• Home
  • News
  • જાપાનમાં 28 વર્ષીય સૂમો પહેલવાન શોબુશીએ જીવ ગુમાવ્યો, બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ડેવલપમેન્ટ કોચનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
post

28 વર્ષીય સૂમો પહેલવાને 2007માં ડેબ્યુ કર્યું હતું, જાપાનમાં અન્ય 4 પહેલવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-14 11:56:22

જાપાનમાં બુધવારે સવારે કોરોનાવાયરસના કારણે 28 વર્ષીય સૂમો પહેલવાન શોબુશીનું અવસાન થયું હતું. તેમનો પહેલો ટેસ્ટ 10 એપ્રિલે પોઝિટિવ આવ્યો હતો. તે જ સમયે, બાંગ્લાદેશના ડેવલપમેન્ટ કોચ આશિકુર રહેમાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

શોબુશીએ 2007માં ડેબ્યુ કર્યું હતું. તે જેએસએના ચોથા ડિવિઝનમાં 11મા નંબરે પહોંચ્યા હતા. જાપાનમાં 25મી એપ્રિલે લોઅર ડિવિઝનના 4 રેસલર સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.

આશિકુર મહિલા ટીમના કોચ રહી ચૂક્યા છે
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહમ્મદ જલાલ યુનુસે આશિકુરના સંક્રમિત હોવાની માહિતી આપી હતી. આશિકુર 2002માં અંડર-19 વર્લ્ડ કપ રમ્યા હતા. 6 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં તેમને 15 ફર્સ્ટ ક્લાસમાં 36 સફળતા મળી હતી અને લિસ્ટ-એ (મર્યાદિત ઓવર મેચ) માં 21 સફળતા મળી હતી. તેણે તેની કોચિંગ કારકીર્દિમાં બાંગ્લાદેશ મહિલા ટીમ સાથે પણ કામ કર્યું હતું.

રમતના આ 9 દિગ્ગજોએ વિશ્વને અલવિદા કહ્યું
સૂમો શોબુશી કોરોનાને કારણે જીવ ગુમાવનાર નવમા સ્પોર્ટસપર્સન છે. તેમના સિવાય પાકિસ્તાનના સ્ક્વોશ લિજેન્ડ આઝમ ખાન (95), ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફૂટબોલર નોર્મન હન્ટર (76), ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઝફર સરફરાઝ (50), સ્પ્રિન્ટર ડોનાટો સાબીયા (56),  આઇસ હોકી લિજેન્ડ રોજર શૈપો (79), ફ્રાન્સના ફૂટબોલ ક્લબ રીમ્સના ડોકટર બર્નાર્ડ ગોંઝાલેઝ (60), લેંકશાયર ક્રિકેટ ક્લબના અધ્યક્ષ ડેવિડ હોજકિસ (71) અને ફ્રાન્સના ઓલિમ્પિક ડી માર્શલ ફૂટબોલ ક્લબના પૂર્વ અધ્યક્ષ પેપ દિ ઓફ (68) વિશ્વને અલવિદા કહી ચૂક્યા છે.