• Home
  • News
  • ક્વોરન્ટાઈનમાં મૂકાયેલા 3 ઘર બહાર ટહેલવા નીકળ્યા, હેલ્થ વિભાગે પકડીને સોલા સિવિલમાં દાખલ કરી દીધા
post

દાણીલીમડાના રહીશને લઈ જવા પોલીસ બોલાવવી પડી

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-18 11:02:17

અમદાવાદ: કોરોનાને લઈને રાજ્યમાં એપિડેમિક એક્ટ લાગુ છે ત્યારે અમદાવાદમાં વિદેશથી આવતા રોજના 60 લોકોને હોમ ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 800 લોકો હોમ ક્વોરન્ટીનમાં છે.


એરપોર્ટ ખાતે સ્ક્રીનિંગ પછી ઘરે ક્વોરન્ટાઈનમાં રખાયા હતા
એક્ટ મુજબ 14 દિવસ સુધી આવા તમામ લોકોએ ઘરમાં અલાયદા રહેવાનું હોય છે. આ નિયમનો ભંગ કરનારા દાણીલીમડા, જમાલપુર અને પૂર્વ વિસ્તારના કુલ ત્રણ વ્યક્તિઓએ ભંગ કર્યો હતો. ઘરમાંથી બહાર નીકળી તેઓ અન્ય સ્થળે જતા મ્યુનિ. હેલ્થ વિભાગની તપાસમાં ઝડપાયા હતા. જેને પગલે આ ત્રણેયને સોલા સિવિલ હોસ્પિટલમાં ઊભા કરાયેલા ક્વોરન્ટાઈન વોર્ડમાં એડમિટ કરી દેવાયા છે. ત્રણ વ્યક્તિઓ પૈકી દાણીલીમડામાં રહેતા વ્યક્તિને કાબૂમાં લેવા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. અહીં રહેતો યુવક સોમવારે યુએઈથી અમદાવાદ આવ્યો હતો. એરપોર્ટ ખાતે સ્ક્રીનિંગ પછી ઘરે ક્વોરન્ટાઈનમાં રખાયા હતા. મંગળવારે ડે. હેલ્થ ઓફિસર તેજસ શાહની તપાસમાં તેઓ ધંધાના સ્થળે ગયા હતા. જેથી હેલ્થ વિભાગે તેમને મનાઈ ફરમાવતા ભારે ઘર્ષણ થયું હતું અને પોતે આ રીતે ઘરમાં નહીં રહે તેવી જીદ પકડી હતી. તેમના ઘરે મહેમાનો નહીં લાવવા સૂચના આપી હોવા છતાં મહેમાનો આવ્યા હતા. અંતે પોલીસની મદદથી આ વ્યક્તિને એમ્બુલન્સ દ્વારા સોલા સિવિલમાં દાખલ કરાયા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post