• Home
  • News
  • આણંદ કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરો લગાડવાના મામલે મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સહિત 3ને એસપી ઓફિસે લઈ જવાયા
post

મુખ્યમંત્રી કક્ષાએથી ઓર્ડર થયા બાદ એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-19 19:59:07

આણંદ કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરો લગાડવના મામલે ગુજરાત એટીએસ ફરિયાદી બન્યું છે. જેમાં એટીએસએ મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સહિત 3ની પૂછપરછ બાદ એસપી ઓફિસે લઈ જવામાં આવ્યા છે.

કેતકી વ્યાસ સહિત ત્રણેયે ગુનો કબૂલ્યો
કલેક્ટર કચેરીમાં સ્પાય કેમેરો લગાવવા મામલે એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ, નાયબ મામલદાર જે.ડી. પટેલ અને અન્ય એક કર્મચારીની અટકાયત કરવામાં આવી છે. કલેક્ટરને ફસાવવા માટે ચોંકાવનારી હકિકત બહાર આવી હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ પણ બે યુવતીઓને ચેમ્બરમાં મોકલવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. અંતે કલેક્ટર અશ્લિલ હરકતમાં કેમેરામાં કેદ થયા હતા. એટીએસની પૂછપરછમાં કેતકી વ્યાસ સહિત ત્રણેયે ગુનો કબૂલ્યો છે.

કલેક્ટર ડી.એસ ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
આણંદ કલેક્ટર ડી. એસ. ગઢવી સામે એક વીડિયો-ક્લિપ વાઇરલ થવાની ઘટના બની હતી. આ અંગે પૂરાવા સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવતાં તાત્કાલિક ધોરણે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અગ્ર સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી તપાસ કરવાના હુકમ મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવ્યા હતા.

મહિલા અધિકારીઓની કમિટી રચાઈ
મુખ્યમંત્રી કક્ષાએથી ઓર્ડર થયા બાદ એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીમાં તમામ મહિલા અધિકારીઓને સમાવવામાં આવ્યાં હતા, જેમાં અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, અગ્ર સચિવ મમતા વર્મા, ગ્રામ વિકાસ કમિશનર મનીષા ચંદ્રા, સંયુક્ત સચિવ ભક્તિ શામળ તથા દેવીબેન પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ગઢવી 2008ની બેચના IAS
આણંદ કલેક્ટર ડી.એસ. ગઢવીને કલેક્ટર કચેરીમાં બહાર આવેલું વીડિયો ક્લિપિંગ નડી ગયું હતું. ગઢવીને સસ્પેન્ડ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો. બાદમાં તેમનો ચાર્જ આણંદ ડીડીઓ મિલિંદ બાપનાને સોંપવામાં આવ્યો હતો. તેઓ 2008ની બેચના આઈએએસ ઓફિસર છે. તેઓ સુરત ડીડીઓ સહિત અનેક જગ્યાએ ફરજ બજાવી ચૂક્યા છે. કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post