને 491 દર્દી ડિસ્ચાર્જ થયા છે. 

જૂનમાં દરરોજ સરેરાશ 487 કેસ, 31 મોત, 450 ડિસ્ચાર્જ થયા
1 જૂનથી રાજ્યમાં અનલોક-1 અમલી બનાવાયું હતું. રાજ્ય અનલોક થતાં જ રાજ્યમાં કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. જૂનના પ્રથમ 15 દિવસમાં 7310 કેસ નોઁધાયા હતા, તો 468 દર્દીના મૃત્યુ થયા હતા. જેની સામે 6753 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા હતા. 1લી જૂને 423 કેસ નોંધાયા હતા ત્યારબાદ સતત કેસમાં વધારો જોવા મળ્યો હતો અને 13 જૂને 517 કેસ નોંધાયા હતા. તો 10 જૂનના રોજ 34 દર્દીના મૃત્યુ થયા હતા. જ્યારે 2 જૂને સૌથી વધુ 1114 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનના પ્રથમ 15 દિવસમાં દરરોજ સરેરાશ 487 કેસ સામે આવ્યા હતા તો 31 દર્દીના મોત તથા 450 દર્દી ડિસ્ચાર્જ થયા હતા.

મેના પ્રથમ 15 દિવસમાં દરરોજ સરેરાશ 369 કેસ, 26 મોત, 228 ડિસ્ચાર્જ થયા
મે મહિનામાં લોકડાઉનનો બીજો તબક્કો હતો અને રાજ્યમાં કડકપણે નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું. તેમ છતાં મે મહિનામાં દરરોજ 300થી વધુ કેસ નોંધાયા હતા. મેના પ્રથમ 15 દિવસમાં રાજ્યમાં 5537 કેસ નોંધાયા હતા અને 392 દર્દીના મૃત્યુ થયા હતા તો 3422 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા હતા. તેમાં પણ 5 મેના રોજ રાજ્યમાં 441 કેસ નોંધાયા હતા તો 49 દર્દીના મૃત્યુ થયા હતા. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં દરરોજ સરેરાશ 369 કેસ સામે આવ્યા હતા જ્યારે 26 દર્દીના મોત તો 228 દર્દી સાજા થયા હતા.

એપ્રિલના પ્રથમ 15 દિવસમાં દરરોજ સરેરાશ 50 કેસ, 2 મોત
19 માર્ચે રાજ્યમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. એપ્રિલ મહિનાના પ્રથમ 15 દિવસમાં રાજ્યમાં 709 કેસ નોંધાયા હતા, તો 27 દર્દીના મૃત્યુ થયા હતા અને 59 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. તેમા પણ 10 એપ્રિલએ 116 અને 15 એપ્રિલે 127 કેસ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં દરરોજ સરેરાશ 50 કેસ સામે આવ્યા હતા અને 2 દર્દીના મોત તથા 4 દર્દી ડિસ્ચાર્જ થયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post