• Home
  • News
  • રાજકોટ મ્યુનિ.નું 2637 કરોડનું બજેટ, પાણી વેરામાં બમણો વધારો, નવી 15 યોજનાઓનો સમાવેશ
post

રહેણાંકમાં પાણીનું બિલ 840ના બદલે 1500, કોમર્શિયલમાં 1680ની જગ્યાએ 3000 ચૂકવવું પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-09 15:52:21

રાજકોટ: આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2023-24નું બજેટ રજુ કરવામાં આવ્યું હતું.મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા 2586.82 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીએ આ બજેટનો અભ્યાસ કરીને 2637.80 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. શાસકો દ્વારા પાણીવેરો  840ના બદલે 1500 રૂપિયા લેવા નિર્ણય કરવામાં આવ્યો છે. કોમર્શિયલમાં રૂ.1680ના બદલે રૂ.3000નું પાણી બિલ ચૂકવવું પડશે.આજે સવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષસ્થાને સ્થાયી સમિતિની બેઠક મળી હતી. જેમાં પાણીવેરો ડબલ કરવાને મંજૂરી આપવામાં આવી છે. 

સિનેમા ટેક્સમાં 125 રૂપિયા વસૂલવા નિર્ણય
રહેણાંકમાં કચરા એકત્રિકરણનો ચાર્જ રૂ.365 વાર્ષિક યથાવત રાખીને રહેણાંક મિલકતના ટેક્સમાં પણ કોઈ વધારો મંજૂર કર્યો નથી. બીજી તરફ મિલકત વેરામાં કોઈ વધારો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યો નથી. ડોર ટુ ગાર્બેજ કલેક્શનમાં રહેણાંક ઉપયોગમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ વ્યાપાર ઉપયોગી ગાર્બેજ કલેક્શનમાં કમિશનર દ્વારા સૂચવેલો વધારો માન્ય રાખી 730થી વધારી બમણો કરી 1460 રૂપિયા મંજૂર કરાયો છે. સિનેમા ટેક્સમાં પ્રતિ શો દીઠ 100 રૂપિયા વધારી 1000 કરવા સૂચન કરવામાં આવ્યું હતું. પરંતુ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 125 રૂપિયા વસૂલવા નિર્ણય કર્યો છે.

નવી 15 યોજનાઓનો સમાવેશ કરાયો
બાકી રકમના 25 ટકા મુજબ એક સરખા ત્રણ હપ્તામાં દર વર્ષે ભરપાઇ કરવા 4 વર્ષ માટેની યોજના જાહેર કરવામાં આવી હતી. જેને પાંચ વર્ષ સુધી લાગુ કરવા પણ સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો છે. કમિશનરે આ બજેટમાં કુલ રૂ.100.36 કરોડના નવા કરવેરા સુચવેલા હતા. શહેરીજનો પર વધુ કરબોજ ન આવે સાથોસાથ શહેરના સમતોલ અને સર્વાંગી વિકાસ માટે પૂરતું ભંડોળ પણ મળી રહે તે હેતુથી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તે ઉપરાંત નવી 15 યોજનાઓનો સમાવેશ કરાયો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post