• Home
  • News
  • પાકિસ્તાને ભારતીય જળસીમામાં ઘૂસી ખલાસીઓને બંધક બનાવ્યા, ઓખાની 2, માંગરોળની 1 બોટ સાથે 26 માછીમારના અપહરણ
post

પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા વધુ એક વખત ભારતીય જળસીમામાં ઘૂસી ભારતીય માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-17 11:10:53

ઓખાની-2 અને માંગરોળની 1 બોટ સહિત 26 માછીમારોના અપહરણ કરાયા છે. પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા ભારતીય જળસીમામાં ઘૂસી ખલાસીઓને બંદૂકના નાળચે બંધક બનાવાયા છે.પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સીની વધુ એક વખત નાપાક હરકત સામે આવી છે. પોરબંદર સહિત ભારતીય માછીમારો દરિયામાં માછીમારી કરવા માટે જતા હોય ત્યારે નજીકના દરિયા કિનારા વિસ્તારમાં માછલીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન મળતો હોવાથી ઊંડે સુધી માછીમારી કરવા જવાની ફરજ પડે છે.

ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં કેમિકલ ફેક્ટરીઓના કારણે ગરમ પાણીના ધોધ સમુદ્રમાં છોડવામાં આવતા હોય અને કેમિકલયુક્ત ગરમ પાણીના ધોધથી દરિયાઈ જીવસૃષ્ટિ જોખમમાં મુકાઇ રહી છે અને નાની માછલીઓનું નિકંદન નીકળી રહ્યું છે. ઉપરાંત લાઈન ફિશિંગ માછીમારીના કારણે પણ નાની માછલીઓનો નાશ થઇ રહ્યો છે. જેથી માછીમારોને દરિયામાં ઊંડે સુધી માછીમારી કરવાની જવાની ફરજ પડી રહી છે ત્યારે પાકિસ્તાન મરિન સિકયુરિટી એજન્સી દ્વારા અવારનવાર ભારતીય માછીમારોને બોટ સાથે અપહરણ કરી બંધક બનાવી પાકિસ્તાનની જેલમાં ધકેલી દેવામાં આવે છે.

આમ પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા વધુ એક વખત ભારતીય જળસીમામાં ઘૂસી ભારતીય માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી માછીમારોમાં પણ રોષ ભભૂકી ઉઠયો છે. માછીમાર અગ્રણી મનીષભાઈ લોઢારીના જણાવ્યા મુજબ ઓખાની બે બોટ અને માંગરોળની એક બોટ સહિત કુલ 3 બોટના 26 માછીમારોના અપહરણ કરવામાં આવ્યા છે. વધુ એક વખત ભારતીય માછીમારોનાં અપહરણ કર્યા હોવાથી માછીમારો પણ લાલઘૂમ થયા હતા. આમ અવારનવાર પાકિસ્તાન મરિન સિકયુરિટી એજન્સીની નાપાક હરકતના કારણે માછીમારોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post